અધ્યાય-૭૦-ભીમસેનનાં વચન
II वैशंपायन उवाच II तथा तु दष्ट्वा वहु तत्र देवीं रोरुपमाणां कुररीभिवार्तांम् I
नोचुर्वचः साध्वथाप्यसाधुमहीक्षिता धार्तराष्ट्रस्य भीताः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,ત્યાં,કુરરી પક્ષીની જેમ અત્યન્ત કલ્પાંત કરી રહેલી દેવી,દ્રૌપદીને જોવા છતાં,ધૃતરાષ્ટ્ર પુત્રોથી ભય પામેલા મહીપાલો,સારું કે નરસું કશું જ બોલ્યા નહિ,ને પાંડવોને પણ ચૂપ રહેલા જોઈને દુર્યોધન હસતાં હસતાં દ્રૌપદીને કહેવા લાગ્યો કે-હે યાજ્ઞસેની,તારો આ પ્રશ્ન,હવે ભીમ,અર્જુન,સહદેવ ને નકુલ જ આપી શકશે.તેઓ અહીં સભામાં સાફ કહી દે કે-યુધિષ્ઠિર તારો પતિ નથી અને તેઓ યુધિષ્ઠિરને જુઠા ઠરાવે,તો તું કદાચ દાસીપણામાંથી છૂટી શકે.અથવા યુધિષ્ઠિર પોતે જ આનો જવાબ આપે કે તે તને હોડમાં મુકવાને સમર્થ હતા કે અસમર્થ?એમના વચન પ્રમાણે તું તે વાત સ્વીકારી લે.અરે,આ સર્વ કૌરવો આ સભામાં તારા જ દુઃખમાં પડ્યા છે,
ને તારા અલ્પભાગી પતિઓને જોઈને એ મહાબળવાન રાજાઓ કશું યથાવત બોલતા નથી (6)