Nov 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-979

 

અધ્યાય-૯૬-આઠમો દિવસ સમાપ્ત-ભયંકર રણભૂમિ 


॥ संजय उवाच ॥ पुत्रं विनिहतं श्रुत्वा इरावंतं धनंजयः I दुखेन भरताविष्टो निःश्चसन्पन्नगो यथा ॥१॥

સંજયે કહ્યું-પોતાના પુત્ર ઈરાવાનને યુદ્ધમાં માર્યો ગયેલો સાંભળી,મહાદુઃખી થયેલો અર્જુન સર્પની પેઠે નિશ્વાસ નાખવા લાગ્યો ને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો-'વિદુરે,'કૌરવો ને પાંડવોનો ભયંકર નાશ થશે'એમ પ્રથમથી જ નિશ્ચયપૂર્વક જોઈ લીધું હતું.આ યુદ્ધમાં આપણા અને તેઓના ઘણા વીરોનો નાશ થયો છે.માટે જે અર્થ (ધન) માટે આવું નિંદ્ય કર્મ કરાય છે તે અર્થને ધિક્કાર હજો.દુર્યોધન અને તેના દુષ્ટ સલાહકારોના વિચારોથી થયેલ આ યુદ્ધમાં બિચારા અનેક ક્ષત્રિયો માર્યા જાય છે.મરણ પામેલા આ ક્ષત્રિયોને જોઈને હું મારા આત્માને અતિ નિંદુ છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર હો.જો કે આ બધા ક્ષત્રિયો,મને યુદ્ધ કરવામાં કાયર માનશે,આ જ્ઞાતિલાઓ સાથે મને યુદ્ધ કરવું લગાર પણ ગમતું નથી,છતાં આપના ઉપદેશને અનુસરીને હું યુદ્ધ કરવા તત્પર થાઉં છું,ચાલો જલ્દી કૌરવોની સેનાએ તરફ આપણો રથ હાંકો'

Nov 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-978

 

અધ્યાય-૯૫-આઠમો દિવસ (ચાલુ) ભીમ અને ભગદત્તનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ तस्मिन्मति संक्रन्दे राज दुर्योधनस्तदा I गांगेयमृपसंगम्य विनयेनाभिवाद्य च ॥१॥

સંજયે કહ્યું-એ મહાન યુદ્ધ થઇ રહ્યું,ત્યારે રાજા દુર્યોધન,ભીષ્મ પાસે જઈને વિનયપૂર્વક પ્રણામ કરી,ઘટોત્કચનો વિજય અને પોતાનો પરાજય જે પ્રમાણે થયો હતો તે સઘળું કહીને તેમને કહેવા લાગ્યો કે-'હે પ્રભો,શત્રુઓએ જેમ વાસુદેવનો આશ્રય કરેલો છે તેમ મેં તમારો આશ્રય કરીને પાંડવો સામે આ ઘોર યુદ્ધ આરંભેલું છે.મારી સેના અને હું પોતે તમારી આજ્ઞાને આધીન છીએ.છતાં પણ ભીમ અને પાંડવોએ ઘટોત્કચનો આશ્રય કરીને મને યુદ્ધમાં હરાવ્યો છે તે મારા અંગોને બાળી મૂકે છે.

તમારી કૃપાથી હું પોતે જ એ રાક્ષસનો નાશ કરવા ઈચ્છું છું,તો મારાથી એ કામ બની શકે તેમ કરવા તમે યોગ્ય છો'

Nov 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-977

 

અધ્યાય-૯૪-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ स्वसैन्यं निहतं द्रष्ट्वा राजा दुर्योधनः स्वयम् I अभ्यधावत संकृद्वो भीमसेनमरिंदमम ॥१॥

સંજયે કહ્યું-પોતાના સૈન્યને માર્યું ગયેલું ને ભાગતું જોઈને,દુર્યોધન પોતે ક્રોધાયમાન થઈને ભીમસેન તરફ દોડ્યો.ને મોટી બાણવૃષ્ટિ કરીને તેને ઢાંકી દીધો.વળી,અર્ધચંદ્રાકાર બાણને છોડીને તેના ધનુષ્યને છેદી નાખ્યું ને એ સમયનો લાભ લઈને તેણે પર્વતોને પણ તોડી નાખે તેવું તીક્ષ્ણ બાણ છોડીને ભીમની છાતી પર પ્રહાર કર્યો,કે જેનાથી વિંધાઈને વ્યથિત થયેલો ભીમ પોતાના ધ્વજને પકડીને ઉભો રહ્યો.ઉદાસ થયેલા ભીમને જોઈને ઘટોત્કચ અગ્નિની જેમ ક્રોધથી બળી ઉઠ્યો.ને તે અને  અભિમન્યુ તથા બીજા યોદ્ધાઓ ગર્જનાઓ કરતા દુર્યોધનની સામે દોડી ગયા.ક્રોધપૂર્વક ધસી આવતા તેમને જોઈને દ્રોણે બીજા મહારથીઓને દુર્યોધનનું રક્ષણ કરવાની આજ્ઞા કરી ને તે પોતે તથા ભૂરિશ્રવા,શલ્ય,અશ્વત્થામા-આદિ યોદ્ધાઓ દુર્યોધનને વીંટાઈ વળ્યા ને તુમુલ યુદ્ધની શરૂઆત થઇ.

