Dec 2, 2012

રામાયણ-૫૮

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ નું એક એક પાત્ર –આદર્શ છે.
રામ-જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી,કૌશલ્યા જેવી માતા થઇ નથી.
રામ જેવા પતિ નથી,સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઇ નથી,કે-ભરત જેવો ભાઈ થયો નથી.
વશિષ્ઠ જેવો ગુરૂ થયો નથી,અને રાવણ જેવો શત્રુ થયો નથી.

ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,પુત્રપ્રેમ,ભ્રાતૃપ્રેમ ,પતિપ્રેમ,પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-
તે રામાયણ માં બતાવ્યું છે.

રામાયણ એ શ્રીરામજી નું નામસ્વરૂપ છે.રામાયણ નો એક એક કાંડ-એ એક એક રામજી નું અંગ છે.

બાલકાંડ એ ચરણ છે,અયોધ્યાકાંડ એ ઉદર (પેટ) છે, અરણ્યકાંડ એ સાથળ છે,
કિષ્કિંધાકાંડ એ હૃદય છે,સુંદરકાંડ એ કંઠ છે.લંકાકાંડ એ મુખ છે,ઉત્તરકાંડ એ રામજી નું મસ્તક છે.

રામાયણ –કે જે-રામજી નું નામ સ્વરૂપ છે,તે જીવમાત્ર નો ઉદ્ધાર કરે છે.
રામજી જયારે પ્રત્યક્ષ પૃથ્વી પર વિરાજતા હોય –ત્યારે અમુક જીવો નો ઉદ્ધાર કરે છે,
પણ જયારે તેઓ પ્રત્યક્ષ વિરાજતા ના હોય ત્યારે,રામાયણ (નામ સ્વરૂપ) અનેક જીવો નો ઉદ્ધાર કરે છે.
તેથી રામ કરતાં પણ રામાયણ શ્રેષ્ઠ છે –એમ મહાત્માઓ કહે છે.

રામચરિત્ર માર્ગદર્શક છે. રામાયણ માંથી પ્રત્યેક મનુષ્ય ને બોધ મળે છે.
પોતાનું મન કેવું છે? તે જાણવું હોય તો રામાયણ વાંચવું જોઈએ.

જેનો ઘણો સમય નિંદ્રા ને આળસ માં જાય તો-તે કુંભકર્ણ છે,
પરસ્ત્રી નું કામ-ભાવ થી ચિંતન કરે તે-રાવણ છે,
રાવણ કામ છે,કામ રડાવે છે,દુઃખ આપનાર છે,
રડાવે તે રાવણ અને પરમાનંદ માં રમાડે તે રામ.

રામાયણ ની સાત કાંડ ની કથા –આમ સંક્ષેપ માં કહી.

હવે તેનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ.  

રામાયણ ના સાત કાંડ એ મનુષ્ય ની ઉન્નતિ નાં સાત પગથિયા છે.

એકનાથ મહારાજ કહે છે-કે-એક પછી એક કાંડ નાં નામ મુકવામાં રહસ્ય છે.
પહેલો કાંડ-બાલ કાંડ છે.
બાળક જેવા નિર્દોષ થાઓ તો રામ ને ગમો.બાળક પ્રભુ ને પ્રિય લાગે છે-કારણ કે બાળક નિરાભિમાન હોય છે. બાળક ની-મન ,વાણી અને ક્રિયા –એક હોય છે. બાળક માં છળકપટ હોતું નથી.
વિદ્યા વધે,પૈસો વધે,પ્રતિષ્ઠા વધે-તો પણ બાળક જેવું હૃદય રાખવાનું.

બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. બાલકાંડ આપણ ને નિર્દોષ થવાનો બોધ આપે છે.
બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર –જે થાય તેને રામ મળે.

દોષ મનુષ્ય ની આંખ માંથી આવે છે. તેથી દૃષ્ટિ પર અંકુશ રાખવાથી જીવન નિર્દોષ બને છે.
દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. સૃષ્ટિ માં સુખ-દુઃખ નથી, સુખ દુઃખ દૃષ્ટિ માં છે.
તેથી જ શંકરાચાર્ય-સંસાર ને અનિર્વચનીય (જેનું વર્ણન ના થઇ શકે તેવો) માને છે.

