Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Nov 14, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1273
અધ્યાય-૬૩-યુધિષ્ઠિરનું પલાયન થવું
II संजय उवाच II कर्णोपि शरजालेन केकयानां महारथान I व्यधमत् परमेष्वासानग्रतः पर्यवस्थितान् II १ II
સંજય બોલ્યો-ત્યારે કર્ણ પણ મોખરામાં આવી ઉભેલા કેકયોના મહાધનુર્ધરોનો નાશ કરવા લાગ્યો ને પાંચસો મહારથીઓને યમલોકમાં મોકલી દીધા.કર્ણનાં બાણોથી પીડાયેલા તે યોદ્ધાઓ 'યુદ્ધમાં આ કર્ણને સહન કરવો અશક્ય છે' એમ માનીને ભીમસેન પાસે દોડી ગયા.આ રીતે રથસૈન્યમાં ભંગાણ પાડીને કર્ણ એકલો જ યુધિષ્ઠિર સામે ધસી ગયો.તે સમયે યુધિષ્ઠિર ઘાયલ થઈને લગભગ બેભાન જેવા થઇ ગયા હતા તેથી નકુલ અને સહદેવ સાથે પોતાની છાવણી તરફ જતા હતા.
તે વખતે કર્ણે યુધિષ્ઠિર અને નકુલ સહદેવ પર પ્રહારો કર્યા.
Nov 13, 2026
ભાગવત રહસ્ય-૩૦૮-Bhagvat Rahasya-308
સનાતન ગોસ્વામીના જીવનમાં એક પ્રસંગ આવે છે.એક બ્રાહ્મણ બહુ ગરીબ હતો,
દરિદ્રતાનું દુઃખ દૂર કરવા તે પ્રભુને પ્રાર્થના કરે છે.તેને સ્વપ્ન માં આદેશ થયો કે-તું સનાતન
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1272
અધ્યાય-૬૨-સંકુલ યુદ્ધ
II संजय उवाच II ततः श्वेताश्वसंयुक्ते नारायणसमहिते I तिष्ठन रथवरे श्रीमानर्जुनः समपद्यत II १ II
સંજય બોલ્યો-તે પછી,ધોળા રંગના ઘોડાઓ જેમાં જોડેલા હતા અને શ્રીનારાયણ જેને હાંકતા હતા,તેવો મહાન રથ તમારા સૈન્યમાં આવી પહોંચ્યો.જેમ,વાયુ મહાસાગરને ખળભળાવી મૂકે તેમ,અર્જુને તમારા સૈન્યને ખળભળાવી મૂક્યું.ત્યારે દુર્યોધન,અર્ધા સૈન્યથી વીંટાઇને એકાએક ચઢી આવ્યો,ને સામેથી ચઢી આવતા યુધિષ્ઠિરને રોકીને તેમના પર તોંતેર ક્ષુરપ્ર બાણો મૂકીને વીંધી નાખ્યા.તે વખતે કૌરવપક્ષના યોદ્ધાઓ યુધિષ્ઠિરને કેદ પકડવા માટે દોડ્યા,પણ તેમનો એ અભિપ્રાય જાણી લઈ,નકુલ,સહદેવ અને ધૃષ્ટદ્યુમ્ન,યુધિષ્ઠિરનું રક્ષણ કરવા ત્રણ અક્ષૌહિણી સેના સાથે લઇ ત્યાં દોડી આવ્યા.વળી,ભીમસેન પણ તમારા મહારથીઓને રગદોળતો ત્યાં દોડી આવ્યો.એ સર્વ યોદ્ધાઓને આવેલા જોઈને કર્ણ તેમના પર બાણવૃષ્ટિ કરીને તેમને અટકાવવા લાગ્યો.પાંડવસૈન્યે ઘણો પ્રયત્ન કર્યો પણ તેઓ આગળ વધી શક્યા નહોતા.
Nov 12, 2026
ભાગવત રહસ્ય-૩૦૭-Bhagvat Rahasya-307
(૨) બીજા મહાત્મા કહે છે-કે-મને આ કારણ યોગ્ય લાગતું નથી,પૂતના સ્ત્રી છે-પણ તે
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1271
અધ્યાય-૬૧-તુમુલ યુદ્ધ
II धृतराष्ट्र उवाच II निवृत्ते भीमसेने च पांडवे च युधिष्ठिरे I वध्यमाने बले चापि मामके पांडुसृंजयैः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,જયારે પાંડવ ભીમસેન તથા યુધિષ્ઠિર એ પ્રમાણે યુદ્ધ કરવા પાછા ફર્યા અને
પાંડવ તથા સૃન્જય યોદ્ધાઓ મારા સૈન્યનો સંહાર કરવા લાગ્યા,તેમ જ જયારે તે આનંદરહિત થયેલું
મારુ સૈન્ય નાસભાગ કરવા લાગ્યું હતું ત્યારે કૌરવોએ શું કર્યું હતું ? તે તું મને કહે.'