Nov 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-976

 

અધ્યાય-૯૩-આઠમો દિવસ (ચાલુ) સંકુલયુદ્ધ 


॥ संजय उवाच ॥ विमुचोकृत्य सर्वास्तु तावकान्मुधिराक्षसः I जिधांसुर्भरतश्रेष्ठ दुर्योधनमुपाद्रवर ॥१॥

સંજયે કહ્યું-તે રાક્ષસ ઘટોત્કચ,તમારા સર્વ યોદ્ધાઓને પાછા હઠાવી દઈને દુર્યોધનને મારી નાખવાની ઈચ્છાથી તેની સામે વેગપૂર્વક ધસ્યો.તેને ધસી આવતો જોઈને તમારા પક્ષના મહારથીઓએ ફરી તેની સામે બાણોની વૃષ્ટિ કરીને તેને ચારે બાજુથી ઢાંકી દેવા લાગ્યા ને તેના પર બાણોથી પ્રહાર પણ કરવા લાગ્યા.તેમના પ્રહારથી વ્યથિત થયેલો તે રાક્ષસ આકાશમાં ઉડ્યો ને ભયંકર ગર્જનાઓ કરીને આકાશ,દિશાઓ અને વિદિશાઓને ગજાવી મૂક્યાં.એ ગર્જના સાંભળીને યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે-

Nov 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-975

 

અધ્યાય-૯૨-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ ततस्तद्राणवर्ष तु दुःसहंवानवैरपि I दधार युधि राजेन्द्रो यथावर्ष महाद्विपः ॥१॥

સંજયે કહ્યું-દાનવોને પણ સહન કરવાને અશક્ય એવી તે બાણવૃષ્ટિને,રાજેન્દ્ર દુર્યોધન,જેમ,મહાન હાથી મેઘવૃષ્ટિને સહન કરે તેમ,સહન કરી રહ્યો હતો.ક્રોધાવેશમાં આવેલો તે સર્પની જેમ શ્વાસોશ્વાસ લેતો,ને જીવિતના સંશયમાં આવી પડ્યો હતો.તે પછી,દુર્યોધને અત્યંત તીક્ષ્ણ પચીસ બાણો છોડ્યાં,કે જે બાણોના પ્રહારથી લોહીલુહાણ થયેલા ઘટોત્કચે દુર્યોધનના નાશનો વિચાર કરીને સામે વજ્રસમાન શક્તિને ઉગામી.તે શક્તિને જોઈને બંગદેશના રાજાએ ઘણી ઝડપથી પર્વત સમાન એક હાથીને વચ્ચે આડો ઉભો કરી દીધો.રાક્ષસે જેવી તે શક્તિ તે હાથી પર ફેંકી ત્યારે તે બળવાન મહાન હાથી મરણ પામ્યો.

Nov 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-974

 

અધ્યાય-૯૧-આઠમો દિવસ (ચાલુ) દુર્યોધન અને ઘટોત્કચનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ इरावंतं तु निहतं द्रष्ट्वा पार्था महारथाः I संग्रामे किमकुर्वत तन्ममाचक्ष्व संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ સંગ્રામમાં અર્જુનના પુત્ર ઈરાવાનને માર્યો ગયેલો જોઈને પાંડવોએ શું કર્યું? તે કહે.

સંજયે કહ્યું-હે રાજા,ઈરાવાનને સંગ્રામમાં મરણ પામેલો જોઈને ભીમપુત્ર ઘટોત્કચ,મોટા શબ્દોથી ગર્જના કરવા લાગ્યો,જે સાંભળીને તમારા સૈન્યના યોદ્ધાઓના શરીરમાં કંપારી છૂટી ગઈ.તેમનાં મન દીન થઇ ગયાં ને આમતેમ નાસવા લાગ્યા.

ઘટોત્કચે તે પ્રમાણે ગર્જના કરીને હાથમાં ઝળહળતું ત્રિશુલ ઊંચું કરીને મહાભયંકર રૂપ ધારણ કર્યું.ને અનેક પ્રકારના હથિયારો અને સ્વરૂપો ધારણ કરનારા રાક્ષસોથી વીંટાઇને તેણે તમારા સૈન્યનો સંહાર કરવા માંડ્યો.