જીવન માં બાળક જેવી સરળતા આવે છે,સંયમથી.
જીવ માન-અપમાન ભૂલી જાય તો સરળતા આવે છે.
જેનું મન બાળક જેવું થાય તો તન અયોધ્યા જેવું થાય છે. કે જ્યાં-યુદ્ધ નથી,કલહ નથી,વેર નથી.
તેવી કલહ વગર કાયા (તન) તે અયોધ્યા છે-એટલે બાલકાંડ –પછી આવે છે અયોધ્યા કાંડ.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૫૭

      PREVIOUS PAGE
     NEXT PAGE


લવ-કુશ ,અયોધ્યા માં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને મા સીતાજીને બધી વાત કરે છે.
અને પૂછે –છે-કે- મા,યજ્ઞમાં -રાજા રામ ની પાસે તારા જેવી જ સોના ની મૂર્તિ હતી.
મા, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે ?

માતાજી એ આ સાંભળ્યું, અને તેમને ખાતરી થઇ કે-“મારા રામજી એ મારો ત્યાગ કર્યો નથી,મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે ? કલંક દૂર કરવા માટે –તેમણે મારો ત્યાગ કર્યો છે,મન થી નહિ.”

જાનકી જી (સીતાજી)એ જીવન માં ઓછાં દુઃખો સહન નથી કર્યા.
આવાં સીતાજી ની માતા કોણ થઇ શકે ?
રામજી જેવા પુરુષ ને જન્મ આપનાર કૌશલ્ય જેવાં માતા હતા,કે-જેમની કુખે થી રામજી નો જન્મ થયો.
ત્યારે જાનકીજી ને જન્મ આપી શકે તેવી કોઈ સ્ત્રી મળી નહિ.એટલે સ્વયં પૃથ્વી જ તેમનાં માતા થયાં.
અને અંતે પૃથ્વીએ જ સીતાજી ને પોતાના માં સમાવી લીધાં.

નૈમિષારણ્ય માં જાનકી કુંડ છે-સીતાજી એ ધરતી માં ત્યાં પ્રવેશ કર્યો છે.
રામજી નો છેલ્લો યજ્ઞ પણ ત્યાં જ થયો છે.
દરબારમાં વાલ્મીકિ નું ભાષણ થયું છે.
“આ અયોધ્યા ના તમે લોકો કેવા છો ? રામરાજ્ય માં પ્રજા સુખી થઈ છે,રામજીના રાજ્ય માં તમને જે સુખ મળ્યું છે-તેવું સુખ સ્વર્ગના દેવો ને પણ મળતું નથી.
રામજી તરફથી તમને આટલું સુખ મળે છે-પણ તમે કોઈએ રામજી ના સુખ નો કોઈ દિવસ વિચાર કર્યો છે?
એકલા રામ સિંહાસન પર વિરાજે છે-તે તમને કેમ ગમે છે? સીતાજી વનવાસ ભોગવે –એ સારું છે ?
હું કહું છું-કે સીતાજી મહાન પતિવ્રતા છે-સીતાજી જો મહાન પતિવ્રતા ના હોય-તો હું નર્ક માં પડીશ.”

વાલ્મીકિ એ રામજી ને પણ ઠપકો આપ્યો છે.
”તમારું બધું સારું છે-પણ તમે સીતાજી નો ત્યાગ કર્યો તે યોગ્ય નથી”
રામજીએ કહ્યું-કે હું જાણું છું કે સીતાજી નિર્દોષ છે,તેમણે અગ્નિ પરીક્ષા આપી હતી તે વાત ની અયોધ્યા ના લોકો ને ખબર નથી,હું ઈચ્છું છું કે તે દરબારમાં આવી ને તેમનો પ્રભાવ બતાવે”

વાલ્મીકિ આશ્રમ માં આવ્યા ને સીતાજી ને પૂછ્યું-કે-બેટા,તુ દરબારમાં આવીશ ?
સીતાજી એ કહ્યું-કે-પતિદેવ ની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે,તેમની ઈચ્છા તે મારી ઈચ્છા.
વાલ્મીકિ એ કહ્યું-બેટા તુ ચિંતા ના કર,હું તારી સાથે રહેવાનો છું.

