Sep 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-929

આત્મતત્વમાં એકરસ થઇ,અંદર જડ નહિ છતાં-બહાર ઠૂંઠાની જેમ,સંસારના સર્વ-જ્ઞાનથી રહિત થઇ જઈ,
કોઈ પણ દુઃખથી ક્ષોભ પામ્યા વિના-કેવળ શાંત રહી,આત્મનિષ્ઠ થઇ રહેવું તે જ મોક્ષ કહેવાય છે,
અને એ જ અક્ષય-પદ-રૂપ (પરમપદ-રૂપ) છે.વિવેકનો ઉદય થતાં મનુષ્ય જ્ઞાની થઇ,તત્વવેત્તા અને
જીવનમુક્ત થાય છે.પણ,અવિદ્યા(અજ્ઞાન-કે માયા) વાળો અજ્ઞાની અનેક યોનિઓમાં ભટકે છે.

Sep 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-928

જેમ,પોતાના ચિત્તમાં થતું ઘટ-આદિ પદાર્થોનું સ્ફૂરણ,પોતાના સિવાય બીજા કોઇથી જાણી શકાતું નથી,
તેમ,આ "પરમપદની સ્થિતિ" પોતાના (અનુભવ) સિવાય બીજા કોઇથી જાણી શકાતી (અનુભવાતી) નથી.
આ સ્થિતિમાં "હું કે તમે" (બીજું કોઈ છે) એવો કોઈ ભાવ કે નિરહંકારતા પણ રહેતી નથી,માત્ર એક કૈવલ્ય (એક) જ બાકી રહે છે,કે જે નિર્વિકાર,નિર્વાણ-રૂપ અને પરમ-મંગલમય છે.

Sep 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-927

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્મ-તત્વ,પરમપદ-રૂપ છે અને તેને (તે રૂપને) તત્વજ્ઞાન થયા પહેલાંના શિષ્યોને,
ઉપદેશ કરવાને માટે,(તે પરમપદને) વાણીના વિષય (વ્યવહાર) રૂપે "કલ્પી" લેવામાં આવે છે.
બાકી જો,વિચાર-વડે એ પરમપદનું સ્વરૂપ ઓળખવામાં આવે તો-વિવેકીઓને એમ સમજાય છે કે-
તે તત્વ,એ વાણીનો વિષય નથી.એથી તેમાં મૌન રાખવું જ ઉચિત છે.
આ કારણે મેં તમારા પ્રશ્નનો મૌન-રૂપે જ સુંદર ઉત્તર આપી દીધો છે.