Jan 1, 2013
શાંતિ
વર્ષો પહેલાં સાંભળેલો એક પ્રચલિત જોક છે.
એક ભાઈ (મગન)જંગલમાં વડના ઝાડ નીચે આરામથી માથે હાથ દઈ ને સૂઈ રહ્યા છે.
બીજા ભાઈ (છગન) આવી ને કહે છે કે-સૂઈ શું રહ્યા છો? જે સૂવે તેનું નસીબ સુતું.ઉભા થાવ.
મગન: પછી?
છગન: જંગલ માંથી લાકડાં કાપી ને ભારી બનાવો,શહેરમાં જઈ વેચો,દશ રૂપિયા મળશે.
મગન : પછી?
છગન: સાઈકલ લાવો,તેના પર દશ ભારી બનાવી લઇ જાવો,સો રૂપિયા મળશે.
મગન: પછી ?
છગન: રીક્ષા લાવો,તેમાં સો ભારી જશે, હજાર રૂપિયા મળશે.
મગન: પછી?
છગન: એક ખટારો લાવો,બે ખટારા,ત્રણ ખટારા ..એમ આગળ વધતા જાઓ.
મગન: પછી?
છગન: એ..ઈ...પછી આરામ થી માથે હાથ દઈ ને સૂઈ રહો.
મગને ગુસ્સે થઇ ને છગન ને એક લાફો ઠોકી દીધો,અને કહે છે-
“કે તે તો હું કરતો હતો,મને શું કામ જગાડ્યો ?”
મહાત્માઓ કહે છે કે-જગતમાં,સંસારમાં પ્રવૃત્તિ જરૂરી છે.પણ એ પ્રવૃત્તિ એટલા બધી વધી
જાય છે કે-પછી,જીવન માંથી શાંતિ હણાઈ જાય છે.
પૈસા થી સુખ-સગવડો મળે છે.પણ શાંતિ મળતી નથી.
જગત આપણી જાત ને તેના જેવું બનાવવાનો પ્રયત્ન કરે છે.
શાસ્ત્રો એ જગત ને એક સ્વપ્ન જેવું કહ્યું છે.
અને જગત ની વાતે આપણી જાત પણ એક સ્વપ્ન જેવી થઇ જાય છે.
“હું કરું છું,હું કરીશ,આમ કરવાથી આમ થાય અને આમ થશે" એ પણ એક સ્વપ્ન બની જાય છે.
શાંત પાણી માં પથ્થર નાખવાથી વમળો બને છે તેમ શાંત મનમાં જગત પથરા નાખે છે.
અને શાંતિ પણ એક દૂર ની વાત-સ્વપ્ન બની જાય છે.
જગત ને શાંત કરી શકાતું નથી,કોઈ મહાપુરુષો કદાચ થોડો સમય જગતમાં ફેરફાર લાવી શકે.
આપણા જેવા સામાન્ય માનવી ની તો તે ગજા બહાર ની વસ્તુ છે.
આપણી જાત ને તરંગ-વિહીન (શાંત) બનાવી શકાય તો પણ ઘણું!!!!!!
આપણે એક અંગારા જેવા છીએ પણ તેના પર (અજ્ઞાનની) રાખ વળેલી છે.
અને તેથી અંગારા ના અજવાશની -તેની ઉનાશ ની -પ્રતીતિ થતી નથી.
જરૂર છે માત્ર એક ફૂંક ની........
અનિલ
ઓક્ટોબર-૮,૨૦૧૩
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક
બુક ફુલ-સ્ક્રીન થઇ શકે છે,ફુલ સ્ક્રીન માંથી બહાર નીકળવા "ESC" "કી" પ્રેસ કરો.
Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર-૧
જ્ઞાનેશ્વર ના પૂર્વજ પૈઠણ (મહારાષ્ટ્ર) ની નજીક
આવેલા આપેગાંવ ગામના કુલકર્ણી હતા.
તેઓ યજુર્વેદ ની માધ્યંદિની શાખાના દેશસ્થ
બ્રાહ્મણ હતા.
તેમનું ગોત્ર પંચ પ્રવરવાળું “વત્સસ” હતું.
જ્ઞાનેશ્વર ના પૂર્વજ હરિહર પંત,તેમના પુત્ર
રામચંદ્ર પંત,તેમના પુત્ર ગોપાલ પંત,તેમના પુત્ર ત્ર્યંબક પંત.
ત્ર્યંબકપંત ગોરક્ષનાથ ના શિષ્ય હતા તેમની સમાધિ
આપેગાંવ માં છે.