દિવસ નક્કી થયો,સીતાજી દરબારમાં પધારવાનાં છે,તેથી મોટો દરબાર ભરાયો છે.સર્વ લોકો ત્યાં હાજર થયા છે.લવ-કુશ આગિયાર વર્ષના થયા છે,તે સીતાજી ની પાછળ પાછળ ચાલે છે.

માતાજી એ જગત ને બે હાથ જોડી વંદન કર્યા છે,કોઈ ને નજર આપી નથી,નજર ધરતી પર છે.
રામવિરહ માં અનાજ લીધું નથી,શરીર દુર્બળ થયું છે.સીતાજી ની દશા જોઈ બધાં રડવા લાગ્યાં છે.

રામજી ને વંદન કરી,સીતાજી એ કહ્યું-કે-
“મેં મન,વચન. કર્મ થી,પતિવ્રતા ધર્મ નું પાલન કર્યું હોય,રામજી એ મારો ત્યાગ કર્યો,તેમ છતાં –પણ મારા મનમાં તેમના પ્રત્યે જો મને જરાય કુભાવ –ના-આવ્યો હોય તો-
હે ધરતી માતા મને તમારામાં સમાવી લો.”

તે જ સમયે ધરતી ફાટી છે,સુવર્ણ નું સિંહાસન તેમાંથી બહાર આવ્યું છે,સાક્ષાત ભુ-દેવીએ સીતાજી ને ઉઠાવી
સિંહાસન ઉપર પધરાવ્યાં છે. લવ-કુશ દોડતા આવ્યા છે-તેમને આશીર્વાદ આપ્યા છે,અને કહે છે-કે-
શ્રી રામ તમારા પિતા છે-તમારા પિતાની તમે સેવા કરજો.

સુવર્ણ સિંહાસન પર વિરાજેલાં સીતાજી અદૃશ્ય થયાં છે. રામજી ને અતિશય દુઃખ થયું છે.

મહાપુરુષો એ તેથી ત્યાં સુધી કહ્યું છે-કે-હે,સીતે,હે દેવી,મા,તુ જગતમાં આવી શા માટે ?
આ જગત તારે માટે-લાયક નહોતું.

રામાયણ ની કથા કરુણ રસ પ્રધાન છે.બાલકાંડ વગર બીજા બધા કાંડો માં રુદન છે.
રામાયણ બનાવી વાલ્મીકિ વિચારવા લાગ્યા કે-આમાં સઘળે કરુણ રસ છે.
તેથી પાછળ થી તેઓએ “આનંદ રામાયણ” ની રચના કરી, અને તેમાં શોકપૂર્ણ પ્રસંગો નું વર્ણન ન કર્યું.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૫૬

      PREVIOUS PAGE
     NEXT PAGE


ખરેખર જોઈએ તો-રામજી એ સીતાજી નો ત્યાગ કર્યો નથી,રામજી સીતાજી નો ત્યાગ કરી શકે જ નહિ.
પણ રાજાએ ,પ્રજા ને રાજી રાખવા પોતાની રાણી નો ત્યાગ કર્યો છે,એનો તે પુરાવો છે.

સીતાજી નો ત્યાગ કર્યો તે ઘણા લોકો ને ગમ્યું નહિ,પણ સીતારામજી ના દુઃખ નો કોઈએ વિચાર કર્યો નથી.
રામજી સિંહાસન પર એકલા વિરાજે છે.સીતાજી આશ્રમ માં એકલાં વિરાજે છે.
કોઈએ એમ કહ્યું નથી કે સીતાજી ને પધરાવો નહિ તો હું પ્રાણ ત્યાગ કરીશ.
ફક્ત એક વશિષ્ઠજીએ વિરોધ કર્યો છે. પણ રામજી એ કહ્યું-કે મને આ બાબતે માં કંઈ કહેશો નહિ.

