અધ્યાય-૪૩-શલ્યનો તિરસ્કાર
II संजय उवाच II ततः पुनःमहाराज मद्रराजमरिंदं I अस्यभाषत राधेयः संनिवार्योत्तरं वचः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,તે પછી ફરી પણ શત્રુદમન રાધાપુત્ર કર્ણ,મદ્રરાજને બોલતો બંધ કરી દઈને ઉત્તરવચન કહેવા લાગ્યો-'ઓ શલ્ય,તેં મને કાગડાનું દૃષ્ટાંત કહીને તેનો આશય પણ જણાવ્યો,પરંતુ તેવી વાણી માત્રથી તું મને યુદ્ધમાં ડરાવી શકે તેમ નથી.જો,ઈન્દ્રથી પણ મને ભય નથી તો કૃષ્ણની સાથે આવેલા અર્જુનનો તો ક્યાંથી ભય હોય?તારા જેવો જેને રણમાં ડરાવી શકે તે બીજા,હું નહિ,એ તારે લક્ષમાં રાખવું.તેં મને કઠોર વચન કહ્યાં,તેમાં કોઈ આશ્ચર્ય નથી,કારણકે નીચ મનુષ્યનું એટલું જ બળ હોય છે.તું મારા ગુણગાન કરવા અસમર્થ છે તેથીજ આવું બકે છે.





