Nov 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-975

વિવેકીને આ સંસારની સ્થિતિ મનોમય (મનથી બનેલ કે સ્વપ્ન જેવી) ભાસે છે અને પરમાત્માની અંદર આરોપિત થયેલી છે એમ તેને જણાય છે.જ્ઞાનનો ઉદય થતાં તેને જગતની સ્થિતિ કે અહંકાર-એ કશું પણ દેખાતું નથી.
તેનું શરીર જો કે પ્રારબ્ધનો નાશ થતા સુધી આભાસ-રૂપે બીજાઓની નજરે આવે છે,
પરંતુ તેની અંદરની સ્થિતિ કોઈ અપૂર્વ જ હોય છે.જેમ,સાતમી ભૂમિકામાં આરૂઢ થયેલો સમાધિ-નિષ્ઠ પુરુષ,જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિના સ્વભાવને જાણતો નથી,તેમ પરિપક્વ જ્ઞાનવાળો પુરુષ પણ લોકોત્તર સ્થિતિને પહોંચી ગયેલ હોવાથી જગતની સત્તા-અસત્તાને જોતો નથી.

Nov 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-974

તૃષ્ણા વિનાનો,વિરક્ત વિવેકી-પુરુષ,પોતે બ્રહ્મ-રૂપ થયેલો હોય છે અને તેની તૃષ્ણા પણ બ્રહ્મ-રૂપ થયેલી હોય છે,આથી કોઈ વખતે ભલે તેને બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું હોય,પણ તે તેને વિક્ષેપ કરી શકતું નથી.
જેમ,સારી રીતે પ્રજળેલા અગ્નિમાં ઘીનું ટીંપુ રહી જ શકતું નથી,તેમ,શુદ્ધ-ચૈતન્યને પોતાના આત્મા-રૂપે અનુભવનારા તત્વજ્ઞ પુરુષને જ્ઞાનના પ્રભાવથી સદાકાળ સહજ-સમાધિ સિદ્ધ રહે છે,તેને સમાધિ માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી.

Nov 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-973

સંકલ્પ વડે કલ્પનામાં આવનાર વસ્તુ-માત્રનો ત્યાગ કરવાથી દિવસે દિવસે વધતી જતી શાંતિ પ્રાપ્ત થઇ જયારે તે,પોતાના શુદ્ધ આત્મ-સ્વરૂપમાં શાંત થાય-એ જ પરમાર્થ-રૂપી-ફળને પ્રાપ્ત કરવામાં યોગ્ય ઉપાય-રૂપ છે.
ભેદ-બુદ્ધિનો લય થઇ જતાં-મળતા એક અભેદ,
સર્વના અધિષ્ઠાન-રૂપ પરમતત્વને જ તત્વવેત્તાઓ "બ્રહ્મ" કહે છે.
સ્ત્રી-પુત્ર-ધન-આદિની ઈચ્છા અને લોકેષણા (લોકોમાં માનપાનની ઈચ્છા) માં વૈરાગ્ય-વાળો,
એવો કોઈ ઉત્તમ પુરુષ જ એ પરમપદમાં વિશ્રાંતિ પામી શકે છે.