અધ્યાય-૨૫૭-અર્જુનના વધ માટે કર્ણની પ્રતિજ્ઞા
II वैशंपायन उवाच II प्रविशंतं महाराज सुतास्तुष्टुवुरच्युतम् I जनाश्वापि महेष्वासं सुष्टुवु राजसत्तम II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,જયારે મહાધનુર્ધારી અને અચલિત વૈર્યવાળા દુર્યોધને નગરમાં પ્રવેશ કર્યો ત્યારે સ્નેહીઓએ તેની સ્તુતિ કરી.અને કહ્યું કે-'હે રાજા,સદ્ભાગ્ય છે કે તમારી આ યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થયો.
આ યજ્ઞ તો સર્વ યજ્ઞોને આંટી જાય એવો થયો છે.યયાતિ,નહુષ,માંધાતા અને ભરત એ સર્વે પવિત્ર થઈને સ્વર્ગે ગયા છે' સ્નેહીઓની શુભ વાણી સાંભળતા દુર્યોધન આનંદ પૂર્વક મહેલમાં પ્રવેશીને સર્વ વડીલોને વંદન કર્યા.




