Dec 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-366

 

તીર્થયાત્રા પર્વ 

અધ્યાય-૮૦-અર્જુન સંબંધી શોકોદગાર 

II जनमेजय उवाच II भगवन्काम्यकारपार्थे गते मे प्रपितामहे I पांडवा: किमकुर्वस्ते तमृते सव्यसाचिन् II १ II

  જન્મેજય બોલ્યા-હે ભગવન,મારા પ્રપિતામહ પૃથાનંદન અર્જુન કામ્યક વનમાંથી ગયા,ત્યારે તે પાંડવોએ એ સવ્યસાચી અર્જુન વગર શું કર્યું?કેમકે જેમ,વિષ્ણુ,એ આદિત્યોના ગતિરૂપ છે તેમ,અર્જુન,એ પાંડવોના ગતિરૂપ હતા તેમ મને લાગે છે,અર્જુન વિના તે મહાત્માઓ વનમાં કેવી રીતે રહ્યા હતા? (3)

Dec 13, 2023

Ramchandra Krupalu Bhaj man-By Lata Mangeshkar-with Lyrics in Gujarati -શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન-લતા મંગેશકર ના કંઠે

 

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કરકંજ પદ કંજારૂણમ 

Mai nahi makhan khayo-by Mukesh-Film Charandas-મૈં નહિ માખણ ખાયો-સ્વર મુકેશ-ફિલ્મ-ચરણદાસ

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-365

 

અધ્યાય-૭૯-બૃહદશ્વનું ગમન 


II बृहदश्च उवाच II प्रशांते ते पुरे हृष्टे संप्रवृत्ते महोत्सवे I महत्या सेनया राजा दमयन्तीमुपानयत II १ II

બૃહદશ્વ બોલ્યા-જયારે નગરમાં શાંતિ અને આનંદ ફેલાયાં,ત્યારે નળરાજે દમયંતીને તેડાવી.ભીમરાજાએ,પોતાની

પુત્રીને પ્રેમપૂર્વક વિદાઈ આપી.દમયંતી બાળકો સાથે આવી પહોંચી એટલે નળરાજા આનંદમાં વિહરવા લાગ્યો,

ને તેણે વિધિપૂર્વક દક્ષિણાવાળા વિવિધ યજ્ઞો કર્યા ને અભ્યુદયને પામ્યો.

Dec 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-364

 

અધ્યાય-૭૭-ઋતુપર્ણ રાજાનું સ્વદેશગમન 


II बृहदश्च उवाच II अथ तां व्युपितो रात्रि नलो राज स्वलंकृतः I वैदर्भ्यां सहितः काले ददर्श वसुधादिपं II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,સારી રીતે અલંકૃત થયેલો તે નળરાજા ત્યાં એક રાત રહીને બીજે દિવસે સવારે વૈદર્ભી સાથે ભીમને મળવા ગયો ને સસરાનું વિનયપૂર્વક અભિવંદન કર્યું.ભીમે પણ અત્યંત પ્રેમથી બંનેનો સત્કાર કર્યો.

 નળને પાછો આવેલો સાંભળીને નગરના આનંદિત થયેલા લોકોએ ઉત્સવ કર્યો,ઋતુપર્ણે જયારે સાંભળ્યું કે બાહુકના વેશમાં નળરાજા જ છે એટલે તેણે આવીને તેની ક્ષમા માગતા કહ્યું કે-