Dec 18, 2024

Bhishma Stuti-Gujarati with meaning

 શ્રીમદ ભાગવત-સ્કંધ-1-અધ્યાય-9-માં શ્લોક 32 થી 42-માં ભીષ્મે કરેલી શ્રીકૃષ્ણની સ્તુતિ છે 

Chatu Sloki Bhagvat-Gujarati-ચતુશ્લોકી ભાગવત અને ભાગવતના પહેલા ત્રણ સ્કંધનો ટૂંક સાર

  શ્રીમદ ભાગવત  ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધનું સાર-રૂપ લખાણ --નવ ભાગમાં નીચે ની લીંક પર થી  .

010203040506070809

ભાગવત-૧

ચતુશ્લોકી(ચાર શ્લોકનું) ભાગવત 

(૨/૯/૩૨,૩૩,૩૪,૩૫)

૧.

અહમેવાસમેવાગ્રે ન્યાયદ યત સદસત પરમ I પશ્ચાદહં યદેતચ્ય યોSવશિષ્યેત સોSરમ્યહમ II 

---સૃષ્ટિના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો

('હું જ હતો' એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો,માયા,અંતર્મુખ-પણે મારામાં લીન હતી)                                                      

---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું (પ્રલય પછી જે બાકી રહે છે તે)

---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.

ટુંકમાં,ત્રણે કાળ-ભૂત-ભવિષ્ય-અને વર્તમાનમાં,અધિષ્ઠાનરૂપે મારી સત્તા (હોવા-પણું) વ્યાપક છે (૨/૯/૩૨)

૨.

ઋતેSર્થ યત પ્રતીયેત ન ચાત્મનિ I તદ્વિદ્યાદાત્મનો માયાં યથાSSભાસો યથા તમઃ II 

---'માયા'ને લીધે,મારું 'આત્મા-રૂપ-અંશ-પણું' (આશ્રયપણું) દેખાતું નથી.

---જેવી રીતે,શરીરના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.(૨/૯/૩૩)

(નોધ-શરીરના ધર્મો-દેહ ધર્મ-(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ-( બહેરા-કાણા પણું ),પ્રાણ ધર્મ-(ભુખ-તરસ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)

૩.

યથા મહાન્તી ભૂતાનિ ભુતેષુચ્ચાવચેશ્વનુ I પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં II 

---જેમ,પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'માં સૃષ્ટિની પછી,દાખલ થયેલા છે (જે દેખાય છે)

    --અને,દાખલ થયેલા પણ નથી.(સૃષ્ટિની પૂર્વે 'કારણ-રૂપે' ત્યાં રહેલા જ છે)

---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થોમાં,રહ્યો છું અને નથી પણ રહ્યો (૨/૯/૩૪ )

૪.

એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાSSત્મન I અન્વયવ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા II 

---આવી મારી 'સર્વત્ર'સ્થિતિ છે.

---આત્માનું તાત્વિક સ્વરૂપ જાણવા ઇચ્છતા પુરુષે (જિજ્ઞાસુએ) માત્ર એટલું જ જાણવાનું બસ છે કે-

જે વસ્તુ.-અન્વય -અતિરેકથી -સર્વ સ્થળે-સર્વદા છે -તે  આત્મા છે.( ૨/૯/૩૫ )

(આત્માનું ભાન થવું-તે-અન્વય એટલે કે-'વિધિ'-રૂપે આ બ્રહ્મ છે-આ બ્રહ્મ છે-તે ભાવ થવો) અને,આત્માનું ભાન થવાથી 

-દેહનું વિસ્મરણ થવું તે-અતિરેક-એટલે કે 'નિષેધ'-રૂપે આ બ્રહ્મ નથી-આ બ્રહ્મ નથી-તે ભાવ થવો તે)


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-694

 

સનત્સુજાત પર્વ 

અધ્યાય- ૪૧-વિદુરે સનત્સુજાતની પ્રાર્થના કરી 


II धृतराष्ट्र उवाच II अनुक्तं यदि ते किंचिद्वाचा विदुर विद्यते I तन्मे शुश्रुषतो ब्रुहि विचित्राणि हि भाषसे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,તમે વાણી વડે હજી,જે ન કહ્યું હોય તે મને કહો,

હું શ્રવણ કરવાની ઇચ્છાવાળો છું,કારણકે તમે અદભુત ભાષણ કરો છો.

વિદુર બોલ્યા-હે રાજન,પુરાતન એવા સનાતન નામધારી કુમાર સનત્સુજાત મુનિ કહે છે કે-મૃત્યુ (જન્મ-મરણના પ્રવાહરૂપ સંસાર)નથી.

સર્વ બુધ્ધિમાનોમાં શ્રેષ્ઠ તે મુનિ તમારા હૃદયમાં રહેલા ગુપ્ત અને પ્રગટ પ્રશ્નોના ઉત્તર કહેશે.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તે મુનિ મને જે કહે તે શું તમે જાણતા નથી? તમારું જ્ઞાન કંઈ બાકી હોય તો તમે જ મને કહો (4)

Dec 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-693

હે ભારત,જીવ,એક નદી છે,તેમાં પુણ્ય,એ ઓવારો છે,બ્રહ્મ તેનું ઉત્પત્તિસ્થાન છે,ધૈર્ય કિનારા છે,દયા તેના તરંગ છે,તેમાં જે પુણ્યકર્મવાળો પુરુષ સ્નાન કરે (આત્મનિમગ્ન થાય) તે પવિત્ર થાય છે.લોભરહિત સ્થિતિ એ જ પુણ્ય છે.કામ-ક્રોધ-રૂપી મગરવાળી અને પાંચ ઇન્દ્રિય-રૂપી જળવાળી આ સંસારરૂપી નદીમાં ધૌર્યરૂપી નૌકાનો આશ્રય કરીને તમે જન્માદિ દુઃખોને તરી જાઓ.કયું કાર્ય કરવું ને કયું ન કરવું એ સંબંધમાં જે જ્ઞાનવૃદ્ધ,ધર્મવૃદ્ધ,વિદ્યાવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા પોતાના સંબંધીઓને માન  આપીને પૂછે છે તે કોઈ દિવસ મૂંઝાતો નથી.(23)

Dec 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-692

 

અધ્યાય-૪૦-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II योभ्यर्चित: सद्भिरसज्जमानः करोत्यर्थ शक्तिमहापयित्वा I क्षिप्रं यशस्तं समूपैति संतभलं प्रसन्ना हि सुखाय संतः  II १ II


જે સજ્જનોથી માન પામ્યા છતાં અભિમાનરહિત થઈને પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે તે ભલા માણસને તત્કાળ યશ પ્રાપ્ત થાય છે કારણકે પ્રસન્ન થયેલા સજ્જનો સુખ આપવા સમર્થ છે.જે મનુષ્ય બીજાઓથી અડચણ ન આવ્યા છતાં,અધર્મવાળા મોટા અર્થલાભનો પણ ત્યાગ કરે છે તે દુઃખોથી મુક્ત થઈને સુખે નિંદ્રા લે છે.અસત્ય બોલીને વિજય મેળવો,રાજા પાસે ચાડી ખાવી અને ગુરુ આગળ મિથ્યા આગ્રહ કરવો એ બ્રહ્મહત્યા તુલ્ય છે.ઈર્ષા કરવી એ ખરેખર મૃત્યુ જ છે,વધારે પડતું બોલવું એ લક્ષ્મીનો નાશ કરે છે.ગુરુની સેવા ન કરવી,ઉતાવળ કરવી અને આત્મશ્લાઘા કરવી એ ત્રણ વિદ્યાના શત્રુ છે (4)

Dec 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-691

 

અગ્નિહોત્ર પાળવું-એ વેદાધ્યયનનું ફળ છે,સુશીલતા અને સદાચરણ એ શાસ્ત્રઅધ્યયનનું ફળ છે,રતિસુખ અને પુત્રપ્રાપ્તિ એ સ્ત્રી પરણ્યાનું ફળ છે અને દાન તથા ભોગ એ ધનનું ફળ છે.જે મનુષ્ય,અધર્મથી સંપાદન કરેલા ધન વડે,ભલે પરલોકના સાધનભૂત યજ્ઞ,દાન વગેરે કરે,પણ તે કુમાર્ગના ધનને લીધે તેનું ફળ તેને મળતું નથી.ઉદ્યોગ,ઇન્દ્રિયનિગ્રહ,

દક્ષતા,સાવધાની,ધૈર્ય,સ્મરણશક્તિ અને વિચારપૂર્વક કાર્યારંભ-એ ઐશ્વર્યનું કારણ છે.

તપસ્વીઓનું બળ તપ છે,બ્રહ્મવેત્તાઓનું બળ બ્રહ્મ છે,દુર્જનોનું બળ હિંસા છે ને ગુણવાનોનું બળ ક્ષમા છે.(70)