Nov 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1279

 

વળી તે ખાંડવવનના દાહ સમયે સર્વ દેવગણોને તથા સર્વ ભૂતોને પણ જીતશે.આનાથી મોટો કોઈ ધનુર્ધર થશે નહિ અને જગતમાંનું કોઈ પ્રાણી તેનો પરાજય કરી શકશે નહિ.આ તારો પુત્ર જો ઈચ્છા કરશે તો સર્વ ભૂતોને પોતાને વશ કરશે,ઇન્દ્રિયોને જીતશે ને સર્વ વિદ્યાઓનું સંપૂર્ણ અધ્યયન કરશે.તે કાંતિમાં ચંદ્ર જેવો,વેગમાં વાયુ જેવો,સ્થિરતામાં મેરુ જેવો.પ્રભામાં સૂર્ય જેવો,લક્ષ્મીમાં કુબેર જેવો,શૌર્યમાં ઇન્દ્ર જેવો અને બળમાં વિષ્ણુ જેવો થશે.હે કુંતી,જેમ અદિતિને ત્યાં વિષ્ણુનો જન્મ થયો હતો તેમ,આ શત્રુહંતા પુત્રનો તારે ત્યાં જન્મ થયો છે,કે જે સંબંધીઓને અપાવવા ને શત્રુઓનો સંહાર કરવા પ્રસિદ્ધ થશે.'

Nov 20, 2026

ભાગવત રહસ્ય-૩૧૫-Bhagvat Rahasya-315

એક દિવસ યશોદાજી- લાલાને ખોળામાં બેસાડી ને રમાડતાં હતા.ત્યારે તૃણાવર્ત દૈત્ય ને 
મારવા કૃષ્ણ ભારે બન્યા. યશોદાજીને વજન લાગવા માંડ્યું એટલે –
કૃષ્ણને ત્યાં મૂકીને ઘરકામ માં લાગ્યા.તે વખતે તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઇને આવ્યો 
અને શ્રીકૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો.શ્રીકૃષ્ણ ત્યારે વધુને વધુ ભારે બન્યા અને-
તેને પછાડ્યો.એટલે તેના પ્રાણ ઉડી ગયા.તૃણાવર્ત એ રજોગુણનું સ્વરૂપ છે, 
રજોગુણ મનને ચંચળ બનાવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1278

 

અધ્યાય-૬૮-યુધિષ્ઠિરનાં ક્રોધવચન 


II संजय उवाच IIश्रुत्वा कर्ण कल्पमुदार्विय क्रुद्धः पाथः फ़ाल्गुनस्यामितौजाः I धनंजयं वाक्यमुवाच चेदं युधिष्ठिरः कर्णशराभितप्तः II १ II

સંજય બોલ્યો-હે રાજા,કર્ણનાં બાણોથી પ્રથમથી જ તપી રહેલા યુધિષ્ઠિર 'કર્ણ હજુ જીવે છે'એમ સાંભળીને અર્જુન પર એકદમ કોપાયમાન થઇ  ને તેને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,તારી સેના રણમાંથી પલાયન કરી ગઈ છે અને શત્રુઓએ તારી સેનાનો તિરસ્કાર કર્યો છે.વળી,તું કર્ણનો વધ કરવા અસમર્થ થયો છે ને કર્ણથી ભયભીત થઈને ભીમસેનને એકલો જ રણમાં મૂકીને તું અહીં નાસી આવ્યો છે.અરે,માતા કુંતીના ઉદરમાં જન્મ ધરીને તેં અમારી સાથે બંધુસ્નેહ કર્યો છે તે જરા પણ સારું થયું નથી.

Nov 19, 2026

ભાગવત રહસ્ય-૩૧૪-Bhagvat Rahasya-314

શકટા-સુર ચરિત્રનું રહસ્ય એવું છે-કે-મનુષ્યનું જીવન-એ –ગાડું છે,અને જો આ 
જીવન-ગાડાની નીચે પરમાત્માને રાખવામાં આવે તો-પરમાત્મા તે જીવન-ગાડાને ઠોકર 
મારશે, અને જીવન-ગાડું ઉંધુ પડી જશે.સામાન્ય રીતે જે વસ્તુ પ્રધાન (મુખ્ય) હોય તેને 
ઉપર રાખવામાં આવે છે અને ગૌણ વસ્તુને નીચે રાખવામાં આવે છે. પરમાત્મા એ મુખ્ય છે 
અને વિષયો તે ગૌણ છે,પણ જેના જીવનમાં વિષયો મુખ્ય હોય અને પરમાત્મા ગૌણ હોય 
તેનું ગાડું ઉંધુ પડે તો તેમાં શું આશ્ચર્ય ? જેના જીવનમાં પરમાત્મા ગૌણ થઇ જાય છે 
તેના જીવનમાં પૈસો મુખ્ય થઇ જાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1277

 

અધ્યાય-૬૭-અર્જુન પ્રતિજ્ઞા-કર્ણનો હું વધ કરીશ 


 II संजय उवाच II तद्धर्मशील वचो निषभ्य राज्ञः कृद्वस्यातिरथो महात्मा I उवाच दुर्घर्षमदीनसत्वं युधिष्ठिरं जिष्णुरनंतवीर्यःII १ II

સંજય બોલ્યો-ક્રોધાયમાન થયેલા ધર્મશીલ યુધિષ્ઠિરરાજનાં એ વચન સાંભળીને અનંત પરાક્રમી અતિરથી અર્જુન તેમને કહેવા લાગ્યો કે-'હે રાજન,આજે હું જયારે સંશપ્તક યોદ્ધાઓ સાથે યુદ્ધ કરતો હતો ત્યારે અશ્વત્થામાએ સમગ્ર સેનાથી વીંટાઇને મારી સામે ધસારો કર્યો તે વખતે તેના પાંચસો યોદ્ધાઓને મારીને મેં તેની સામે ચઢાઈ કરી તેને વીંધી નાખ્યો ત્યારે તેણે સામે અગ્નિસમાન બાણોનો મારો કરીને મને અને શ્રીકૃષ્ણને પીડવા માંડ્યા.આમ તેણે મારી સામે લડવા માંડ્યું હતું ત્યારે તેની સાથે આઠ ગાડાંઓ સેંકડો બાણોને ભરીને તેની સાથે વહેતાં હતાં.પરંતુ મેં સામે બાણો મારીને તે સર્વ બાણોનો નાશ કરી નાખ્યો.

Nov 18, 2026

ભાગવત રહસ્ય-૩૧૩-Bhagvat Rahasya-313

યશોદાજી વિચારે છે-કે- આખું ગામ મારે ત્યાં આવવાનું છે,ઘરમાં ભીડ અને અવાજ થશે,
તો સૂઈ ગયેલો લાલો જાગી જશે એટલે લાલાનું પારણું ઘર બહાર ઝાડ નીચે,ગાડાની તળે બાંધ્યું છે.
યશોદાજી એક એક ગોપીનું સન્માન કરે છે,કોઈ તેના બાળકને લીધા વગર આવી હોય તો 
ઠપકો આપી બાળકને લેવા મોકલે છે.ગોપી ઘેર જઈ બાળકને લઈને આવે –એટલે યશોદાજી 
બાળકના કપાળમાં તિલક કરે છે ને હીરા-મોતીની કંઠી પહેરાવે છે,બાળકને સુંદર કંઠી આપે એટલે મા ને આનંદ થાય છે.