Jan 9, 2026

ભાગવત રહસ્ય-૩૧-Bhgavat Rahasya-31

ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહિ. કોઈ જીવનું કે કોઈ જડ વસ્તુનું ધ્યાન ના કરો.અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં –સહુ-પહેલાં સંસારના વિષયો દેખાય છે.તે ના દેખાય તેનો કોઈ ઉપાય ? તેનો ઉપાય એ છે કે જયારે ધ્યાન કરતાં મન ચંચળ બને –ત્યારે વારંવાર –પરમાત્માનું કિર્તન કરો.
કૃષ્ણ કિર્તનથી જગતનું વિસ્મરણ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1015

 

અધ્યાય-૯-ધૃતરાષ્ટ્રનો શોક


 II धृतराष्ट्र उवाच II किं कुर्वाणं रणे द्रोणं जघ्नुः पांडवसृञ्जयाः I तथा निपुणमस्त्रेपु सर्वशस्त्रभृतामपि II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સર્વ શાસ્ત્રધારીઓમાં અને સર્વ અસ્ત્રોમાં નિપુણ એવા દ્રોણાચાર્યને,પાંડવો અને સૃન્જયોએ મારી નાખ્યા તો તે વેળાએ તે રણસંગ્રામમાં શું કરતા હતા?શું તે વેળાએ તેમનો રથ ભાંગી ગયો હતો?તેમનું ધનુષ્ય ભાંગી ગયું હતું?કે પછી તે પોતે  જ તે સમયે પ્રમાદી બની ગયા હતા તેથી તે મૃત્યુ પામ્યા હતા?કેમ કે તે મહારથી શત્રુઓથી ગાંજ્યા જાય તેવા નહોતા.

બ્રાહ્મણશ્રેષ્ઠ,ઇન્દ્રિયનિગ્રહી,અસ્ત્રપારંગત,દિવ્ય અસ્ત્રોને ધારણ કરનાર,અવિચલ અને યુદ્ધમાં દારુણ કર્મ કરતા તે આચાર્યને ધૃષ્ટદ્યુમ્ને શી રીતે મારી નાખ્યા? ધૃષ્ટદ્યુમ્ન તેમને મારી શક્યો,એથી અવશ્ય દૈવ જ પુરુષાર્થ કરતાં મહાન છે એમ મારુ માનવું છે.તેમને મરણ પામેલા સાંભળીને આજે હું શોકના વેગને રોકી શકતો નથી.

Jan 8, 2026

ભાગવત રહસ્ય-૩૦-સ્કંધ-૧-Bhgavat Rahasya-30-Skandha-1

કોઈ પણ સત્કર્મની શરૂઆત –મંગલાચરણથી કરવામાં આવે છે.સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નો)ની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે.
કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1014

 

અધ્યાય-૮-દ્રોણવધનું સંક્ષિપ્ત કથન 


II संजय उवाच II तथा द्रोणमभिघ्नन्तं साश्वसूतरथद्विपान I व्यथिताः पांडवा द्रष्ट्वा न चैनं पर्यवारयन II १ II

સંજય બોલ્યો-આ પ્રમાણે દ્રોણાચાર્ય ઘોડાઓ,હાથીઓ,રથો સાથે પોતાના સૈન્યને લઈને આગળ વધતા હતા તે જોઈને પાંડવો ગભરાઈ ગયા અને તેમને અટકાવી શક્યા નહિ.પછી,યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્ન અને અર્જુનને આજ્ઞા કરી કે 'તમે બરાબર સાવધાન થઈને દ્રોણાચાર્યને ચોતરફથી આગળ વધતા અટકાવો.' ને આ રીતે આજ્ઞા થતાં અર્જુને અને ધૃષ્ટદ્યુમ્ને પોતાના અનુયાયીઓ સાથે દ્રોણાચાર્ય સામે ધસારો કર્યો.ત્યારે તેમને સાથ આપવા બીજા મહારથીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.અને સર્વ પોતપોતાના પરાક્રમો દેખાડવા માંડ્યા.ત્યારે તે સર્વને જોઈને રણમાં અતિ દુર્જય એવા ગુરુ દ્રોણાચાર્ય કોપાયમાન થઇ ને બાણોની વર્ષા કરીને પાંડવોના સૈન્યને વિખેરી નાખીને ચારે બાજુ ઉન્મત્તની જેમ ઘૂમવા લાગ્યા.

Dec 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1013

અધ્યાય-૭-દ્રોણનો સેનાપતિપદે અભિષેક 


II द्रोण उवाच II वेदं षड्गं वेदाहमर्थविद्यां च मानवीं I त्रैम्बकंथेष्वस्त्रं शस्त्राणि विविधानि च II १ II

દ્રોણ બોલ્યા-'હું વેદોને,વેદોનાં છ અંગોને,મનુએ કહેલી અર્થવિદ્યાને,શિવે આપેલાં અસ્ત્રને અને એ ઉપરાંત અનેક જાતનાં શસ્ત્રોને જાણું છું.જયની ઈચ્છાવાળા તમે મારામાં જેજે ગુણો કહયા છે તે બધાને દેખાડવાની ઈચ્છાથી હું પાંડવો સામે યુદ્ધ કરીશ પણ દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને હું આ રણસંગ્રામમાં કોઈ પણ રીતે મારી શકીશ નહિ કેમ કે તેને મારો વધ કરવા માટે જ ઉત્પન્ન કરવાં આવ્યો છે.હું સોમક યોદ્ધાઓનો નાશ કરતો રહીશ અને પાંડવોના સૈન્યો સામે યુદ્ધ કરીશ પણ પાંડવો હર્ષયુક્ત થઈને મારી સામે યુદ્ધ કરશે નહિ'

Dec 17, 2025

ભાગવત રહસ્ય-૨૯-Bhgavat Rahasya-29

વૈરાગ્ય એટલે શું ? ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું મન તેમાં ન જાય તેનું નામ વૈરાગ્ય.જગતને છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે દ્રષ્ટિથી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી.