તે માયા કંઈ ઓછાં લાકડે બળી જાય તેવી નથી,તે “રિદ્ધિ-સિદ્ધિ”ઓને મોકલી “બુદ્ધિ” ને લોભ-લાલચમાં નાખે છે.ને તે પછી,તે “રિદ્ધિ-સિદ્ધિઓ”,“કળ-બળ-કપટ” નો પોતાનો પાલવ વીંઝીને મનુષ્યે પ્રગટાવેલા તે “જ્ઞાન-દીપક” ને ઓલવી નાખે છે.જો,મનુષ્યની “બુદ્ધિ” બહુ શાણી હોય અને તે –રિદ્ધિ-સિદ્ધિ-સામે જુએ જ નહિ તો,પછી દેવો આડા આવે છે.ઇન્દ્રિયોના દ્વાર-એ હૃદય-ઘરના ઝરૂખાઓ છે,અને આ ઝરૂખાઓ પર દેવો થાણાં નાંખી બેઠેલા છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 17, 2022
Mar 16, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૬
ગરુડજી હવે કાકભુશુંડી સમક્ષ એક બીજો પ્રશ્ન પૂછે છે કે-પ્રભુ,વેદ-પુરાણ કહે છે કે,જ્ઞાન સમાન કંઈ પવિત્ર નથી,છતાં લોમશમુનિએ તમને જ્ઞાન આપવા માંડ્યું ત્યારે એનું તમે સ્વાગત કર્યું નહિ !!! તો જ્ઞાન અને ભક્તિ માં શો તફાવત છે તે મને કહો.ત્યારે કાક કહે છે કે-હે,પંખીરાજ,જ્ઞાન અને ભક્તિ વચ્ચે કોઈ જ ભેદ નથી,બંને સંસારના ક્લેશો હરે છે.છતાં મુનિવરો તેમાં કંઈક તફાવત જણાવતાં કહે છે કે-
Mar 15, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૫
કાકભુશુંડી પોતાના જન્મોનું વર્ણન કરતાં ગરુડજીને કહે છે કે-એક દિવસ હું મંદિરમાં શિવજીના મંત્ર જપતો હતો,તેવામાં મારા ગુરૂ આવ્યા,પણ તેમના પ્રત્યે મારા મનમાં રોષ હોવાને લીધે મેં તેમને બોલાવ્યા નહિ કે પ્રણામ પણ ના કર્યા.ગુરૂ તો દયાળુ હતા,તેમના દિલમાં રાગ-દ્વેષ હતો નહિ,તે કંઈ બોલ્યા નહિ પણ શિવજીથી સહન ના થયું.તે જ વખતે આકાશવાણી થઇ કે-હે,મૂર્ખ,તુ અહમને વશ થઇ ગુરુને માન આપતો નથી અને અજગરની જેમ બેસી રહે છે,તો તું અજગર થઇ પડ.
Mar 14, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૪
ત્યારે કાકભુશુંડીએ કહ્યું કે-હે ગરુડજી,કળિયુગ કળિયુગમાં પાપ ને અવગુણોનું સ્થાન
હોવા છતાં,તેમાં એક મોટો ગુણ પણ છે.વિષના વેલાઓમાં એક અમૃતની વેલ પણ છે.
જેવી રીતે,સત્ય-યુગ માં લોકો યોગી ને વિજ્ઞાની હોય છે ને હરિનું ધ્યાન કરી સંસાર તરે છે,
ત્રેતાયુગમાં યજ્ઞ-યાગ કરી,સર્વ કર્મો પ્રભુને સમર્પણ કરીને તરે છે.અને દ્વાપર યુગમાં પૂજા-પ્રાર્થના કરીને તરે છે,તેમ,કળિયુગમાં યજ્ઞયાગ,યોગ કે જ્ઞાન વગર કેવળ શ્રીહરિના ગુણનું ગાન કરીને,સંસાર તરી જાય છે.
Mar 13, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૩
કાક-ભુશુંડી આંખ બંધ કરીને થોડીવાર ઊંડા વિચારમાં ડૂબી ગયા,થોડીવારે આંખ ઉઘાડી તેમણે ગરુડજીને કહ્યું કે-હે પંખીરાજ,ગરુડ,તમારા પ્રશ્નો સાંભળી મને મારા અનેક જન્મો યાદ આવી ગયા,હું તમને બધી વાત કહું છું તે તમે સાંભળો.હે,ગરુડજી,જેમ,રેશમનો કીડો રેશમ પેદા કરે છે,તેથી લોકો એ અપવિત્ર કીડાને.સૂગ વગર પ્રેમથી પાળે છે, તેમ,મેં આ કાગ-દેહે શ્રીરામની ભક્તિ મેળવી છે,તેથી આ શરીર પર મને વધારે પ્રેમ છે,જે શરીરથી શ્રીરામની ભક્તિ થાય તે જ શરીર પવિત્ર અને સુંદર કહેવાય.
Subscribe to:
Comments (Atom)
