Sep 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1231

 

અધ્યાય-૨૭-સંશપ્તકોનો પરાજય 


II संजय उवाच II श्वेताश्वोश्वोथ महाराज व्यधमत्तावकं बलम् I यथा वायु: समासाद्य तुलराशिं समंततः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,પછી શ્વેત ઘોડાઓવાળો અર્જુન,જેમ,વાયુ રૂના ઢગલાને ચોબાજુથી વિખેરું નાખે,તેમ,તમારા સૈન્યમાં આવીને તેનો નાશ કરવા લાગ્યો.એટલે ત્રિગર્તો,શિબીઓ,કૌરવો,સંશપ્તકો તથા નારાયણ યોદ્ધાઓનાં સૈન્યો તેની સામે ધસી આવ્યાં.સત્યસેન,ચંદ્રદેવ,મિત્રદેવ,શત્રુંજય,સૌશ્રુતિ,ચિત્રસેન,મિત્રવર્મા તથા ત્રિગર્તરાજ ને તેના ભાઈઓ ને પુત્રો અર્જુન સામે આવી સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.આ રીતે અનેક યોદ્ધાઓ એકઠા થઈને અર્જુનને વીંધવા લાગ્યા ત્યારે અર્જુને પણ તે સર્વને સામે વીંધવા માંડ્યા.

Sep 24, 2026

ભાગવત રહસ્ય-૨૬૫-Bhgavat Rahasya-265

પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિનો 
આજે છેલ્લો દિવસ છે.રામજી કહે છે-કે-ભરતજીને હું પરત આવું છું તેની ખબર નહિ પડે 
તો તે પ્રાણ ત્યાગ કરશે.હનુમાનજીને ભરતજીને ખબર આપવા સહુથી આગળ જવા માટે 
આજ્ઞા કરી છે.હનુમાનજી ભરત પાસે આવ્યા છે.ભરતજી રામજીની પાદુકાનું પૂજન કરી 
રામનામનો જાપ કરે છે.હનુમાનજી કહે છે-કે-ભરતજી,રામજી પધારે છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1230

 

અધ્યાય-૨૬-ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીની હાર 


II संजय उवाच II ध्रुष्ट्ध्युम्नं कृपो राजन वारयामास संयुगे I यथा द्रष्ट्वा वने सिंहं शरभो वारयेयुधि II १ II

સંજય બોલ્યો-હે રાજન,જેમ (આઠ પગવાળું) શરભ નામનું પ્રાણી,વનમાં કોઈ સિંહને અટકાવે તેમ,કૃપાચાર્યે,રણમાં આગળ વધતા ધૃષ્ટદ્યુમ્નને અટકાવ્યો હતો.તે જોઈને સર્વ યોદ્ધાઓ માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આજે આ કૃપાચાર્ય,દ્રોણાચાર્ય જેવું જ પરાક્રમ કરશે કે શું? આજે શું ધૃષ્ટદ્યુમ્ન કુશળ રહેશે?' ત્યારે કૃપાચાર્યે ક્રોધથી મોટો ફૂંફાડો માર્યો ને ધૃષ્ટદ્યુમ્નના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કરીને તેને એવો મારવા માંડ્યો કે તે મોટા ગભરાટમાં પડી ગયો ને 'શું કરવું?' તે સમજી શક્યો નહિ.

Sep 23, 2026

ભાગવત રહસ્ય-૨૬૪-Bhgavat Rahasya-264

તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો છે.પથ્થર પર રામનામ લખવાથી 
પથ્થર તરે છે. રામનામથી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે? 
વિશ્વાસ રાખી રામનામનો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગરને તરે છે.કલિકાળમાં 
રામનામના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1229

અધ્યાય-૨૫-સુતસોમ અને શકુનિનું યુદ્ધ 


II संजय उवाच II युयुत्सुं तव पुत्रस्य द्रावयंतं बलं महत् I उलूको न्यपतत्तुर्ण तिष्ठ तिष्ठेति चाब्रवीत II १ II

સંજય બોલ્યો-તેવામાં,યુયુત્સુ તમારા પુત્રના મહાસૈન્યને નસાડી મુકવા લાગ્યો એટલે રાજા ઉલૂક (શકુનિનો પુત્ર)એકદમ તેની સામે ધસી ગયો.એટલે તુરત જ યુયુત્સુએ તીક્ષ્ણ બાણથી તેના પર પ્રહાર કર્યો.સામે ઉલૂકે,યુયુત્સુના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યારે યુયુત્સુએ તરત જ નવું ધનુષ્ય લઈને ઉલૂકને ને એના સારથિને અત્યંત વીંધી નાખ્યા.બંને વચ્ચે અન્યોન્ય તુમુલ સંગ્રામ થઇ રહ્યો.ઉલુકે,યુયુત્સુના ધ્વજને તોડી પડ્યો તો સામે ક્રોધિત યુયુત્સુએ તેની છાતીમાં પાંચ બાણ વડે પ્રહાર કર્યો.

હવે,ઉલૂકે,યુયુત્સુના સારથિ,ઘોડાઓને મારી નાખીને યુયુત્સુને અત્યંત વીંધ્યો,ત્યારે તે યુયુત્સુ બીજા રથમાં બેસી ત્યાંથી નાસી ગયો.આમ તેનો પરાજય કરીને ઉલૂક પાંચાલો ને સૃન્જયો સામે ધસી ગયો.

Sep 22, 2026

ભાગવત રહસ્ય-૨૬૩-Bhgavat Rahasya-263

વિભીષણ વાનરસેના પાસે આવ્યા છે.વિભીષણ વિચારે છે-કે- રામજી મને સ્વીકારશે કે નહિ ?
રાવણનો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો? ના,ના,તેઓ તો અંતર્યામી છે,મારો શુદ્ધ ભાવ છે,
તેઓ મને જરૂર અપનાવશે.સુગ્રીવે રામજી પાસે આવી સમાચાર આપ્યા કે-
રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે,લાગે છે-કે-રાક્ષસોની આ માયા છે.અને તે આપણો ભેદ
 જાણવા આવ્યો હોય તેમ લાગે છે.