Jun 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1160

 

અધ્યાય-૧૬૨-સાત્યકિનો ધસારો 


II संजय उवाच II सोमदत्तं तु संप्रेक्ष्यं विधुन्वानं महाद्वनुः I सात्यकिः प्राहः यंतारं सोमदत्ताय मां वह II १ II

સંજય બોલ્યો-એ સમયે સોમદત્ત પોતાના મહાન ધનુષ્યને રણમાં ધુણાવી રહ્યો હતો તે જોઈને સાત્યકિ પોતાના સારથિને કહેવા લાગ્યો કે-'તું મને સોમદત્ત પાસે લઇ જા આજે મારા મહાબળવાન શત્રુને માર્યા વિના હું પાછો ફરીશ નહિ,એ મારો નિશ્ચય છે'

સાત્યકિના કહેવાથી તેના સારથિએ ઘોડાઓને સોમદત્ત તરફ હાંક્યા.સાત્યકિને પોતાની સામે આવતો જોઈને સોમદત્તે અનેક બાણોથી તેને ઢાંકી દીધો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યો.લોહીલુહાણ થયેલા સાત્યકિએ પણ સામે અનેક બાણો મૂકીને સોમદત્તને વીંધી નાખી તેને લોહીલુહાણ કરી નાખ્યો.કુરુ અને યદુવંશના તે બંને યોદ્ધાઓ વચ્ચેનું  યુદ્ધ અદભુત હતું.

Jun 25, 2026

ભાગવત રહસ્ય-૧૭૮-Bhgavat Rahasya-178

ધર્મરાજાના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણ લોકોનાં એંઠાં પતરાવડા ઉપાડે છે.
હલકામાં હલકું કામ ભગવાન કરે છે.તેથી -લોકો એમ માને કે-જો પરમાત્મા હોય તો આવાં એંઠાં પતરાવડા ઉપાડે ? આ છે-ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનો દિવ્ય કર્મયોગ.ફળ ઉપર કોઈ અધિકાર રાખ્યો નથી, ફળની કોઈ અપેક્ષા નથી,કોઈ સ્વાર્થ નથી,આશા નથી-છતાં કર્મ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1159

 

અધ્યાય-૧૬૧-કાપાકાપી 


II संजय उवाच II ततो युधिष्ठिरश्वैव भीमसेनश्च पांडवः I द्रोणपुत्रं महाराज समंतात पर्यवारयन् II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,તે પછી યુધિષ્ઠિર અને ભીમસેન,આગળ ધસીને અશ્વત્થામાને વીંટાઈ વળ્યા હતા.આ તરફથી દુર્યોધન પણ દ્રોણાચાર્યથી વીંટાઇને પાંડવો સામે ધસી આવ્યો.ને ત્યાં તુમુલ યુદ્ધ શરુ થયું હતું કે જે ઘોર સ્વરૂપવાળું હતું.કોપેલ ભીમસેને અમ્બષ્ઠો,માલવો,વંગો,ત્રિગર્તો,શિબીઓ,અભિશાહો,શૂરસેનો ને બીજા કેટલાક યોદ્ધાઓની ટુકડીને યમલોકમાં મોકલી દીધી હતી.ત્યારે પૃથ્વીમાં લોહીનો કીચડ થઇ ગયો હતો.અર્જુને પણ,ભીલ યોદ્ધાઓ,મદ્રકો ને માલવોને મારી નાખ્યા હતા.

Jun 24, 2026

ભાગવત રહસ્ય-૧૭૭-Bhgavat Rahasya-177

નારદજી –ધર્મરાજાને પ્રહલાદની આ પવિત્ર કથા સંભળાવે છે.નારદજીએ પ્રેમપૂર્વક પ્રહલાદની કથા કહી-તેમ છતાં ધર્મરાજાના મુખ પર તેમણે ગ્લાનિ (દુઃખ) જોઈ.નારદજીએ ધર્મરાજાને કારણ પૂછ્યું.ધર્મરાજા જવાબ આપે છે-કે-માત્ર પાંચ વર્ષના પ્રહલાદના જ્ઞાન,વૈરાગ્ય,પ્રેમ કેવા હતા !! ધન્ય છે પ્રહલાદને,ધન્ય છે તેના પ્રેમને-કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે.હું પંચાવન વર્ષનો થયો,મને હજુ એકવાર પણ પ્રભુના દર્શન થયાં નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1158

 

અધ્યાય-૧૬૦-અશ્વત્થામાનું પરાક્રમ 


II संजय उवाच II दुर्योधनेनैवविमुक्ते द्रोणिराहवदुर्मदः I चकारारिवधे यत्नमिन्द्रो दैत्यवधे यथा II १ II

સંજય બોલ્યો-દુર્યોધને જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે ઇન્દ્રે જેમ દૈત્યોનો વધ કરવા યત્ન કર્યો હતો તેમ,તે યુદ્ધદુર્મદ અશ્વત્થામાએ શત્રુઓનો વધ કરવા તૈયાર થઈને દુર્યોધને કહ્યું કે-'હે કુરુરાજ,તું કહે છે તે સત્ય છે કે મને અને મારા પિતાને પાંડવો નિત્ય પ્રિય છે,ને તેમને પણ અમે બંને પ્રિય છીએ,છતાં યુદ્ધ વખતે અમે પરસ્પરની પ્રીતિ જાળવતા નથી ને બાણોની પર્વ કરવા વિના અમારી શક્તિ અનુસાર યુદ્ધ કરીએ છીએ.અત્યારે જો હું,કૃપાચાર્ય,શલ્ય,કર્ણ અને હાર્દિકય-આદિ આ યુધ્ધમાં ન હોઈએ તો પાંડવો આપણી સેનાને એક અર્ધ નિમેષ જેટલા સમયમાં જ સંહારી નાખે તેમ છે.પણ પાંડવો સામે અમારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીએ છીએ અને તેથી તેજ સામે તેજ આવીને શાંત થઇ જાય છે.આ વાત હું તને સત્ય જ કહું છું કે-જ્યાં સુધી પાંડવો જીવતા છે ત્યાં સુધી આ પાંડવી સેનાનો અતિબળથી પણ પરાજય કરી શકાય તેમ નથી.

Jun 23, 2026

ભાગવત રહસ્ય-૧૭૬-Bhgavat Rahasya-176

પ્રહલાદ કહે છે-કે –“નાથ,એવી કૃપા કરો કે-સંસારનું કોઈ સુખ ભોગવવાનો વિચાર પણ મનમાં ના આવે. કોઈ પણ પ્રકારનાં ઇન્દ્રિયોનાં સુખ ભોગવાની ઈચ્છા જ ન થાય, મારા હૃદયમાં કોઈ દિવસ કામનાનું બીજ અંકુરિત ન થાય,કોઈ કામનાઓનો અંકુર રહે જ નહિ-તેવું વરદાન આપો.”