હે રાજન,જેમ,દેવોમાં મધુસુદન પ્રથમ કહેવાય છે તેમ,તીર્થોમાં પુષ્કર પ્રથમ કહેવાય છે,પવિત્ર ને નિયમપરાયણ થઈને જે બાર વર્ષ સુધી આ પુષ્કર તીર્થમાં વસે છે તે બ્રહ્મલોકમાં જાય છે,કોઈ મનુષ્ય સો વર્ષ સુધી અગ્નિહોત્રની ઉપાસના કરે અથવા કાર્તિકી પૂર્ણિમાએ પુષ્કરમાં વાસ કરે,તો બંનેને સરખું ફળ મળે છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 18, 2023
Dec 17, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-368
અધ્યાય-૮૨-પુલસ્ત્યે કરેલું તીર્થવર્ણન
(નોંધ-અધ્યાય-82 થી અધ્યાય-85 સુધી અસંખ્ય એવા તીર્થોનો મહિમા કહ્યો છે)
II पुलस्त्य उवाच II अनेन तात धर्मज्ञ प्रश्नयेण दमेन च I सत्येन च महाभाग तुष्टोSस्मि तव सुव्रत II १ II
પુલસ્ત્ય બોલ્યા-હે ધર્મજ્ઞ,હે સુવ્રત,હે મહાભાગ,તારા આ વિનયથી અને ઉન્દ્રિયદમનથી તેમ જ તારા સત્યથી હું પ્રસન્ન
થયો છું.પિતૃભક્તિને લીધે આવો ધર્મ તેં સ્વીકાર્યો છે,તેથી તું મારુ દર્શન પામ્યો છે,મારુ દર્શન મિથ્યા થતું નથી,
મને તારા પર પ્રીતિ થઇ છે કહે.હું તારૂ શું કામ કરું? તું જે માગીશ તે હું આપીશ' (3)
Dec 15, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-367
અધ્યાય-૮૧-નારદ યુધિષ્ઠિરનો સંવાદ
II वैशंपायन उवाच II धनंजयोत्सुकानां तु भ्रातृणां कृष्णया सह I श्रुत्वा वाक्यानि विमना धर्मराजोSप्यजायत II १ II
વૈશંપાયન બોલ્યા-'ધનંજય અર્જુનને માટે ઉત્સુક થયેલા ભાઈઓના ને કૃષ્ણાનાં વચન સાંભળીને ધર્મરાજા મનમાં ઉદાસ થઇ ગયા.તે જ વખતે તેમણે દેવર્ષિ નારદ ને આવતા જોયા.તેમને આવેલા જોઈને ધર્મરાજાએ ઉભા થઈને ભાઈઓ સાથે તેમનું યથાવિધિ પૂજન કર્યું.નારદે તે પૂજાનો સ્વીકાર કરી આશ્વાસન આપીને કહ્યું કે-
'હે ધાર્મિક શ્રેષ્ઠ,બોલો શી ઈચ્છા છે?હું તમને શું આપું?' (7)
Dec 14, 2023
Shambhu sharne padi-with lyrics-શંભુ શરણે પડી-ગુજરાતી ભજન -શબ્દો સાથે
શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો.......................... દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તો ના ભય હરનારા,શુભ સહુના સદા કરનારા,
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,કષ્ટ કાપો........................... દયા કરી દર્શન શિવ આપો.


