Jul 28, 2026

ભાગવત રહસ્ય-૨૦૮-Bhgavat Rahasya-208

અંબરીશ શબ્દનો જરા વિચાર કરો-અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. આકાશ એ શરીરની અંદર પણ છે અને બહાર પણ છે.જેના અંદર બહાર સર્વે ઠેકાણે ઈશ્વર છે-તે અંબરીશ.
જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ.
જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવા પડેછે, 
જયારે ભક્તિમાર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે.

Jul 27, 2026

ભાગવત રહસ્ય-૨૦૭-Bhgavat Rahasya-207

નૃસિંહ અવતારની કથાએ –ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું,
વામન અવતારની કથાએ –લોભનો નાશ કેવી રીતે કરવો તે બતાવ્યું. 
હવે રામચંદ્રજીની કથા –કામનો નાશ કેવી રીતે કરવો-તે શીખવશે.
ભાગવતનું ધ્યેય –કૃષ્ણ-લીલા-ચરિત્ર કહેવાનું છે,પણ પહેલા સ્કંધથી કૃષ્ણલીલાનું વર્ણન કર્યું નથી,
તેનું કારણ એ છે કે- ક્રોધ,લોભ,કામનો નાશ થાય પછી જ –પરમાત્મા મળે- શ્રીકૃષ્ણ મળે.

Jul 26, 2026

ભાગવત રહસ્ય-૨૦૬-Bhgavat Rahasya-206

સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણ.રામ પહેલાં આવે છે,અને તે પછી શ્રીકૃષ્ણ આવે છે. રામ -ના -આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી.ભાગવતમાં મુખ્ય કથા શ્રીકૃષ્ણની છે.પણ રામને પધરાવ્યા પછી જ શ્રીકૃષ્ણ આવે છે.રામજીની મર્યાદા(વિવેક)ને બતાવવાનો ઉદ્દેશ છે.આ મર્યાદા (વિવેક)નું પાલન થાય તો જ કૃષ્ણલીલાનું રહસ્ય સમજમાં આવે.પણ,મનુષ્ય ને થોડી સંપત્તિ,અધિકાર મળે એટલે તે વિવેક ભૂલે છે.

Jul 25, 2026

ભાગવત રહસ્ય-૨૦૫-Bhgavat Rahasya-205

વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળવામાં આવે -તો તે વાસના જ ઉપાસના બને.
અને મુક્તિ મળે.(મુક્તિ મનની છે,આત્મા તો સદા મુક્ત જ છે) 
વાસના ના બે પ્રકાર છે.(૧) સ્થૂળ વાસના (૨) સૂક્ષ્મ વાસના.
(૧) સ્થૂળ વાસના –ઇન્દ્રિયોમાં (જીભ-વગેરે) માં છે.આઠમા સ્કંધમાં સંતોના ચરિત્રો કહ્યા છે,
જેથી સ્થૂળ વાસના દૂર થાય ત્યારે નવમા સ્કંધ માં પ્રવેશ મળે.
(૨) સૂક્ષ્મ વાસના-બુદ્ધિમાં છે.આ નવમા અધ્યાયમાં મન -બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસના દૂર કરવા માટે છે.

Jul 24, 2026

ભાગવત રહસ્ય-૨૦૪-સ્કંધ-૯-Bhgavat Rahasya-204-Skandh-9

સ્કંધ-૯-આ સ્કંધની શરૂઆત કરતાં પહેલાં અત્યાર સુધીમાં આવી ગયેલા સ્કંધોના તત્વજ્ઞાનનું થોડું મનન કરીએ.(૧)-પહેલાં સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન છે.શિષ્યનો અધિકાર બતાવ્યો. 
અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે,એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું,
પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો.વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.અધિકાર વગર જ્ઞાન દીપે નહિ. 
અનાધિકારી જ્ઞાનનો દુરુયોગ કરે છે.

Jul 23, 2026

ભાગવત રહસ્ય-૨૦૩-Bhgavat Rahasya-203

પરમાત્મા સર્વના હૃદય માં રહી,દીવાની જેમ-માત્ર સાક્ષીરૂપે પ્રકાશ આપે છે.
જીવ પાપ કરે કે પુણ્ય કરે તેની અસર –સાક્ષી પરમાત્માને થતી નથી.
ઈશ્વરને ન કહેવાય-નિષ્ઠુર કે ન –કહેવાય દયાળુ. ઈશ્વરના માટે કોઈ ધર્મ નથી.
ઈશ્વર આનંદરૂપ છે,સર્વવ્યાપક છે.આપણી બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે.
બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે.ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી.ઈશ્વર સ્વયં પ્રકાશ છે. 
ઈશ્વર સિવાય સર્વ પરપ્રકાશ્ય છે.