યજ્ઞ કરવાનો વિચાર આવ્યો,ત્યારે વશિષ્ઠે કહ્યું કે –એકલો પુરુષ યજ્ઞ કરી શકે નહિ,પતિ પત્નીને સાથે બેસવું પડે છે.તમે સીતાજી ને બોલાવો.
રામજી કહે છે-કે-મેં જે કર્યું છે તે યોગ્ય કર્યું છે,સીતાજી ને હું નહિ બોલાવું.
ત્યારે વસિષ્ઠે કહ્યું કે-પત્ની વગર યજ્ઞ થાય નહિ,તમે બીજું લગ્ન કરો.
ત્યારે રામજી એ ના પાડી છે-કહ્યું,-ગુરુજી,સીતા સિવાય ની બધી સ્ત્રીઓ મારે માટે મા છે.
રામજીએ યુક્તિ કરી છે,સીતાની સુવર્ણ ની મૂર્તિ બનાવી છે,અને જયારે યજ્ઞ કરવા બેસે છે-
ત્યારે આ મૂર્તિ ને સાથે રાખે છે.

યજ્ઞ ની વાલ્મીકિ ને ખબર પડી.લવ-કુશ ને લઇ ત્યાં આવ્યા છે. યજ્ઞ માં વિશ્રાંતિ ને સમયે-
લવ-કુશ રામાયણ ની કથા કરે છે. રામજી ને ખબર પડી છે,લવ-કુશ ને દરબારમાં બોલાવ્યા.
રામાયણ  ના પ્રધાન વક્તા લવ-કુશ છે,રામાયણ ની પહેલી કથા ત્યાં થઇ છે.

લવ-કુશ રામાયણ ની કથા કરે છે અને રામજી સાંભળે છે.રોજ વીસ સર્ગ ની કથા કરે છે.
ચોવીસ દિવસની કથા ચાલી છે.મહાન પતિવ્રતા સ્ત્રી ની કથા છે. લવ-કુશ કથા કરે છે અને રામજી નીચે બેસીને કથા સાંભળે છે. શ્રોતાએ વક્તા થી ઉંચે બેસાય નહિ,તેથી રામજી નીચે બેસે છે.
આવું છે રામજી નું મર્યાદા પાલન.

રામજી કહે છે-કે-આ બાળકો ને જોતાં મને આનંદ થાય છે,મારે તેમનું સન્માન કરવું છે.
વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે. રામજી એ બાળકો ને કહ્યું-કે આ ભેટ નો સ્વીકાર કરો.
લવ-કુશે ના પાડી છે,કહે છે-અમારા ગુરુજી ની આજ્ઞા છે કે-અમે વનવાસી,અમે કંદમૂળ ખાનારા,અને
તપસ્વી જીવન ગાળનારા છીએ,કથા કરવાની પણ કશું લેવાનું નહિ.

લક્ષ્મણજી એ કહ્યું-કે તમારી કથામાં રામજી ને આનંદ થાય છે-તમારો પરિચય આપો.
લવ-કુશે કહ્યું-કે-અમે વાલ્મીકિ મુનિ ના શિષ્યો છીએ.
લક્ષ્મણજી કહે છે-કે-તે તો રામજી જાણે જ છે,તમારા માત-પિતા કોણ છે?તે તો કહો.
લવ-કુશે કહ્યું-આ પ્રશ્ન તો  ધર્મ ની -મર્યાદાની વિરુદ્ધ નો છે.
જે બ્રહ્મચારી છે-ઘર છોડી ને ગુરુકુળ માં રહ્યો છે,તેના ઘરનો પરિચય પરિચય પુછાય નહિ.
જેણે ઘરનો ત્યાગ કર્યો છે,તેને ઘરનું કોઈ સ્મરણ કરાવે તો તેને પાપ લાગે છે.
બ્રહ્મચારી ને તેનાં માતપિતા કોણ છે ? તે પુછાય નહિ.અમે વાલ્મીકિ ના શિષ્યો છીએ.

લવ-કુશે રાજ્યાભિષેક સુધી ની વાત કહી. રામજી એ કહ્યું કે મને આગળ ની કથા સાંભળવાની ઈચ્છા છે.
લવ-કુશે કહ્યું કે –અમારા ગુરુજી ની આજ્ઞા છે-કે રામ કથા રાજ્યાભિષેક સુધી ની જ કરવી,.
આગળ ની કથા કરવી નહિ.