ત્ર્યંબકપંત ના પુત્ર ગોવિંદ પંત ,તેમના પુત્ર
વિઠ્ઠલ પંત અને તેમના પુત્ર –તે જ્ઞાનેશ્વર.
વિઠ્ઠલપંત વૈરાગી હતા,પૈઠણ માં વેદ,કાવ્ય,વ્યાકરણ
નો અભ્યાસ કરી તીર્થાટન કરવા નીકળેલા.
રસ્તામાં આળંદી નામના ગામના કુલકર્ણી સિધોપંત ની
કન્યા રુકિમણી બાઈ સાથે તેમનું લગ્ન થયું.
કેટલોક કાળ વહી ગયા છતાં સંતાનપ્રાપ્તિ નો સંભવ નહિ
જણાયાથી વિઠ્ઠલપંતે,રુકિમણી બાઈ ને કહ્યું-કે-
“મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો.” રુકિમણી બાઈ એ પોતાના
પિતા (સિધોપંત) મારફત કહેવરાવ્યું-કે-
“સંતતિ વગર સન્યાસ લેવો ઉચિત નથી”
ત્યાર પછી એક વખત વિઠ્ઠલપંતે –સિધોપંત (સસરા) ને “ગંગા
માં સ્નાન કરવા જાઉં છું” એમ કહ્યું.
અને “જાઓ” એવો ઉત્તર સાંભળી અનાયાસે આજ્ઞા મળેલી
ગણી કાશી તરફ પ્રયાણ કર્યું.
કાશીમાં રામાનંદ સ્વામી એ તેમને મંત્રદીક્ષા આપી
સંન્યાસ ગ્રહણ કરાવ્યો.અને તે ચૈતન્યાનંદ બન્યા.
રામાનંદ સ્વામી તે વખતે કાશીમાં વિખ્યાત હતા,એમ
કહેવાય છે-કે-કબીર પણ તેમના જ શિષ્ય હતા.
(એમ કહેવાય છે-કે વિઠ્ઠલ પંતે અસત્ય “મારે
સ્ત્રી-પુત્રાદિ નથી” એમ બોલી ને –સંન્યાસ લીધેલો)
વિઠ્ઠલ પંત ના સંન્યાસ ની વાત રુકિમણી ના
જાણવામાં આવતાં તેમને અતિશય દુઃખ થયું.
અને ભગવત્સેવા માં જીવન વિતાવવા લાગી.અને આમ બાર
વર્ષ વીતી ગયાં.
એક વખત રામાનંદ સ્વામી શિષ્યો સહિત રામેશ્વરની
જાત્રાએ નીકળ્યા.
ફરતા ફરતા તે આળંદી માં આવ્યા અને મારુતી ના
મંદિર માં નિવાસ કર્યો.
રુક્મિણી બાઈ રોજ ના નિયમ મુજબ મારુતી નાં દર્શને
આવ્યાં.દેવદર્શન પછી રામાનંદ સ્વામીને જોઈ તેમને પણ વંદન કર્યું. રામાનંદ સ્વામી એ
પણ ભગવતપ્રેરણા અનુસાર “પુત્રવતી ભવ” એવો આશીર્વાદ આપ્યો.
આ આશીર્વચન સાંભળતા જ રુક્મિણી બાઈ ને હસવું
આવ્યું.સ્વામીએ હસવાનું કારણ પૂછ્યું.
રુકિમણી બાઈ એ કહ્યું કે-“પતિએ તો કાશી જઈને સંન્યાસ ગ્રહણ કર્યો છે,તો પછી આપનો આશીર્વાદ શી
રીતે સત્ય થશે ? એવો વિચાર આવવાથી મને હસવું આવ્યું છે”
સ્વામીએ સવિસ્તાર હકીકત પૂછતાં તેમને માલુમ
પડ્યું કે –આ ચૈતન્યાનંદ(વિઠ્ઠલપંત) ની જ પત્ની છે.
સ્વામી ને અતિ દુઃખ થયું અને આળંદી થી જ તેઓ કાશી
પાછા ફર્યા.અને ચૈતન્યાનંદ (વિઠ્ઠલપંત) ને
ગૃહસ્થાશ્રમ માં પાછા ફરવાની આજ્ઞા કરી.
ગુરૂ ની આજ્ઞા અનુસાર વિઠ્ઠલપંતે રુક્મિણી નો
ફરીથી અંગીકાર કરી ગૃહસ્થાશ્રમ માં ફરી પગલાં કર્યા.
