II वैशंपायन उवाच II एवं स नाहुषो राजा ययातिः पुत्रभिप्सितं I राज्येSभिपेध्य मुदितो वानप्रस्थोSभवन्मुनि II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે (નાહુષ રાજા) યયાતિએ પોતાના પ્રિય પુત્રને રાજ્યગાદીએ બેસાડીને,
પોતે પ્રસન્નતાપૂર્વક વાનપ્રસ્થી મુનિ થયો.જિતેન્દ્રિય ને વ્રતી થઈને,ફળ-મૂળ ખાઈને,બ્રાહ્મણો સાથે તે વનમાં રહ્યો.
ને પછી અહીંથી તે સ્વર્ગલોકમાં ગયો.ને ત્યાં સુખ ને આનંદમાં રહ્યો,
પણ થોડા જ વખતમાં,ઇન્દ્રે તેને સ્વર્ગમાંથી નીચે પાડ્યો,સ્વર્ગમાંથી પડતાં તે પૃથ્વીના તળે ન પડ્યો,પણ આકાશમાં અધ્ધર જ રહ્યો.એમ મેં સાંભળ્યું છે.વળી,મેં સાંભળ્યું છે કે-વસુમાન,અશતક,પ્રતર્દન અને શિબિરાજ સાથે
તે એક થઈને,તે વીર્યવાન રાજા ફરીથી પાછો સ્વર્ગે ગયો હતો (1-6)