રામ કથા રાજ્યાભિષેક સુધી ની જ થાય છે, તે પછી ની કથા કરવા જેવી નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૫૫

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામજી બહુ ઓછું બોલે છે,રામજીએ જગતને બોધ વ્યાખ્યાન થી આપ્યો નથી,વર્તનથી આપ્યો છે.

રામજી એ લક્ષ્મણ ને આજ્ઞા કરી છે-સીતાજી ને કોઈ ઘોર જંગલ માં મૂકી આવ.
લક્ષ્મણજી એ ના પાડી છે.તેમનો સીતાજી માં માતૃ ભાવ છે.
રામજીએ કહ્યું-કે લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે.

સેવા ધર્મ અતિ કઠણ છે.સેવા કરી માલિક ને સદા પ્રસન્ન રાખવા અઘરા છે.યોગી થવું કે જ્ઞાની થવું સહેલું છે.પણ સેવક બનવું અતિ કઠિન છે. સેવક ને નિરપેક્ષ (અપેક્ષા વિનાના) બનવું પડે છે.પોતાન સુખ ને મારવું પડે છે.સેવક ને હંમેશાં સેવ્ય (જેનીસેવા કરવાની છે તે) ના સુખ નો જ વિચાર કરવો પડે છે.
માલિક ની ઈચ્છા તે મારી ઈચ્છા.

મોટાભાઈ એ આજ્ઞા કરી છે.ઋષિમુનિઓના ના દર્શન કરાવવાના બહાને –લક્ષ્મણ જી સીતાજી ને ઘોર જંગલ માં લાવ્યા. લક્ષ્મણ જી થી આ સહન થતું નથી.   લક્ષ્મણ જી વીર છે-પણ બાળક ની જેમ રડે છે.
વિચારે છે-કે માતાજી ને કેમ કરી કહું કે –રામજી એ તમારો ત્યાગ કર્યો છે.

સીતાજી પૂછે છે-કે-લક્ષ્મણ તુ કેમ રડે છે ? ઘોર જંગલ માં લક્ષ્મણજી સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે-કે-
માતાજી મને કહેતાં દુઃખ થાય છે-પણ લોકોપવાદ ના કારણે- રામજી એ તમારો ત્યાગ કર્યો છે.
અને મને કહ્યું છે-કે-સીતાજી ને જંગલ માં છોડી આવ. મારે આ કામ કરવું નહતું,આ કામ કરવાની મારી
ઈચ્છા પણ નહોતી,પણ હું શું કરું માલિક ની આજ્ઞા છે.

સીતાજી ધીરજ રાખી બોલ્યાં છે-મારા પતિદેવે જે કર્યું તે યોગ્ય છે,પતિની આજ્ઞા નું પાલન કરવું તે મારો ધર્મ છે. તેમનો મારા પર કેવો પ્રેમ છે તે હું જાણું છું,આ તો તેમણે લીલા કરી છે. લક્ષ્મણ તુ ચિંતા કર નહિ.
મારો ત્યાગ કર્યો તેનુ મને દુઃખ નથી, પણ તેઓ મારા સિવાય કોઈ સ્ત્રી સામું જોતાં નથી કે અડકતા પણ નથી, તો એમની સેવા કોણ કરશે તેનું મને દુઃખ થાય છે.

મને ચિંતા એ જ છે કે-ઋષિમુનિઓ મને પૂછશે કે પતિએ તારો ત્યાગ કેમ કર્યો? ત્યારે તેઓને હું શું જવાબ આપીશ ? પતિના ત્યાગ કર્યા પછી મારે જીવી ને શું કરવું છે ?પણ મારે આત્મહત્યા કરવી નથી,
મારા પેટમાં મારા પતિદેવ નું ચૈતન્ય છે, લક્ષ્મણ, મારું જીવન દુઃખ સહન કરવા માટે છે,રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી,પણ તે દુઃખ હું સહન કરીશ.
રામજી ભલે મારો ત્યાગ કરે પણ સીતાજી ને રામ માટે એટલો જ પ્રેમ છે.

