Mar 6, 2022
Mar 4, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૪
વૈશાખ સુદ પાંચમના દિવસે શ્રીરામે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો,અને સાતમના દિવસે અયોધ્યાના રાજસિંહાસન પર તેમનો રાજ્યાભિષેક થયો.
સૌ પ્રથમ શ્રીરામે ભરત અને લક્ષ્મણની જટા ઉતારી અને ત્રણે ભાઈઓને પોતાના હાથે સ્નાન કરાવ્યાં.અને પછી પોતે પણ જટા ઉતારી સ્નાન કર્યું.પોતે ભાઈઓની સેવા કરે છે પણ ભાઈઓની સેવા લીધી નહિ.શ્રીરામ કહે છે કે-રાજાથી સેવા કરાય,સેવા લેવાય નહી. શ્રીરામ આવા ઉચ્ચ આદર્શ સાથે શરૂઆત કરે છે!!

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૩
ભરતજી ખૂબ જ આનંદમાં આવીને નાચતા નાચતા અયોધ્યામાં આવી સહુને ખબર આપે છે કે-“રામજી આવે છે.” અને આ ખબર સાંભળતાં જ આખા નગરમાં પણ આનંદની ભરતી આવી ગઈ.સૌ તાબડતોબ રામજીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા.આજે રામજી આવે છે,ને તેમના સ્વાગત માટે રસ્તાઓ પર જળ છંટાયા ને ફૂલો વેરાણા.આખા નગરમાં ધજા –પતાકાઓ ફરફરવા લાગી,સુવર્ણના થાળમાં દહી,દુર્વા,ફુલ,તુલસી-ભરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાતી ગાતી રામનું સ્વાગત કરવા ચાલી,ને માથે સુવર્ણ-કલશો લઇ કન્યાઓ ચાલી.
Mar 2, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૨-ઉત્તરકાંડ
ઉત્તરકાંડ
તીર્થરાજ પ્રયાગમાં શ્રીરામે,હનુમાનજીને આજ્ઞા કરી કે-બ્રાહ્મણનું રૂપ લઇ તમે અયોધ્યા જાઓ,અને નંદીગ્રામમાં ભરતજીને અમારા કુશળ સમાચાર અને આગમનના સમાચાર કહી વહેલા પાછા આવો.પવન-પુત્ર હનુમાન તરત જ આકાશમાર્ગે ઉપડ્યા.ને ઘડીકમાં તો નંદીગ્રામ પહોંચી ગયા.હનુમાનજીએ બ્રાહ્મણ સ્વરૂપ લીધું છે,ને જુએ છે તો-વલ્કલ અને જટાધારી ભરતજી,દર્ભાસન પર બેસી,દીનભાવે શ્રીરામચન્દ્રજીની પાદુકાઓ નું પૂજન કરતા હતા,

તેમના મુખમાંથી અખંડ રામ-નામનો ધ્વનિ નીકળતો હતો.અને આંખમાંથી અશ્રુઓનો પ્રવાહ વહેતો હતો.
Mar 1, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૧
ત્યાર પછી તો વિભીષણ પાલખી લઈને આવે છે ને સીતાજીને તેમાં બેસાડી રામજી પાસે લઇ જાય છે.હવે શ્રીરામે રાવણને મારવાની કરેલી લીલાનો અંત આવે છે.પંચવટીમાં શ્રીરામે સીતાજી ને કહેલું કે –હવે લીલા કરવાનો સમય આવ્યો છે.તમારા સ્વરૂપને મારામાં પ્રવેશ કરાવી ને છાયા- સ્વરૂપ થઇ જાઓ,ત્યારે સીતાજીએ અગ્નિને સમર્પિત થઇ પોતાના સ્વરૂપને શ્રીરામમાં પ્રવેશ કરાવ્યું હતું તે છાયા-સ્વરૂપને આજે ફરી અગ્નિને સમર્પિત કરીને અને પોતાના “લૌકિક કલંક”બાળીને સાચા સીતાજી પ્રગટ થાય છે.
Subscribe to:
Posts (Atom)