Apr 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-18-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-18


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૧

દંભ,અભિમાન,કામ અને આસક્તિ –ના બળથી યુક્ત,એવા જે મનુષ્યો,શાસ્ત્રવિરુદ્ધ ઘોર તપ કરે છે,અને આવા જે અવિવેકી (અજ્ઞાની) મનુષ્યો,શરીરની સર્વ ઇન્દ્રિયોને 
કષ્ટ આપી અને શરીરમાં આત્મા રૂપે રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે.
તેવા લોકો આસુરી નિષ્ઠાવાળા છે.(તામસિક શ્રદ્ધા વાળા) (૫-૬)

Apr 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૦-અધ્યાય-૧૭

અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય વિભાગયોગ
સોળમા અધ્યાયના અંતમાં શ્રીકૃષ્ણે એવો નિશ્ચિત સિદ્ધાંત કહ્યો-કે-
“સત્કર્મ કે દુષ્કર્મ કરવાના સંબંધમાં શાસ્ત્ર જ પ્રમાણ છે”
અર્જુનને આ વાત સાંભળીને સંશય થયો-એટલે તે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે.-કે-
આપનું કથન મને સંશય યુક્ત ભાસે છે.પ્રાણીમાત્રને શાસ્ત્રજ્ઞાન સિવાય મોક્ષપ્રાપ્તિ 
થતી જ નથી –તેવું જે એકપક્ષીય  આપ બોલ્યા છો-તેનો હેતુ શું છે ?