Jun 23, 2026

ભાગવત રહસ્ય-૧૭૬-Bhgavat Rahasya-176

પ્રહલાદ કહે છે-કે –“નાથ,એવી કૃપા કરો કે-સંસારનું કોઈ સુખ ભોગવવાનો વિચાર પણ મનમાં ના આવે. કોઈ પણ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખ ભોગવાની ઈચ્છા જ ન થાય, મારા હૃદયમાં કોઈ દિવસ કામનાનું બીજ અંકુરિત ન થાય,કોઈ કામનાઓનો અંકુર રહે જ નહિ-તેવું વરદાન આપો.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1157

 

અધ્યાય-૧૫૯-કર્ણને પોતાના અભિમાનનું મળેલું ફળ 


II संजय उवाच II तथा परुषितं द्रष्ट्वा सूतपुत्रेण भातुलम I खडगमुद्यम्य वेगेन द्रौणिरम्यपतद् द्रुतम् II १ II

સંજય બોલ્યો-સૂતપુત્ર કર્ણે આ પ્રમાણે કઠોર વચનો કહીને પોતાના મામાનો તિરસ્કાર કર્યો તે જોઈને અશ્વત્થામા હાથમાં તલવાર ઊંચી કરીને વેગપૂર્વક કર્ણ સામે ધસ્યો.ને તેને કહેવા લાગ્યો કે-'ઓ નરાધમ,મારા શૂરા મામા અર્જુનના સત્ય ગુણોનું કથન કરે છે ત્યારે તું દ્વેષને લીધે તેમનો તિરસ્કાર કરે છે.તું જાણે સર્વ લોકમાં એકલો જ ધનુર્ધર હોય તેમ બડાશ મારે છે,તને ગર્વનું ભૂત ભરાયું છે અને સંગ્રામમાં તું કોઈને ગણનામાં લેતો જ નથી.પણ,અર્જુને આજે યુદ્ધમાં તારો પરાજય કરીને તારી સમક્ષ જ જયદ્રથને મારી નાખ્યો ત્યારે તારાં પરાક્રમ ને અસ્ત્રો ક્યાં ગયાં હતાં ? જેણે પૂર્વે સાક્ષાત મહાદેવની સામે યુદ્ધ કર્યું છે તે અર્જુનને તું કેવળ વૃથા મનોરથ માત્રથી જીતવા ઈચ્છે છે ! શ્રીકૃષ્ણની સાથે રહેલા તે અર્જુનને જીતવા ત્રણે લોકમાં કોઈ સમર્થ નથી.તો પછી,હે દુષ્ટમતિ કર્ણ,આ લોકમાં એક જ વીર ગણાતા અર્જુનને તું ક્યાંથી જીતશે?ઓ દુર્બુધ્ધિ નરાધમ,હવે તું ઉભો રહેજે હું પોતે જ આજે તારા માથાને ધડથી જુદું કરીશ'

Jun 22, 2026

ભાગવત રહસ્ય-૧૭૫-Bhgavat Rahasya-175

નૃસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે-કે-“મનુષ્યો સુખી થાય,વિવેકથી ભોગ ભોગવે –એટલે સંસારને મેં સુંદર બનાવ્યો છે.હું સુંદર છું –એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઇ ગયો. એમાં મારો શું વાંક? એ મારી ભૂલ નથી,પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઇ, મર્યાદા બાજુએ મૂકી, વિવેક રાખતો નથી અને આ સંસારના પદાર્થો ભોગવે છે–અને દુઃખી થાય –તો તે તેમનો દોષ છે. ભૂલ છે.પણ મનુષ્ય જો મર્યાદામાં રહી, વિવેકથી જો સંસારના આ પદાર્થોને ભોગવે તો તે સુખી થાય.”

Jun 20, 2026

ભાગવત રહસ્ય-૧૭૪-Bhgavat Rahasya-174

પ્રહલાદ નૃસિંહસ્વામીની સ્તુતિ કરે છે-હે નાથ,તમારાં મંગલમય સદગુણોનું હું શું વર્ણન કરું? બ્રહ્માદિ દેવો પણ તમારી લીલાને જાણી શકતા નથી.હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા કંટકરૂપ હતા,તેથી આપે તેનો વધ કર્યો,તે સારું થયું.આ તમારું ભયંકર સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે.પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની બીક લાગે છે. સંસારને જયારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1156

 

અધ્યાય-૧૫૮-કર્ણ અને કૃપાચાર્યનો વચનકલહ 


II संजय उवाच II उदीर्यमाणं तद्दष्टवा पांडवानां महद्बलम् I अविषह्यं च मन्वानः कर्ण दुर्योधनोब्रवीत II १ II

સંજય બોલ્યો-પાંડવોના મહાન સૈન્યને આગળ વધતું જોઈને તથા તેને સહન કરવું અશક્ય માનીને દુર્યોધને કર્ણને કહ્યું કે-'હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ ખરો સમય આવી પહોંચ્યો છે,તું આપણા સર્વ મહારથીઓનું રક્ષણ કર.જો,આ પાંચાલો,મત્સ્યો,કેકયો અને પાંડવો આપણા મહારથીઓને ચારે બાજુથી ઘેરીને ઉભા છે,ને સિંહનાદો કરી રહ્યા છે'