Nov 6, 2026

ભાગવત રહસ્ય-૩૦૧-Bhagvat Rahasya-301

આ બાજુ બાલકૃષ્ણલાલને ખબર પડી કે-શંકરજી આવ્યા છે –પણ મા બહાર કાઢતી નથી.....
બહાર નીકળવા માટે તે જોરથી રડવા લાગ્યા. હજાર વાનાં કર્યા છતાં લાલો શાંત થતો નથી.
રડતાં રડતાં કનૈયો હાથ ઉંચા કરીને બતાવે છે-કે મારે બહાર જવું છે,પણ મા,બહાર લઈ જતી નથી.
ગોપીઓ દોડતી દોડતી આવી છે,ત્રણ ચાર દિવસમાં તો બિલકુલ રડ્યો નથી,
પણ આજે લાલાને થાય છે શું ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1265

 

અધ્યાય-૫૫-યુધિષ્ઠિર નાઠા 


II संजय उवाच II द्रौणिर्युधिष्ठिरं द्रष्ट्वा शैनेयेनाभिरक्षितं I द्रौपदेयैस्तथा शूरैरम्यवर्तत धृष्टवत् II १ II

સંજય બોલ્યો-એ સમયે યુધિષ્ઠિરને સાત્યકિ અને દ્રૌપદીના પુત્રોના રક્ષણ તળે ઉભેલા જોઈને દ્રોણપુત્ર અશ્વત્થામા નિર્ભય થઈને તેમની સામે ચડી ગયો.ને તેણે પોતાના હાથની ચાલાકી દર્શાવીને દિવ્ય અસ્ત્રોથી મંત્રેલાં સંખ્યાબંધ બાણો મૂકીને યુધિષ્ઠિરને અને આકાશને ઢાંકી દીધું.તેના બાણો વડે આકાશ એટલું ઢંકાઈ ગયું હતું કે તેથી કંઈ પણ જાણવામાં આવતું નહોતું.સર્વ આકાશ જાણે સુવર્ણની લટકતી શેરોવાળો એક મોટો ચંદરવો બાંધી દીધો હોય તેમ સુવર્ણભૂષિત બાણજાળથી પથરાઈ ગયું હતું.ત્યાં કોઈ પ્રાણી પણ ઉડી શકતું નહોતું તે એક મોટું અચરજ હતું.અશ્વત્થામાની ઝડપ જોઈને સૈન્યોના સર્વ મહારથીઓ વિસ્મય પામી ગયા હતા.ને સૂર્યની જેમ દીપતા તેની સામે કોઈ જોઈ શકતા નહોતા.

Nov 5, 2026

ભાગવત રહસ્ય-૩૦૦-Bhagvat Rahasya-300

શિવજી મહારાજ સાધુના સ્વરૂપે લાલાજીના દર્શન કરવા યશોદાના આંગણામાં પધાર્યા છે.
લોકો એમને જોઈને કહે છે-કે આ સાધારણ સાધુ લાગતો નથી,આ તો શિવજી જેવો લાગે છે.
શિવજી સાધુનો વેશ લઇ સ્વ-રૂપ છુપાવે પણ શિવજીનું તેજ જાય ક્યાં ? યશોદાજી નો નિયમ 
હતો કે રોજ સાધુ-બ્રાહ્મણને જમાડી (ભિક્ષા આપીને) ને જમવું.દાસી મારફતે થાળીમાં 
ભિક્ષા (ભોજન)-શિવજીને મોકલાવી છે. દાસી શિવજી પાસે આવીને કહે છે-કે-
યશોદાજીએ આ ભિક્ષા મોકલાવી છે,આપ સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1264

 

અધ્યાય-૫૪-કૃપાચાર્યની ચઢાઇ-કૃતવર્માની હાર 


II संजय उवाच II कृतवर्मा कृपो द्रौणिः सुत्पुत्रश्व मारिष I उलूकः सौबलश्चैव राजा च सह सोदरैः II १ II