લક્ષ્મણજી એ કહ્યું કે –તમારાં પિતા જનકરાજા ના મિત્ર વાલ્મીકિ નો આશ્રમ બાજુમાં જ છે,ત્યાં તમે જાવ.
લક્ષ્મણજી ત્યાં થી ગયા છે.
રામ વિયોગ માં સીતાજી વ્યાકુળ થઇ રડે છે.વાલ્મીકિ ના શિષ્યોએ તે રુદન સાંભળ્યું અને વાલ્મીકિ ને જઈ વાત કરી.વાલ્મીકિ ત્યાં આવ્યા છે,સીતાજી ને ઓળખી લીધાં,અને સીતાજી ને સમજાવી આશ્રમ માં લાવ્યા.

ચક્રવર્તી રાજા રામ ના પુત્રો નો જન્મ વાલ્મીકિ ના આશ્રમ માં થયો છે.
પુત્રોનાં નામ રાખ્યાં છે –લવ અને કુશ.

ભાગવતની રચના ગંગા કિનારે અને રામાયણ ની રચના વાલ્મીકિ નો આશ્રમ કે જે તમસા નદીને કિનારે છે ત્યાં થઇ છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૫૪

      PREVIOUS PAGE
     NEXT PAGE


સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી,
વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય.
અપકાર નો બદલો ઉપકારથી આપે તે સંત. અપમાન નો બદલો માનથી આપે તે સંત.
ચારિત્ર્ય એ જ સંતો નું ભૂષણ છે. શ્રેષ્ઠ પુરુષો નો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-
અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે.
કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.

એક પારધી જંગલ માં ગયો.ત્યાં પારધી પાછળ એક વાઘ પડ્યો,જીવ બચાવવા પારધી ઝાડ પર ચડી ગયો.
પારધી એ ઉપર જોયું તો ઉપરની ડાળ પર એક રીંછ બેઠું હતું.
નીચેથી વાઘ,રીંછ સાથે પશુ ની ભાષામાં વાત કરે છે,માનવ તારો શત્રુ છે,તને એ કોઈ દિવસ મારી નાખશે,
તેને ધક્કો મારી નીચે પાડ.
રીંછ કહે છે-કે આ માનવ મારા નિવાસસ્થાન પર આવ્યો છે,તેથી એક પ્રકારે મારી શરણ માં આવ્યો છે,તેને નીચે પાડું તો –ધર્મ નો ભંગ થાય.હું તેને ધક્કો નહિ મારું.
મોડી રાત્રે રીંછ ને નિંદ્રા આવી છે. હવે વાઘે માનવ ને કહ્યું-કે-આ રીંછ ભયંકર છે તે-તને ખાઈ જશે.
તુ રીંછ ને ધક્કો માર તો હું તેને ખાઈ જઈશ અને તુ નિર્ભય બનીશ.
માનવ કૃતઘ્ની હતો,,તેને ઊંઘતા રીંછ ને ધક્કો માર્યો, પરંતુ પરમાત્મા જેનું રક્ષણ કરે તેને કોણ મારી શકે છે? રીંછ નિંદ્રા માંથી પડ્યો પણ પ્રભુનું કરવું એવું કે એક ડાળી તેના હાથ માં આવી ગઈ અને રીંછ નીચે
પડ્યું નહિ. વાઘ હવે રીંછ ને કહે છે-કે-તેં જેનું રક્ષણ કર્યું-તેને તારી સાથે કપટ કર્યું,તુ હજુ સમજતો નથી?
તુ હજુ તેં પર વિશ્વાસ કરે છે?તુ એને ધક્કો માર.
રીંછે તે વખતે પણ ના પાડી છે.”એ ભલે તેનો ધર્મ છોડે પણ મારે મારો ધર્મ છોડવો નથી”

એક સાધારણ પશુ પણ ધર્મ નું પાલન કરે છે.
મનુષ્ય જો સ્વ-ધર્મ નું પાલન ના કરે તો તે પશુ થી પણ અધમ છે.

