Aug 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1183

 

અધ્યાય-૧૮૫-દ્રોણચાર્ય અને દુર્યોધનની વાતચીત 


 II संजय उवाच II ततो दुर्योधनो द्रोणमभिगम्याब्रविदिदम I अमर्पवशमापन्नो जनयन हर्षतेजसी II १ II

સંજય બોલ્યો-'ત્યારે ક્રોધવશ થયેલો દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો ને તેમના હર્ષ-તેજને ઉત્પન્ન કરતો બોલ્યો કે-'હે આચાર્ય,સંગ્રામમાં વિશ્રામ લેતા શત્રુઓને હવે તમારે સહન કરવા ન જોઈએ.તેઓના મન અને તન થાક્યા છે અને ખાસ કરીને અત્યારે તે લાગમાં આવ્યા છે.આજ દિવસ સુધી અમે જે જે સહન કર્યું છે તે તમને પ્રિય થઇ પડે તેવી ઈચ્છાથી જ,પણ હવે અમારાથી સહન થતું નથી.પાંડવો જોકે બળવાન છે પણ તેઓ આ સમયે વિશ્રાંતિ લીધા છતાં સર્વથા તેજ ને બળથી હીન થયા છે.તમે એમનું વારંવાર રક્ષણ કરો છે તેથી જ તે આગળ વધ્યે જાય છે.તમારી પાસે જે બ્રહ્માસ્ત્ર આદિ દિવ્ય અસ્ત્રો છે તેની સામે પાંડવો ને બીજા ધનુર્ધરો પણ યુદ્ધમાં તમારી તુલના કરી શકે તેમ નથી.તમે જો ધારો તો તમારા દિવ્ય અસ્ત્રોથી દેવો,દૈત્યો ને ગંધર્વો સહીત સર્વનો સંહાર કરી શકો તેમ છે તેમાં સંશય નથી.આવા તમે એ પાંડવોને સહન કરી રહ્યા છો તેમાં કારણ તરીકે તો તેમના પ્રત્યે તમારો શિષ્યો તરીકેનો પ્રેમ અથવા અમારી મંદભાગ્યતા જ હોઈ શકે'

Aug 3, 2026

ભાગવત રહસ્ય -૨૧૪-Bhgavat Rahasya-214

રામજીના જન્મનાં અનેક કારણ બતાવ્યાં છે. કલ્પ કલ્પ ની કથામાં થોડો ફેર આવે છે.
પણ નારદજીના શાપનું કારણ આપણા જેવા સાધારણ જીવ માટે ઉપયોગી છે.
નારદજી હિમાલયમાં તપ કરતા હતા.ઇન્દ્રને શંકા ગઈ કે -નારદજી મારું રાજ્ય પડાવી લેશે કે શું ? 
ઇન્દ્રીયાધીન માનવી એ જ ઇન્દ્ર છે, જે બહુ ભોગી અને વિલાસી હોય છે તેનું મન શંકાશીલ હોય છે.
ઇન્દ્રે કામ ને બોલાવ્યો,અને કહ્યું કે નારદજીની તપશ્ચર્યામાં ભંગ કર.

Aug 2, 2026

ભાગવત રહસ્ય-૨૧૩-Bhgavat Rahasya-213

ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું,તેમના પછી તેમના પુત્ર દિલીપે ને તેમના પછી 
તેમના પુત્ર ભગીરથે તપ કર્યું. ત્રણ પુરુષનું પુણ્ય ભેગું થયું એટલે ગંગાજી પ્રગટ થયાં.
( ત્રણ ચાર જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન-ગંગા ,એટલે કે જ્ઞાન મળે છે.)
પરંતુ ગંગાને આકાશ માંથી ઝીલે કોણ ? ભગીરથ રાજાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી.
શિવજી ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા.શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે.

Aug 1, 2026

Chaturved-Gujarati book-by Ramniklal Bhatt

 ચાર વેદો - ભાષાંતર - રમણીકલાલ કાશીનાથ ભટ્ટ 

sivohm-14 million view

 Thanks


ભાગવત રહસ્ય-૨૧૨-Bhgavat Rahasya-212

મનુ મહારાજને ત્યાં,ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તેના વંશ માં માંધાતા થયો.
માંધાતા રાજાની પચાસ કન્યાઓનું લગ્ન સૌભરીઋષિ સાથે થયેલું.
સૌભરી તપશ્ચર્યા કરતા હતા.તે સિદ્ધ થયા –એટલે લોકોની બહુ ભીડ થવા માંડી.
બહુ જનસંઘ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય છે,સૌભરી વિચારે છે-કે –હું ક્યાં જાઉં ? છેવટે સૌભરી યમુનાજીના ધરામાં પ્રવેશી તપશ્ચર્યા કરે છે.