વિઠ્ઠલપંત આમ ફરી થી ગૃહસ્થાશ્રમી થયા તેથી લોકો
તેમની નિંદા કરવા લાગ્યા અને તેમને અડચણ કરવા
લાગ્યા.”સન્યાસી થયા પછી ફરીથી ગૃહસ્થાશ્રમી કેમ
થયો?” તે પ્રશ્ન વારંવાર પૂછાવા લાગ્યો.
કોઈ વિઠ્ઠલ પંત ને વિષયલંપટ કહી તેમનો, તો કોઈ
રામાનંદ સ્વામીનો –તો કોઈ રુક્મિણી નો દોષ
કાઢવા લાગ્યા.
લોકો ની નિંદા અને બ્રાહ્મણો તેમજ આપ્તજનો એ
તેમનો ત્યાગ કર્યો એટલે વિઠ્ઠલપંત જંગલ માં ઝૂંપડી બનાવી,ભગવત સ્મરણ માં જીવન
જીવવા લાગ્યા.ધીમે ધીમે તેમને ભિક્ષા પણ મળતી બંધ થઇ ગઈ.
કોઈ વાર એક વખત નું અન્ન મળતું તો કોઈ વાર ઝાડ ના
પાંદડાં કે વાયુભક્ષણ કરી દિવસ કાઢતાં –
બાર વર્ષ પસાર થઇ ગયાં.
વિઠ્ઠલ-રુક્મિણી ના આંગણે બે બે વર્ષના અંતરે-ચાર
બાળકો નો જન્મ થયો.
(૧) નિવૃત્તિ નાથ-શકે ૧૧૯૫
(૨) જ્ઞાનેશ્વર--શકે-૧૧૯૭ –શ્રાવણ વદ-૮-મધ્યરાત્ર.(
ઈસ્વીસન -૧૨૭૫)
(૩) સોપાનદેવ-શકે ૧૧૯૯
(૪) મુક્તાબાઈ-શકે-૧૨૦૧
કેટલાક લોકો ના મત અનુસાર તેમનો જન્મ અનુક્રમે
શકે--૧૧૯૦-૧૧૯૩-૧૧૯૬-૧૧૯૯ –માં થયો હતો.
(નોંધ-“શકે”
ની સાલ માં ૭૮ વર્ષ ઉમેરતાં ઈસ્વીસન (અંગ્રેજી) વર્ષ થાય છે.
Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૨
નિવૃત્તિનાથ,જ્ઞાનેશ્વર,સોપાનદેવ અને મુક્તાબાઈ-એ
ચારેની પરિસ્થિતિ બાળપણ થી જ
વૈરાગ્ય ને પોષનારી હતી.
વિઠ્ઠલપંત નો બ્રાહ્મણ સમજે બહિષ્કાર કરેલો
હોવાથી, તેમનો બધો સમય સ્ત્રી અને બાળકો માં જ જતો.
રુક્મિણીબાઈ કુવા પર પાણી લેવા કે નદી પર વસ્ત્રો
ધોવા જતી-
ત્યારે ગામની સ્ત્રીઓ તેને પણ મેણા મારતી.
છોકરાંઓ પણ બહાર જતાં ત્યારે નાનાંમોટાં સર્વ
માણસો તેમને “સન્યાસી નાં બાળકો” કહી ત્રાસ આપતાં.
તે વખતના જમાનામાં “જ્ઞાતિ બહાર” કરવા જેવી બીજી
સખ્ત શિક્ષા –તે સમાજ માં નહોતી.
સર્વ દંડો માં અત્યંત અસહ્ય દંડ તે –આવો બહિષ્કાર
ગણાતો. આવા બહિષ્કૃત મનુષ્યોને-
મશ્કરી,અત્યાચાર,નિંદા –સહન કરવાં પડતાં.સર્વ
પ્રકારના પ્રતિબંધો તેમને પ્રાપ્ત થતાં.
વિઠ્ઠલપંત નો બહિષ્કાર બ્રાહ્મણો એ કરેલો પણ બીજી
જાતિ ના લોકો પણ તેમની સાથે કોઈ પણ
પ્રકાર નો સંબંધ રાખતાં નહોતા.અને આ દુઃખ છોકરાંઓ
ને પણ સહન કરવું પડતું હતું.
નિવૃત્તિનાથ સાત વર્ષ ના થતાં –તેમના યજ્ઞોપવિત
(જનોઈ) વિષે વિઠ્ઠલપંત ને ચિંતા થઇ.
સંન્યાસ લીધા પછી,ફરીથી ગૃહસ્થાશ્રમ માં પ્રવેશ
કરનાર વિઠ્ઠલપંત –એ પહેલું ઉદાહરણ હતા.