સીતાજી કહે છે-કે-તુ તારો ધર્મ છોડવા કેમ તૈયાર થાય છે ? વળી રાક્ષસીઓ નો કોઈ દોષ નથી,તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. તેઓ રાવણ ની આજ્ઞા માં હતી.
આ દુઃખ મારા કર્મ નું ફળ છે.મેં લક્ષ્મણજી નું વિના કારણ અપમાન કર્યું હતું,તેનું આ ફળ છે.  
ઘણા દિવસ હું રાક્ષસીઓ સાથે રહી.અયોધ્યા જતાં પહેલાં રાક્ષસીઓ જે વરદાન માગશે તે હું આપીશ.
બેટા,તુ માગે છે-તેવો આશીર્વાદ હું તને નહિ આપું.

હનુમાનજી કહે છે-મા,હું સાચું કહું છું,આવી દયા તો મેં રામજી માં પણ જોઈ નથી. જયારે રામજી –રાક્ષસો ને
મારે છે-ત્યારે તે દયા ને દૂર બેસવા કહે છે.મા.તમારાં સિવાય આવી દયા કોઈ બતાવી શકે નહિ.

જે રાક્ષસીઓ સીતાજી ને ત્રાસ આપ્યો છે,તે રાક્ષસીઓ માટે પણ સીતાજી ના હૃદય માં દયા છે.તેમને વરદાન આપ્યું છે. સીતાજી પ્રેમ ની –દયાની-મૂર્તિ છે.

રામાયણ માં લખ્યું છે,કે-રામજી ને કોઈ વાર ક્રોધ આવ્યો છે,રાક્ષસો સાથે યુદ્ધ કરતાં કોઈ વખત તેમની આંખ લાલ થઇ છે.પણ જીવન માં સીતાજી ને કોઈ વખત ક્રોધ આવ્યો નથી. તેમને દુનિયા માં સર્વ જીવો ની દયા આવે છે. માતાજી ના ગુણો જો યાદ કરીએ તો ઘણી વખત રામ કરતાં પણ સીતાજી શ્રેષ્ઠ જણાય છે.

સીતાજી ના સ્મરણ માત્ર થી હૃદય પવિત્ર થાય છે,તેમણે અગ્નિપરીક્ષા આપેલી,દેવોએ પણ કહ્યું કે-
સીતાજી મહાન પતિવ્રતા છે.છતાં એક અધમ ધોબીએ સીતાજી ની નિંદા કરી.
પ્રભુ એ લક્ષ્મણ ને કહ્યું કે-અયોધ્યા ના લોકો મારા માટે-સીતાજી ને માટે ગમે તે કહે છે,મારા પર કલંક આવ્યું છે.મારી પ્રજા ને મારા વર્તન માં શંકા હોય તો મારે સીતાજી નો ત્યાગ કરવો છે.
રાજાની ગાદી રાણી ને રાજી કરવા માટે નહિ પણ પ્રજાને રાજી કરવા માટે છે.
હું સીતાજી નો ત્યાગ કરું તો આ પ્રજા સુખી થશે, ભલે અમે બંને દુઃખી થઈશું પણ પ્રજા સુખી થશે.
મારે જગત ને બોધ આપવો છે,કે રાજાનું વર્તન કેવું હોવું જોઈએ.

      PREVIOUS PAGE
     NEXT PAGE


રામાયણ-૫૩

      PREVIOUS PAGE
     NEXT PAGE


સીતાજી દોડતાં ,કૌશલ્યા પાસે ગયાં છે.
કહ્યું-કે એમની આંખ ઉઘાડી,મોઢું ઉઘાડું,હાંફતા હોય તેવું દેખાય છે,કંઈ બોલતા નથી અને સૂતા પણ નથી.
કૌશલ્યા કહે છે-કે-કોઈ રાક્ષસ ની નજર તો લાગી નથી ને ? વશિષ્ઠ જી ને બોલાવ્યા.

વશિષ્ઠ જી સમજી ગયા છે,આજે ભગવાન ના કોઈ લાડીલા ભક્ત નો અપરાધ થયો હશે.
ભક્ત નું અપમાન થાય કે ભક્ત દુઃખી થાય તો ભગવાન ને નિંદ્રા આવતી નથી.
વશિષ્ઠ જી એ પૂછ્યું-કે આજે કંઈ ગરબડ તો નથી થઇ ને ?

