અધ્યાય-૩૯-કર્ણ અને શલ્ય વચ્ચે ટપાટપી
II शल्य उवाच II मा सूतपुत्र दानेन सौवर्ण हस्तिपडगवम I प्रयच्छ पुरुषायाद्य दक्ष्यसि त्वं धनंजयम् II १ II
શલ્ય બોલ્યો-'ઓ સૂતપુત્ર,તું હાથી સમાન બળવાળા છ બળદોથી જોડેલા સુવર્ણના રથનું દાન કર મા ! તું કેવળ મુરખાઇથી જ આટલું બધું ધન આપી દેવા તૈયાર થયો છે કારણકે આજે તું વિના પ્રયાસે જ અર્જુનને જોઇશ.તું એક મૂઢ પુરુષની જેમ બીજાઓને ધન આપી દેવા તૈયાર થયો છે,ને મોહને લીધે સમજતો નથી કે અપાત્રે દાન કરવાથી કેટલા દોષો પ્રગટ થાય છે.તું ધનનો વ્યર્થ દુરુપયોગ કરવા જ ધારે છે.આટલા બધા ધનથી તો અનેક જાતના યજ્ઞો થઇ શકે.તું તે ધન વડે યજ્ઞો જ કર્યા કર !





