Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Nov 24, 2026
ભાગવત રહસ્ય-૩૧૮-Bhagvat Rahasya-318
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1281
પોતાની યુદ્ધ ન કરતો હોય,પોતાનો શત્રુ ન હોય,રણમાંથી નાસી જતો હોય,શરણે આવ્યો હોય અને જે પુરુષ પ્રમાદમાં હોય,આ સર્વ પુરુષો અવધ્ય છે.એ સર્વ પુરુષોને અવધ્ય માનવામાં આવેલાં કારણો આ તારા વડીલ ભાઇમાં છે.હે પાર્થ,તેં કોઈ એક બાળકની જેમ વિચાર કર્યા વિના આવું વ્રત લઇ લીધું છે,તેથી આ સમયે કેવળ મૂર્ખતાને લીધે તું અધમ કાર્ય કરવાને તૈયાર થયો છે.જાણી ન જણાય તેવા ધર્મોની સૂક્ષ્મ ગતિનો નિશ્ચય કર્યા વિના તું કયા આધારે તારા મોટાભાઈને મારવાની ઈચ્છા કરે છે?હું તને ધર્મનું રહસ્ય કહું છું,કે જે ધર્મરહસ્યને ભીષ્મ,યુધિષ્ઠિર,વિદુર અથવા કુંતી-એ ચાર જ વ્યક્તિઓ તને કહી શકે તેમ છે.
Nov 22, 2026
ભાગવત રહસ્ય-૩૧૭-Bhagvat Rahasya-317
ગર્ગાચાર્ય કહે છે-કે-લાલો મહાજ્ઞાની થશે,તેના જન્માક્ષર બહુ સારા છે.ત્રણે ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1280
અધ્યાય-૬૯-શ્રીકૃષ્ણકૃત ધર્માધર્મ નિર્ણય
II संजय उवाच II युधिष्ठिरेणैवमुक्तः कौन्तेयः श्वेतवाहनः I असि जग्राह संकृद्वो जिघांसुर्भरतर्षमम II १ II
સંજય બોલ્યો-હે રાજા,યુધિષ્ઠિરે એ પ્રમાણે કહ્યું એટલે શ્વેત ઘોડાઓવાળો કુંતાપુત્ર અર્જુન ક્રોધાયમાન થઇ ગયો ને તેણે યુધિષ્ઠિરરાજને મારી નાખવાની ઈચ્છાથી તલવાર ખેંચી.તેનો એ કોપ જોઈને શ્રીકૃષ્ણ તેના મનનો અભિપ્રાય જાણી ગયા ને બોલ્યા કે-'અરે ઓ અર્જુન તેં તલવાર કેમ ઉઠાવી?હું નથી જોતો કે અત્યારે તારે કોઈની સામે યુદ્ધ કરવાનું હોય.ભીમસેને ત્યાં સર્વ કૌરવોને સપડાવ્યા છે ને તું તો કેવળ યુધિષ્ઠિરના દર્શન કરવાની ઈચ્છાથી જ અહીં આવ્યો છે ને હવે તેં તેમના દર્શન કર્યા છે ને તમને ક્ષેમકુશળ જોયા છે તો તે સમયે તને હર્ષ થવો જોઈએ તેને બદલે તું આ અજ્ઞાનભર્યું કર્મ શું કરે છે? તું કોને મારી નાખવા ઈચ્છે છે? તારા ચિત્તમાં કોઈ ભ્રમ થઇ ગયો છે કે શું? તેં તલવાર શા માટે ઉઠાવી છે?'
Nov 21, 2026
ભાગવત રહસ્ય-૩૧૬-Bhagvat Rahasya-316
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1279
વળી તે ખાંડવવનના દાહ સમયે સર્વ દેવગણોને તથા સર્વ ભૂતોને પણ જીતશે.આનાથી મોટો કોઈ ધનુર્ધર થશે નહિ અને જગતમાંનું કોઈ પ્રાણી તેનો પરાજય કરી શકશે નહિ.આ તારો પુત્ર જો ઈચ્છા કરશે તો સર્વ ભૂતોને પોતાને વશ કરશે,ઇન્દ્રિયોને જીતશે ને સર્વ વિદ્યાઓનું સંપૂર્ણ અધ્યયન કરશે.તે કાંતિમાં ચંદ્ર જેવો,વેગમાં વાયુ જેવો,સ્થિરતામાં મેરુ જેવો.પ્રભામાં સૂર્ય જેવો,લક્ષ્મીમાં કુબેર જેવો,શૌર્યમાં ઇન્દ્ર જેવો અને બળમાં વિષ્ણુ જેવો થશે.હે કુંતી,જેમ અદિતિને ત્યાં વિષ્ણુનો જન્મ થયો હતો તેમ,આ શત્રુહંતા પુત્રનો તારે ત્યાં જન્મ થયો છે,કે જે સંબંધીઓને અપાવવા ને શત્રુઓનો સંહાર કરવા પ્રસિદ્ધ થશે.'