સીતાજી કહે છે-કે-હનુમાનજી માટે કોઈ સેવા રાખી નહિ,તેથી આમ બન્યું હોય.હનુમાનજી ની સેવા ગઈ-
ત્યારથી તેમણે ભોજન પણ બરાબર કર્યું નથી.
અને હનુમાનજી ને ચપટી વગાડવાની સેવા આપી છે-તેનો આખો પ્રસંગ વર્ણવી બતાવ્યો.

બધા રાજમહેલ માં આવ્યા છે.હનુમાનજી રાજમહેલ ની અગાસી માં ચપટી વગાડતાં રામનામનો જપ
કરતાં નાચી રહ્યા છે.
વશિષ્ઠ જીએ કહ્યું-કે મહારાજ કિર્તન ભલે કરો પણ ચપટી વગાડશો નહિ,ચપટી વગાડશો તો –
રામજી ને બગાસું આવશે. ચપટી બંધ થઇ અને રામજી નાં બગાસાં બંધ થયાં.

આખું જગત રામજી ને આધીન છે-અને રામજી –હનુમાનજી (ભક્ત) ને આધીન છે.

હનુમાનજી કહે છે-કે-
“દેહ (શરીર) બુદ્ધિ થી હું રામજીનો દાસ છું,
જીવ (આત્મા)-બુદ્ધિ થી –હું રામજી નો અંશ છું,અને
આત્મ-દૃષ્ટિ થી વિચાર કરો-તો હું અને મારા પ્રભુ એક જ છીએ.
મારામાં અને રામ માં ભેદ (ફરક) નથી.”

ભક્ત અને ભગવાન એક જ છે. “બ્રહ્મ”ને જાણનારો –“બ્રહ્મ” થી અલગ રહી શકતો નથી.

રામાયણ નું એક એક પાત્ર અતિ દિવ્ય છે. ભરત જેવો ભાઈ થયો નથી,સીતા જેવી સ્ત્રી થઇ નથી.
સીતાજી ની સરળતા,ઉદારતા,દયાળુતા,પતિવ્રતાપણું –અદભૂત છે.

અરણ્યકાંડ માં જયંત ની કથા આવે છે.ઇન્દ્રપુત્ર –જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો છે.માતાજીના પગ માં ચાંચ મારી.પગ માંથી લોહી નીકળવા લાગ્યું. રામજી જયંત ને સજા કરવા તૈયાર થયા છે,
પણ સીતાજી રામજી ને વારે છે. અપરાધી પર સીતાજી દયા બતાવે છે.

વાલ્મીકિ રામાયણ માં એક પ્રસંગ આવે છે. રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું છે,હનુમાનજી અશોકવનમાં
સીતાજી પાસે આવ્યા છે,અને કહે છે-કે-મા,તમારા આશીર્વાદ થી આપણી જીત થઇ છે,સર્વ રાક્ષસો નો વિનાશ થયો છે.રામજી નો વિજય થયો છે,તમારો દાસ હવે તમને રામ દર્શન કરાવશે.
સીતાજી ને અતિ આનંદ થયો છે.હનુમાનજી ને અનેક આશીર્વાદ આપ્યા છે.
“મોટા મોટા સાધુસંતો તને ગુરૂ માની તારી પૂજા કરશે,અષ્ટસિદ્ધિઓ હાથ જોડી તારી સેવામાં ઉભી રહેશે.
મારો આશીર્વાદ છે-કે-કાળ પણ તને મારી શકશે નહિ.”

હનુમાનજી ને આશીર્વાદ થી સંતોષ થયો નથી.કહે છે-કે-મને એક આશીર્વાદ માંગવાની ઈચ્છા છે.
સીતાજી કહે છે-કે માગ તુ જે માગે તે હું આપીશ.
હનુમાનજી કહે છે-કે-રામજી નો સંદેશો લઇ પહેલીવાર જયારે હું આવ્યો હતો,ત્યારે મેં મારી નજરે જોયું હતું કે-આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી. રાક્ષસો નો તો પ્રભુ એ વિનાશ કર્યો છે,પણ તમે
આજ્ઞા આપો તો એક એક રાક્ષસીઓ નો વિનાશ કરું.એવા મને આશીર્વાદ આપો.

      PREVIOUS PAGE
     NEXT PAGE