Mar 4, 2024

સૂરજ-By અનિલ શુક્લ

 

જો આ સૂરજ તો ઉગ્યો ય ને આથમી પણ ગયો,
કોઈ દોડે અહી-કોઈ તહી,સૂરજ સાંજ પાડી ગયો.

પ્રીતિ પ્રભુની રાખવાની,જગતમાં કોને છે પડી ?
જુઓ,ભીતિ ય છે કોઈને? ઝંઝાવાત વહી રહ્યો 

અનિલ 
7-27-2020


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-445

 

અધ્યાય-૧૫૩-કુબેરનું સરોવર 


 II वैशंपायन उवाच II स गत्वा रम्यां राक्षसैरभिरक्षिताम् I कैलासशिखराम्याशे ददर्श शुभकाननम् II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યાંથી આગળ કૈલાસ શિખર પાસે જઈને,તે ભીમે,શુભ વનવાળું અને રાક્ષસોથી રક્ષાયેલું રમણીય કમળ સરોવર જોયું.કુબેરના ધામની પાસે પર્વતમાંથી આવતાં ઝરણાંથી બનેલું,તે અત્યંત રળિયામણું સરોવર ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલું હતું.તે તે સુવર્ણનાં કમળોથી ભરપૂર અને દિવ્ય હતું.તેમાં જાતજાતનાં પક્ષીઓનાં ગુંજન થતાં સંભળાતા હતા.ત્યાં સુંદર ઓવારાઓ હતા,ત્યાં કાદવ નહોતો ને તેનું પાણી સ્વચ્છ ને નિર્મલ હતું.

ભીમે તે અમૃત જેવું મીઠું ને શીતલ જળનું પુષ્કળ પાન કર્યું.

Mar 3, 2024

નાદ-બ્રહ્મ-By અનિલ શુક્લ

 

ઝણકી ઉઠ્યા તાર વીણાના,ને સૂર-તાન પણ સૂરમય થયા,

દૂરથી થયો બંસીનાદ ને હૃદયેથી પણ નાદ-બ્રહ્મ વાગી રહ્યો.


વધી છે વિરહની વ્યાકુળતા ગોપીની,ભલે કાન્હો હૃદયે વસે,

નથી હોશ તનનો,છે-બેહોશી,તો કાન્હો કાનમાં આવી હસે !


દોડી હતી ગોપી,રમવા જે રાસ અને સુણવા બંસી નાદને,

તન થયાં એક,તો હૈયે જ રાસ અને નાદ દિલમાં જ બજે.


અનિલ 

સપ્ટેબર-૨૪-૨૦૨૦



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-444

 

અધ્યાય-૧૫૨-ભીમે સૌગન્ધિક વન દીઠું


 II वैशंपायन उवाच II गते तस्मिन् हरिवरे भीमोSपि बलिनां वरः I तेन मार्गेण विपुलं व्यचरद गन्धमादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-હનુમાનના અંતર્ધાન થયા પછી,તે મહાબળવાન ભીમે તેમણે બતાવેલા માર્ગ પર જવા લાગ્યો.

હનુમાનનું સ્વરૂપ,ને તેમનું માહાત્મ્ય ને તેમનો પ્રભાવ એ બધું મનમાં સંભારતો તે આગળ ચાલ્યો.

સૌગન્ધિક વન જોવાની ઈચ્છાથી તે જતી હતો ત્યારે તેણે રસ્તામાં રમ્ય વનો,ઉપવનો,સરોવરો ને સરિતાઓ  જોઈ.રસ્તામાં તેને મદમસ્ત હાથીઓના ઝુંડો,જોયાં ને વાઘો આદિથી સેવાયેલા તે પર્વતમાં ગયો.

Mar 2, 2024

સસ્તી સલાહ-By અનિલ શુક્લ

 

નર કપડાની ચિંતા કરે નરક પડવાની નહિ 

દુઃખ આવી મળવાની ચિંતા કરે મરવાની નહિ. 


કોઈ મરે તો ચિંતા કરે- પોતાના મરવાની નહિ

સ્મસાનમાં વૈરાગ્યની વાતો,પણ સંસારમાં નહિ


ટીલાં-ટપકાં કરી,ભક્તિની વાતો કરે આ સંસારમાં,

ભક્તિ શું વધી ગઈ છે કે શું ? એની ખબર પડે નહિ.


માગ્યા વગર દીધી છે,તો મને ય મન થાય છે,આપું,

સસ્તી એ સલાહને કોઈ માંગે ત્યાં સુધી દેશો  નહિ.


અનિલ 

૧૯,ઓક્ટોબર-૨૦૨૦



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com