Aug 28, 2021

Gujarati-Ramayan-Rahasya-57-ગુજરાતી-રામાયણ-રહસ્ય-57

વિશ્વામિત્ર ના યજ્ઞનો ભંગ કરવા મારીચ આવ્યો છે,પણ એક દરવાજે ઉભેલા રામને જોઈ તેનું મન દ્ર્વ્યું એટલે બીજે દરવાજે ગયો ત્યાં પણ તેને રામ દેખાયા. યજ્ઞ મંડપના ચારે દરવાજે ગયો પણ દરેક દરવાજે રામના દર્શન થાય છે. એ વિચારમાં પડી ગયો કે-બધે એક જ જાતના બાળકો કેમ દેખાય છે? એ એક જ છે કે જુદા જુદા છે? જુદા જુદા હોય તો એક જેવા કેમ દેખાય છે?

Aug 27, 2021

Gujarati-Ramayan-Rahasya-56-ગુજરાતી-રામાયણ-રહસ્ય-56

ઈશ્વર તો અખંડ (સતત) જીવની સામે જોયા કરે છે,પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી.શ્રીરામ તો જીવને અપનાવવા તૈયાર છે,પણ અભાગિયો જીવ ક્યાં તૈયાર છે?(એને ફુરસદ નથી) દેહના મિલનમાં સુખ નથી.જો દેહના મિલનમાં સુખ હોય તો મડદાને કોઈ કેમ ભેટતું નથી? મડદાને પણ હાથ,પગ,આંખ,કાન બધું છે!!પણ એમાં પ્રાણ નથી એટલે,એનું મિલન સુખદ નથી.એટલે એમ પણ કહી શકાય કે-દેહના મિલનથી નહિ પણ પ્રાણના મિલનથી સુખ છે.
પ્રાણના મિલનનો આનંદ થાય છે તો પ્રાણના યે પ્રાણ (ઈશ્વર)ના મિલનનો આનંદ કેવો હશે?

Aug 26, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-19


Gujarati-Ramayan-Rahasya-55-ગુજરાતી-રામાયણ-રહસ્ય-55

શ્રી રામને હાથે તાડકાનો વધ થયો અને તાડકાનો ઉદ્ધાર થયો.
પ્રભુની સામે થનારનો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે.ભલે દુષ્ટ હોય પણ વિરોધ-ભાવે પણ તે મનમાં રામજીનું ચિંતન કરતો હોય છે,એટલે પ્રભુ તેનો પણ ઉદ્ધાર કરે છે.
કોઈ પણ ઉપાયે મન પ્રભુમાં પરોવવાનું છે. ભક્તો ભક્તિ-ભાવે અને 
દુષ્ટો વેર ભાવે,મન પ્રભુમાં પરોવે છે.પ્રભુના દરબારમાં સંતનું-ભક્તનું સ્થાન છે તેમ દુષ્ટનું પણ સ્થાન છે.સાધુઓ (ભક્તો)ના પરિત્રાણ (રક્ષણ) કાજે અને દુષ્ટોના વિનાશ માટે પ્રભુ અવતાર ધરે છે.એટલે એમના અવતાર-કાર્ય માટે દુષ્ટોની યે આવશ્યકતા હોય છે.

Aug 25, 2021

Gujarati-Ramayan-Rahasya-54-ગુજરાતી-રામાયણ-રહસ્ય-54

શ્રીરામ એ પરબ્રહ્મ છે અને લક્ષ્મણજી એ શબ્દબ્રહ્મ છે.શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ સાથે રહે છે,શ્રીરામની સાથે હંમેશાં લક્ષ્મણજી હોય છે.શબ્દબ્રહ્મ વગર પરબ્રહ્મ પ્રગટ થાય નહિ.વ્યક્તિગત આધ્યાત્મિક કલ્યાણની બાબતમાં વશિષ્ઠજી શ્રીરામના ગુરૂ બન્યા હતા અને આજે સામાજિક કલ્યાણની બાબતે વિશ્વામિત્ર ગુરૂ બન્યા છે.શ્રીરામને તે સમાજ સમક્ષ લઇ જાય છે.અયોધ્યાથી ચાલતાં ચાલતાં છ કોશ દૂર રસ્તામાં ફરીથી સરયુ નદી આવે છે,ત્યાં વિશ્વામિત્રે બંને ભાઈઓને સરયુ ના જળમાંથી આચમન આપી અને તેમને “બલા-અને અતિબલા” નામની બે વિદ્યા આપી કહ્યું કે-આ વિદ્યાના પ્રતાપે તમને તરસ કે ભૂખ પીડશે નહિ,અને તમારી કીર્તિ દિગંતમાં ફેલાશે.