તે પહેલાં આવું કદી બનેલું નહિ-
એટલે પોતાના પુત્ર ને યજ્ઞોપવિત ધારણ કરાવી
શકાશે-કે-નહિ કરીશકાય-તેનો તે નિર્ણય કરી શકતા નહોતા. તેમણે ખૂબ ખટપટ કરી –પરંતુ કોઈ
પણ તેમની સાથે વાત સુદ્ધાં કરતુ નહિ.
અંતે રુક્મિણીબાઈ ના માત પ્રમાણે-“કાંઇ અનુષ્ઠાન
કરવું” એવો નિશ્ચય કરી ને વિઠ્ઠલપંત-
ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) ગયા.ત્યાં તેઓ નદીમાં
મધ્યરાત્રિએ સ્નાન કરી, સંતાનો ની સાથે-
બ્રહ્મગિરિ (પર્વત) ની પ્રદિક્ષણા કરતા. અંતે એક દિવસ નિવૃત્તિનાથ ના
ભાગ્યોદય નો સમય થયો.
એક દિવસ રાત્રિ ના સમયે સર્વ કુટુંબ પ્રદિક્ષણા કરતુ
હતું તે વખતે –એક વિકરાળ વાઘ માર્ગમાં આવ્યો.
વિઠ્ઠલપંત એકદમ ગભરાઈ ને બાળકો ને સંભાળવામાં
લાગ્યા. નિવૃત્તિ નાથ આગળ હતા તે –રસ્તો ચૂકી
ગયા અને બીજે જ રસ્તે ચાલ્યા ગયા. ચાલતાં ચાલતાં
તે અંજની પર્વત ની એક ગુફામાં ગયા કે-
જ્યાં ગૈનીનાથ-તેમના બે શિષ્યો સાથે તપશ્ચર્યા
કરતા હતા. નિવૃત્તિનાથે – ગૈનીનાથ ના ચરણ માં
મસ્તક મુક્યું. ગૈનીનાથ ને આ કોમળ વયના અધિકાર
સંપન્ન બાળક ને જોઈ અત્યંત આનંદ થયો.
નિવૃત્તિનાથ સાત દિવસ ગુરુના સમીપ રહ્યા અને ગૈનીનાથે
–તેમને યોગમાર્ગ ની દીક્ષા આપી અને
બ્રહ્મમાર્ગ નો બોધ કર્યો.
ગૈનીનાથ –એ “આદિનાથ” સંપ્રદાય ના હતા, એથી
નિવૃત્તિ નાથ ને પોતાના સંપ્રદાય માં લઇ ને –
શ્રીકૃષ્ણ ની ઉપાસના અને નામસ્મરણ નો પ્રચાર
કરવાની આજ્ઞા આપી.
નિવૃત્તિનાથ ની ઉંમર નાની હતી,તે વાત સાચી,પણ
પૂર્વ સંસ્કાર ને કારણે તેમણે-ગુરૂ બોધ ગ્રહણ કર્યો,
અને પાછળથી પોતાના ભાઈ બહેન ને પણ તે બોધ આપી
તેમને પણ કૃતાર્થ કર્યા.
(શંકરાચાર્યે પણ આઠમા વર્ષે ચારે વેદ નું અને
બારમે વર્ષે સકળ શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું.
સોળમે વર્ષે ભાષ્ય લખ્યાં અને બત્રીસ વર્ષમાં તો
પોતાનું અવતાર કૃત્ય સમાપ્ત કર્યું હતું)
નિવૃત્તિ નાથ અને જ્ઞાનેશ્વર પણ આચાર્ય કોટિ ના જ
હોઈ-તેમનું ચરિત્ર પણ તેવું જ હૃદયંગમ છે.
તે પછી નિવૃત્તિનાથ –કેટલેક દિવસે ગુરુની આજ્ઞા
લઇ –માતપિતાને આવી મળ્યા.
જ્ઞાનેશ્વર ને પોતાના આયુષ્ય ના આઠમા વર્ષે જ
નિવૃત્તિ નાથ નો ઉપદેશ મળેલો અને તે ઉપદેશ
ગ્રહણ કરી પૂર્ણતા ને પામેલા.
(નાથ સંપ્રદાય ના મૂળ ગુરૂ –આદિનાથ (શંકર)
છે,આદિનાથ ના મુખ્ય શિષ્ય મત્સ્યેન્દ્રનાથ,
તેમના શિષ્ય ગોરક્ષનાથ ,તેમના શિષ્ય ગૈનીનાથ,તેમના
શિષ્ય નિવૃત્તિનાથ અને
Subscribe to:
Posts (Atom)