Sep 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1264

રામ : ઝાડમાં રહેલા પુષ્પમાંથી જેમ સુગંધ આકાશમાં ફેલાઈ રહી હોય છે,તેમ હું દેહનું ઉલ્લંઘન કરીને
(દેહધ્યાસને છોડીને) સમાનપણાથી આત્મામાં સ્થિર થઇ રહ્યો છું.જેમ,પ્રબોધને પ્રાપ્ત થયેલા કે અપ્રબુદ્ધ
એવા સર્વ રાજાઓ,અનેક પ્રકારનાં કર્મવાળાં રાજ્યની અંદર પોતાને સુખ થાય તેમ વિહાર કરે છે તેમ,હું પણ
હર્ષ,શોક,અને આશાથી રહિત બની,સર્વત્ર સ્થિર એવી સમાનદ્રષ્ટિનું અવલંબન કરી(અનાસક્તિથી)
નિઃશંક રીતે આત્મામાં સ્થિતિ રાખી રાજ્યતંત્રમાં વિહાર કરું છું.

Sep 27, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1263

રામ કહે છે કે-હે મહારાજ,આપની કૃપા વડે હું પરમ નિર્મળતાને પ્રાપ્ત થઇ  ગયો છું.મારી સર્વ ભ્રાંતિઓ શાંત
થઇ ગઈ છે અને શુદ્ધ સ્વરૂપ વડે હું આકાશના જેવો સ્વચ્છ થઈ રહ્યો છું.મારી સર્વ ગ્રંથિઓ ગલિત થઇ ગઈ છે,
સર્વ વિશેષણો શાંત થઇ જવાથી હું નિર્વિશેષ છું અને નિર્મળ બુદ્ધિવાળો છું.મારું શાંત થઇ રહેલું ચિત્ત બીજું કંઈ
સાંભળવા કે મેળવવા ઈચ્છતું નથી.તે પરમ તૃપ્તિને પ્રાપ્ત થઇ રહેલું છે અને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થઇ ગયું હોય
તેવું થઇ રહ્યું છે.સર્વ વિષયોના સ્મરણની શાંતિને લીધે નિર્વિકલ્પ,અને સર્વ સર્વ કૌતુકથી રહિત
તથા સર્વ સંકલ્પોને છોડી રહેલું મારું મન શાંત છે.હું નિર્વાણને પ્રાપ્ત થઇ રહ્યો છું ને શાંત થઇ રહ્યો છું.

Sep 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1262

વાલ્મીકિ કહે છે કે-દશરથરાજા ઉપર પ્રમાણે વશિષ્ઠને કહેતા હતા,ત્યારે રામચંદ્રજીએ વસિષ્ઠના ચરણમાં
પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને કહેવા લાગ્યા કે-હે મહાસમર્થ વસિષ્ઠઋષિ,જેને આપનાં વાક્યને અનુસરી,
પ્રમાણ-માટે જ સાર-રૂપે અવશ્ય કર્તવ્ય છે તે હું રામ આપના ચરણમાં પ્રણામ કરું છું.
તે સમયે નીતિકુશળ રામચંદ્રજીનાં નેત્રો આનંદના આંસુઓથી ભરપુર થઇ ગયાં,ને પરમ ભક્તિ વડે ગુરુને
વારંવાર પ્રણામ કરવા લાગ્યા.ભરત,શત્રુઘ્ન,લક્ષ્મણ પણ તેમની પાસે બેઠા હતા,તે અ ને સર્વ મિત્રો તથા
સભામાં ઉપસ્થિત રહેલ સર્વ સભાજનો પણ વસિષ્ઠને પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.