Oct 29, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1257

 

અધ્યાય-૪૭-દારુણ યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II तथा व्युढेष्वनीकेषु संसक्तेषु च संजय I संशप्तकान कथं पार्थो गतः कर्णश्च पांडवान II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ રીતે વ્યૂહ રચનામાં ગોઠવાઈ ગયેલા તે બંને સૈન્યો અન્યોન્ય સામે ભેટ્યાં 

ત્યારે અર્જુને સંશપ્તકો સામે કેવો ધસારો કર્યો હતો? ને સામે કર્ણે કેવો ધસારો કર્યો હતો તે કહે'


સંજય બોલ્યો-તે સમયે અર્જુને પણ તમારા પુત્રની દુષ્ટ નીતિને પરિણામે વ્યૂહ રચ્યો.તેના મોખરામાં ધૃષ્ટદ્યુમ્ન ઉભો હતો ને સર્વ દ્રૌપદી પુત્રો દિવ્ય કવચો તથા આયુધો ધારણ કરીને તેનું રક્ષણ કરતા હતા.અને સર્વ અનુચર યોદ્ધાઓ તેની પાછળ જતા હતા.પછી,સર્વ સૈન્યો બરાબર ગોઠવાઈ ગયા,ત્યારે પોતાની સામે યુદ્ધ કરવા તૈયાર થયેલા સંશપ્તક યોદ્ધાઓને જોઈને અર્જુન કોપીને તેમની સામે ધસી ગયો.ત્યાં પાળાઓ,ઘોડા,રથો અને હાથીથી ભરેલું સંશપ્તકોનું સૈન્ય 'મરણ થાય તો પણ યુદ્ધમાંથી પાછા ન હટવું' એવા નિશ્ચય સાથે અર્જુન સામે મારો ચલાવવા માંડ્યું.

Oct 28, 2026

ભાગવત રહસ્ય-૨૯૨-Bhagvat Rahasya-292

આ બાજુ ગોપીઓએ યશોદાને ત્યાં લાલાના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા,અને તેમને 
--લાલાના દર્શનની “આતુરતા “ જાગી છે--લાલાને “આપવા” ભેટો લઇને દોડી છે.
ગોપીઓ કૃષ્ણદર્શન,માટે દોડે છે,જાણે નવધા ભક્તિ સાકાર રૂપ ધારણ કરી દોડતી ઈશ્વરને 
મળવા જાય છે.જયારે ગોપીઓ દોડતી લાલાને મળવા જાય છે,ત્યારે તેમના એક એક અંગને 
–જાણે પ્રભુના દર્શનની ઉતાવળ થઇ હોય તેવું લાગે છે.ઇન્દ્રિયોને જાણે વાચા ફૂટી છે.(ઇન્દ્રિયો બોલે છે)

16-Million Views of sivohm-dot-com

 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1256

 

અધ્યાય-૪૬-વ્યૂહરચના 


II संजय उवाच II ततं परानीकसहं व्युहमप्रतिमं कृतं I समीक्ष्य कर्णः पार्थानां ध्रुष्ट्ध्युम्नाभिरक्षितम् II १ II

સંજય બોલ્યો-પછી,શત્રુઓના સૈન્યને સહન કરી શકે તેવી રચનાવાળા પાંડવોના તે અપ્રતિમ વ્યુહને ધૃષ્ટદ્યુમ્નના રક્ષણ તળે રહેલો જોઈને કર્ણે ધસારો કર્યો,ત્યારે તે રથનો ઘડઘડાટ,સિંહનાદની ગર્જના અને વાદિત્રોના નાદથી જાણે પૃથ્વીને કંપાવતો હતો.ત્યારે કર્ણ ક્રોધથી ધ્રુજી રહ્યો હતો ને તેણે સામે વ્યૂહરચના કરીને પાંડવોની સેનાનો નાશ કરવા માંડ્યો.તેણે યુધિષ્ઠિર પર મારો ચલાવીને તેમને પોતાની ડાબી બાજુ લાવી મુક્યા.

Oct 27, 2026

ભાગવત રહસ્ય-૨૯૧-Bhagvat Rahasya-291

નંદબાબાને બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,અને તે સ્તબ્ધ થઇ ગયા છે,નંદજી ને લાગ્યું કે -
“જે બાળક સ્વપ્નમાં મેં જોયેલો તે આ જ બાળક છે” બાલકૃષ્ણ નંદબાબાને કહે છે, “બાબા તમે 
ગાયોની ચિંતા ના કરો,હું ગાયોની સેવા કરવા આવ્યો છું.” સ્તબ્ધતામાં નંદબાબાને દેહનું ભાન રહ્યું નથી,
બાલકૃષ્ણના દર્શન કરતાં તે જડ જેવા થઇ ગયા છે.તેમને યાદ આવતું નથી કે-
“ હું સૂતો છું કે જાગું છે ?કે હજુ હું સ્વપ્નમાં તો નથી ને ?”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1255

 

અધ્યાય-૪૫-વાહીકવાસીઓની નિંદા (ચાલુ)


 II कर्ण उवाच II हंत शल्य विजानीहि हंत भूयो ब्रवीमि ते I उच्यमानं मया सम्यक् त्वमेकाग्रमना: शृणु II १ II

કર્ણ બોલ્યો-હે શલ્ય,હું તને ફરી ઘણી જ ખેદની વાત કહું છું તે એકાગ્ર ચિત્તે સાંભળ.પૂર્વે મારા ઘેર એક બ્રાહ્મણ અતિથિ આવ્યો હતો,તે મારા ઘરનો આચાર જોઈને પ્રસન્ન થયો અને તેણે કહેવા માંડ્યું કે-'હું એકલો જ ઘણા કાળ સુધી હિમાલયના શિખર પર રહ્યો હતો,તેમ જ મેં અનેક જાતના ધર્મોવાળા દેશો જોયા છે.ત્યાંથી હું અહીં આવતો હતો તેવામાં વાહીક લોકોના સંબંધમાં મેં એવું સાંભળ્યું હતું કે-'ત્યાં સર્વ વાહીકો પ્રથમ બ્રાહ્મણ જ હોય છે,તેમાંથી ક્ષત્રિય થઇ જાય છે,પછી વૈશ્ય ને પછી શુદ્ર બની જાય છે છેવટે હજામ બની જાય છે ને તેનો તે જ પાછો હજામમાંથી બ્રાહ્મણ બની જાય છે.ને બ્રાહ્મણમાંથી પાછો ગુલામ બને છે.આવી રીતે એક જ કુળમાં માત્ર એક જ મનુષ્ય બ્રાહ્મણ તરીકે માંડ માંડ રહે છે અને બાકીના બીજા ભાઈઓ તો ભિન્નભિન્ન અને સંકીર્ણ ક્રિયાઓ કરનારા સ્વેચ્છાચારી બની જાય છે.આ પ્રમાણે મદ્રકો,અને વાહીકો પ્રાયઃ અલ્પજ્ઞ જ હોય છે.તે વાહીકોમાં જ ધર્મસંકર કરનારું વર્તન વિશેષ હોય છે.