Sep 14, 2026

ભાગવત રહસ્ય-૨૫૬-Bhgavat Rahasya-256

શબરીને આશા હતી કે –એક દિવસ મારા માલિક - મારા ઘેર આવશે.તેથી રોજ તે વનમાંથી 
સારાં સારાં બોર લઇ આવે.આખો દિવસ પ્રતીક્ષા કરે અને સંધ્યા કાળે રામજી--ના આવે 
એટલે તે બોર બાળકોને વહેચી દે.મનથી વિચારે છે-કે હું પાપી છું,હું લાયક નથી એટલે 
પરમાત્મા મને પ્રત્યક્ષ દર્શન આપતા નથી,મારાં બોર તે આરોગતા નથી.
પ્રભુની પ્રતીક્ષા કરતાં કરતાં-શબરી હવે વૃદ્ધ થઇ છે-પણ હજુ એ તે- 
તે જ ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે.મારા ગુરુજીએ કહ્યું છે-એટેલે રામજી જરૂર આવશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1221

અધ્યાય-૧૭-અશ્વત્થામાનો પરાજય 


II संजय उवाच II ततः समभवद्युद्वं शुक्रांगिरसवर्चसो:I नक्षत्रमभितो व्योन्मि शुक्रांगिरसयोरिव II १ II

 સંજય બોલ્યો-પછી,નક્ષત્રને ખાતર મોટા આવેશમાં આવી ગયેલા શુક્ર અને બૃહસ્પતિનું જેવું આકાશમાં યુદ્ધ થાય તેવું,શુક્ર અને બૃહસ્પતિ જેવા તે તેજસ્વી બંને વીરોનું ત્યાં યુદ્ધ શરુ થયું.વક્ર ગતિમાં ગમન કરતા બે ગ્રહોની જેમ,પ્રદીપ્ત બાણોરૂપી કિરણોથી એકબીજાને તપાવતા તે બંને લોકોને ત્રાસરૂપ થઇ પડ્યા.અર્જુને એક બાણ વડે અશ્વત્થામાને બે ભ્રમર વચ્ચે વીંધી નાખ્યો ત્યારે સામે અશ્વત્થામાએ સેંકડો બાણો મૂકી શ્રીકૃષ્ણ અને અર્જુનને સખ્ત પીડી નાખ્યા.

Sep 13, 2026

ભાગવત રહસ્ય-૨૫૫-Bhgavat Rahasya-255

શબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી, અને રાણી હોવાને નાતે તે –સંતોની ધનથી 
સેવા કરી શકતી,પણ તનથી સેવા કરી શકતી નહોતી.
સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ 
સંતની તનથી સેવા કરી શકતી નથી “ મહારાણી એક વખત પ્રયાગરાજ ગયાં,ત્યાં 
અનેક મહાત્માઓનાં દર્શન કર્યાં,અને ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે –બીજા જન્મમાં મને સાચા 
સંતોનો સત્સંગ થાય-સેવા થાય.બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1220

 

અધ્યાય-૧૬-અશ્વત્થામા અને અર્જુનની ભેટ 


 II धृतराष्ट्र उवाच II यथा संशप्तकैः सार्धमर्जुनस्याभवद्रणः I अन्येयां च महीपानां पांडवैस्तद ब्रवीहि मे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સંશપ્તક યોદ્ધાઓની સાથે અર્જુનનો જે પ્રમાણે સંગ્રામ થયો હોય અને આપણા યોદ્ધાઓનો,પાંડવ યોદ્ધાઓ સાથે જે રીતે સંગ્રામ થયો હોય તે મને કહે,વળી અશ્વત્થામા ને અર્જુનના યુદ્ધ વિષે પણ મને કહે 

Sep 12, 2026

ભાગવત રહસ્ય-૨૫૪-Bhgavat Rahasya-254

રામ-લક્ષ્મણ આશ્રમમાં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમમાં નથી.
રઘુનાથજીએ નાટક કર્યું છે,અજ્ઞાનથી –વિયોગમાં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.
રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.તેમ છતાં-સ્ત્રીવિયોગમાં પુરુષ જેવી રીતે રડે છે-
તેનું નાટક કર્યું છે.એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરીને વિલાપ કરે છે-ત્યારે લક્ષ્મણ સમજાવે છે-
ધીરજ રાખો,આંખો ઉઘાડો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1219

 

અધ્યાય-૧૫-અશ્વત્થામા અને ભીમસેનનું યુદ્ધ 


 II संजय उवाच II भीमसेनं ततो द्रौणि राजन विव्याध पत्रिणा I परया त्वरया युक्तो दर्शयन्नखलाधवम II १ II

સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,પછી,દ્રોણપુત્ર અશ્વત્થામાએ ઘણી ઉતાવળ કરીને ભીમસેનને એક બાણ વડે વીંધી નાખી પોતાની અસ્ત્રકુશળતા દર્શાવવા માંડી.વળી,મર્મને જાણનારા તે અશ્વત્થામાએ ઝપાટાબંધ નેવું તીક્ષ્ણ બાણો મૂકીને ભીમસેનના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો ને ઉપરાઉપરી બાણો મૂકીને ભીમસેનને રથમાં જ ઢાંકી દીધો.સામે ભીમસેને એક હજાર બાણો મૂકીને અશ્વત્થામાને છાઈ દઈને મોટો સિંહનાદ કર્યો.પરંતુ અશ્વત્થામાએ તે બાણોને અટકાવી મંદ હાસ્ય કરીને ભીમસેનના લલાટમાં એક નારાચ બાણનો પ્રહાર કર્યો.