Sep 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1232

 

અધ્યાય-૨૮-મહાસંહાર 

II संजय उवाच II युधिष्ठिरं महाराज विसृजन्तं शरान् बहुन्:I स्वयं दुर्योधनो राज प्रत्यगृहणादभीतवत  II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,યુધિષ્ઠિરને ઘણાં બાણો છોડી રહેલા જોઈને રાજા દુર્યોધન પોતે તેમની સામે યુદ્ધ કરવા ચઢી ગયો.તેને આવતો જોઈને યુધિષ્ઠિરે તેને ઝપાટાબંધ વીંધી નાખ્યો ને 'ઉભો રહેજે નાસતો નહિ' એમ કહ્યું એટલે દુર્યોધને ચિઢાઇને તીક્ષ્ણ બાણોથી યુધિષ્ઠિરને વીંધી નાખ્યા.હવે યુધિષ્ઠિરે સામે તેને વીંધીને,તેના ચારેય ઘોડાઓને,ને સારથિને મારી નાખ્યા ને તેના ધ્વજને કાપી ને તેના ધનુષ્યને પણ કાપી નાખ્યું.દુર્યોધને હાથમાં તલવાર લીધી,પણ તે તલવારને પણ યુધિષ્ઠિરે કાપી નાખી.તે વખતે સંકટમાં આવી ગયેલો દુર્યોધન રથ પરથી કૂદીને પૃથ્વી પર ઉભો રહ્યો.તેને આવી રીતે સંકટમાં આવી પડેલો જોઈને કર્ણ,કૃપાચાર્ય તથા અશ્વત્થામા આદિ મહારથીઓ તેનું રક્ષણ કરવા એકાએક ધસી આવ્યા.પેલી તરફ યુધિષ્ઠિરની મદદે પણ સર્વ પાંડવ યોદ્ધાઓ આવી પહોંચ્યા ને તેઓ બધા વચ્ચે તુમુલ યુદ્ધનો પ્રારંભ થયો.

Sep 25, 2026

ભાગવત રહસ્ય-૨૬૬-Bhgavat Rahasya-266

બીજે દિવસે સવારે-રામજીને સ્નાન કર્યા પછી,હનુમાનજી પીતાંબર આપવા જાય છે-તો ત્યાં 
માતાજી ના પાડે છે-કહે છે-તે સેવા મારી છે.કોઈ બીજી સેવા વખતે લક્ષ્મણજી ના પાડે.
કહે-તે સેવા મારી છે.હનુમાનજી સીતાજીને કહે છે-કે-માતાજી તમે નારાજ થયાં છો?
મને સેવા કેમ કરવા દેતાં નથી? સીતાજીએ કહ્યું-કે-ગઈકાલે બધી સેવાની વહેંચણી થઇ 
ગઈ છે-તારા માટે કોઈ સેવા બાકી રહી નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1231

 

અધ્યાય-૨૭-સંશપ્તકોનો પરાજય 


II संजय उवाच II श्वेताश्वोश्वोथ महाराज व्यधमत्तावकं बलम् I यथा वायु: समासाद्य तुलराशिं समंततः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,પછી શ્વેત ઘોડાઓવાળો અર્જુન,જેમ,વાયુ રૂના ઢગલાને ચોબાજુથી વિખેરું નાખે,તેમ,તમારા સૈન્યમાં આવીને તેનો નાશ કરવા લાગ્યો.એટલે ત્રિગર્તો,શિબીઓ,કૌરવો,સંશપ્તકો તથા નારાયણ યોદ્ધાઓનાં સૈન્યો તેની સામે ધસી આવ્યાં.સત્યસેન,ચંદ્રદેવ,મિત્રદેવ,શત્રુંજય,સૌશ્રુતિ,ચિત્રસેન,મિત્રવર્મા તથા ત્રિગર્તરાજ ને તેના ભાઈઓ ને પુત્રો અર્જુન સામે આવી સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.આ રીતે અનેક યોદ્ધાઓ એકઠા થઈને અર્જુનને વીંધવા લાગ્યા ત્યારે અર્જુને પણ તે સર્વને સામે વીંધવા માંડ્યા.

Sep 24, 2026

ભાગવત રહસ્ય-૨૬૫-Bhgavat Rahasya-265

પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિનો 
આજે છેલ્લો દિવસ છે.રામજી કહે છે-કે-ભરતજીને હું પરત આવું છું તેની ખબર નહિ પડે 
તો તે પ્રાણ ત્યાગ કરશે.હનુમાનજીને ભરતજીને ખબર આપવા સહુથી આગળ જવા માટે 
આજ્ઞા કરી છે.હનુમાનજી ભરત પાસે આવ્યા છે.ભરતજી રામજીની પાદુકાનું પૂજન કરી 
રામનામનો જાપ કરે છે.હનુમાનજી કહે છે-કે-ભરતજી,રામજી પધારે છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1230

 

અધ્યાય-૨૬-ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીની હાર 


II संजय उवाच II ध्रुष्ट्ध्युम्नं कृपो राजन वारयामास संयुगे I यथा द्रष्ट्वा वने सिंहं शरभो वारयेयुधि II १ II

સંજય બોલ્યો-હે રાજન,જેમ (આઠ પગવાળું) શરભ નામનું પ્રાણી,વનમાં કોઈ સિંહને અટકાવે તેમ,કૃપાચાર્યે,રણમાં આગળ વધતા ધૃષ્ટદ્યુમ્નને અટકાવ્યો હતો.તે જોઈને સર્વ યોદ્ધાઓ માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આજે આ કૃપાચાર્ય,દ્રોણાચાર્ય જેવું જ પરાક્રમ કરશે કે શું? આજે શું ધૃષ્ટદ્યુમ્ન કુશળ રહેશે?' ત્યારે કૃપાચાર્યે ક્રોધથી મોટો ફૂંફાડો માર્યો ને ધૃષ્ટદ્યુમ્નના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કરીને તેને એવો મારવા માંડ્યો કે તે મોટા ગભરાટમાં પડી ગયો ને 'શું કરવું?' તે સમજી શક્યો નહિ.

Sep 23, 2026

ભાગવત રહસ્ય-૨૬૪-Bhgavat Rahasya-264

તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો છે.પથ્થર પર રામનામ લખવાથી 
પથ્થર તરે છે. રામનામથી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે? 
વિશ્વાસ રાખી રામનામનો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગરને તરે છે.કલિકાળમાં 
રામનામના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.