સંજય બોલ્યો-હે રાજા,કૃતવર્મા,કૃપાચાર્ય,અશ્વત્થામા,કર્ણ,ઉલુક,શકુનિ તથા ભાઈઓ સાથે દુર્યોધન,અર્જુનના ભયથી વિહવળ થયેલી સેનાને મદદ કરવા વેગપૂર્વક દોડી ગયા અને એક મુહૂર્ત જેટલા કાળ સુધી તે સ્થળે અતિભયંકર યુદ્ધ ચાલુ થયું.એ રણમાં કૃપાચાર્યએ ઉપરાઉપરી બાણોની વૃષ્ટિ કરવા માંડી અને સૃન્જય યોદ્ધાઓને ઢાંકી દીધા.તે વખતે શિખંડી કૃપાચાર્ય સામે ધસી ગયો ને કૃપાચાર્ય સામે બાણોનો વરસાદ વરસાવી તેમને વીંધ્યા.ત્યારે તે બ્રાહ્મણે તત્કાળ શિખંડીને ઘોડા,સારથિ ને રથ વિનાનો કરી મુક્યો.એટલે શિખંડી રથમાંથી કૂદી તલવાર ને ઢાલ લઈને કૃપાચાર્ય સામે ધસ્યો.

Nov 4, 2026

ભાગવત રહસ્ય-૨૯૯-Bhagvat Rahasya-299

ઉકરડામાં અત્તરની સુવાસ આવી શકે જ નહિ.આખો દિવસ સંસારની પ્રવૃત્તિમાં ફસાયેલો રહે 
તેને આનંદ મળતો નથી.રોજ થોડો સમય થોડી નિવૃત્તિ પણ લેવી જોઈએ.નિવૃત્તિનો આનંદ 
લેવો હોય તો –છેવટે મનથી પણ થોડો સમય પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.શરીરમાં શક્તિ 
હોય –ત્યારે વિવેકથી પ્રવૃત્તિ ઓછી કરવી જોઈએ,અથવા પ્રવૃત્તિ છોડવી જોઈએ.
અતિ પ્રવૃત્તિ અને ભક્તિને વિરોધ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1263

 

અધ્યાય-૫૩-અર્જુન અને સંશપ્તકો 


II संजय उवाच II वर्तमाने तथा युद्धे क्षत्रियाणां निमज्जने I गाण्डिवस्य महाघोषाः श्रूयते युधि मारिष II १ II

સંજય બોલ્યો-હે રાજા,ક્ષત્રિયોના વિનાશ કરનારું તે યુદ્ધ એ પ્રમાણે ચાલી રહ્યું હતું,તેમાં બીજી તરફથી ગાંડીવનો મહાન ટંકારવ સંભળાતો હતો.તે સ્થળે અર્જુન,સંશપ્તકોનો,કોસલોનો તથા નારાયણી સૈન્યનો ઘાણ વાળી રહ્યો હતો.સંશપ્તકોની બાણવૃષ્ટિનો નાશ કરતો તે અર્જુન મોટામોટા રથી યોદ્ધાઓનો સંહાર કરતો રથ સેનામાં દાખલ થઈને સુશર્મા પાસે જઈ પહોંચ્યો ને તેના પર બાણોનો મારો ચલાવવા લાગ્યો.ત્યારે સુશર્માએ દશ બાણોથી અર્જુનને વીંધ્યો,શ્રીકૃષ્ણની જમણી ભુજામાં પ્રહાર કર્યો ને એક ભલ્લ બાણથી અર્જુનના ધ્વજને વીંધી નાખ્યો,એટલે વિશ્વકર્માએ બનાવેલો મહાન વાનરરાજ અતિ મહાન શબ્દથી કિકિયારીઓ પાડવા લાગ્યો,જેના શબ્દથી તમારી સેનાએ અત્યંત ત્રાસી ગઈ અને ભયમાં આવી નિશ્ચેટ થઇ પડી.