Feb 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1068






વસિષ્ઠ કહે છે કે-કેટલાક પિશાચો 'આકાશ'ના જેવા અને મનોમય (સૂક્ષ્મ) દેહવાળા હોય છે,તેઓ પોતાના મન
વડે જ સ્વપ્નની જેમ કલ્પી લીધેલા-હાથ,પગ-આદિ અવયવોથી યુક્ત થઇ પોતાને તેવા હાથ,પગ વાળા દેખે છે.
એ પિશાચો, 'ભ્રમ ઉત્પન્ન કરનારી અને ભય ઉપજાવનારી' પોતાની છાયા (પ્રતિબિંબ) વડે બીજા મનુષ્યના
ચિત્તમાં પ્રવેશ કરે છે અને તેમનામાં તદ્રુપ જેવા બની જાય છે.તેઓ મનુષ્યને દુઃખ આપનાર,ભોગો,
કર્મ,ભ્રાંતિ-આદિને પેદા કરે છે.આમ થવાથી કોઈ વખતે તેઓ નિર્બળ મનુષ્યને મારી નાખે છે,કોઈ વખતે
નિર્બળના બળને અને સત્વને હરી લે છે તો કોઈ વખતે તેઓ તેમના ચિત્તને દબાવી જીવોની હિંસા પણ કરે છે.

Feb 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1067






વસિષ્ઠ કહે છે કે-તે વખતે હું સ્થૂળ-દેહથી રહિત હતો અને સૂક્ષ્મદેહ (આતિવાહિક દેહ) થી યુક્ત હતો.
હું જો કે ઇન્દ્રના નગરમાં ગયો હતો પણ ત્યાં કોઈએ મને દીઠો નહિ.તે વખતે હું આકાશ જેવો નિરાકાર થઇ રહ્યો હતો.
હું ચિદાકાશ વડે સત્તાવાળા મન-રૂપ જ થઇ ગયો હતો.તે વખતે આધાર-આધેય,ગ્રહીતા-ગ્રાહ્ય-કે એવું કશું હતું નહિ.
તેમ જ મારામાં દેશ-કાળ-આદિનું કશું પરિવર્તન પણ થયું નહોતું.એટલે પૃથ્વી-આદિ સ્થૂળ આકારથી રહિત હતો
અને તેને લીધે હું કોઈ પદાર્થોનો કશો અવરોધ કરતો ન હતો.

Feb 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1066






સિદ્ધ મહાત્મા (વસિષ્ઠને) કહે છે કે-રમ્ય (મનને ગમતા) પદાર્થોમાં મને અરમ્યપણું જોવામાં આવ્યું,
સ્થિર પદાર્થોમાં મેં અસ્થિરતા જોઈ,અને સત્ય જણાતા પદાર્થોમાં મે અસત્યતાનો અનુભવ થયો.
આથી હું વૈરાગ્યવાન થયો છું.મન વાસના રહિત થઇ જાય છે ત્યારે આત્મ-શાંતિમાં જે કંઈ સુખ મળે છે
તે સુખ,ત્રણે લોકોના કોઈ ભોગોમાં મળતું નથી.જ્યાં સુધી મને દૃઢ વૈરાગ્ય થયો નહોતો,ત્યાં સુધી જ,
વિષયો,મને તેમની તરફ ખેંચી જતા હતા,પરંતુ હવે લાંબે કાળે હું અહંકારથી પણ રહિત થઇ ગયો છું
અને મારી બુદ્ધિ વડે,હવે મેં સ્વર્ગ-મોક્ષ-આદિમાં પણ વૈરાગ્ય સંપાદન કર્યો છે,