More Labels

Apr 17, 2013

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૧૦૧

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE      
અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય વિભાગયોગ -૨

દંભ,અભિમાન,કામ અને આસક્તિ –ના બળ થી યુક્ત,એવા જે મનુષ્યો,
શાસ્ત્રવિરુદ્ધ ઘોર તપ કરે છે,
અને આવા જે અવિવેકી (અજ્ઞાની) મનુષ્યો,
શરીરની સર્વ ઇન્દ્રિયો ને કષ્ટ આપી અને 
શરીરમાં આત્મા રૂપે રહેલા પરમાત્મા ને પણ કષ્ટ આપે છે.
તેવા લોકો 
આસુરી નિષ્ઠાવાળા છે.(તામસિક શ્રદ્ધા વાળા) (૫-૬)જ્ઞાનેશ્વર કહે છે-કે-
-જેમને શાસ્ત્ર એટલે શું ? તેની કલ્પના પણ નથી,
-જે કોઈ શાસ્ત્રજ્ઞ (શાસ્ત્ર ના જાણનાર) ને તે પોતાની પાસે ફરકવા પણ દેતો નથી,
-જે સત્કર્મો કરનાર ને  જોતાં તેમનો-અને જ્ઞાનીઓના જ્ઞાન સાંભળી ને તેમનો -- ઉપહાસ (મશ્કરી) કરે છે,
-જે સત્ય જ્ઞાન ના શબ્દો ને –તો-કાને પડવા દેતો નથી,
પણ ઉલટાનું પોતાના ડહાપણ (બુદ્ધિ) અને સંપત્તિ ના તોર માં (અભિમાન માં) ફરે છે,

તેવા મનુષ્યો પાખંડીઓના (દંભીઓના) તપનું આચરણ  (અનુષ્ઠાન) કરે છે,અને
પોતાની પાસે આવેલા (નજીક આવેલા) મનુષ્યો પર શસ્ત્ર થી પ્રહાર કરી(તેમને મારી ને)
તેમના લોહી અને માંસ થી યજ્ઞ-પાત્રો છલાછલ ભરી ને અગ્નિકુંડ માં મેલડી માતા ને આહુતિ આપે છે.
તેમને પ્રણામ કરી બાળકો ના બલિ આપે છે!!!!
ક્ષુદ્ર દેવતાઓ પાસેથી વરદાન ની પ્રાપ્તિ કરી લેવાને માટે દુરાગ્રહ ના આવેશમાં –
પોતાના શરીર ને પીડા આપે તેવા વ્રતો કરે છે,

આવી રીતે –આવા મનુષ્યો બીજા જીવો અને પોતાના જીવ ને પણ કષ્ટ આપી અને
સર્વ જીવો માં રહેલા આત્મારુપી પરમાત્મા ને પણ કષ્ટ આપે છે.
અને તમોરુપી (તમસ રૂપી) બીજ જમીન માં વાવી ને  તમસ (આસુરી) નો જ પાક લે છે.

આવા તમોગુણી શ્રદ્ધાવાળા મનુષ્યો નો (પાપીઓનો) નામ નો ઉચ્ચાર સુદ્ધાં કરવો નહિ.(તેનાથી દૂર રહેવું)

સારાંશ એ છે-કે-સર્વ પ્રકારે સાત્વિક શ્રદ્ધા નું જતન કરવું.
જેના યોગથી સાત્વિક શ્રદ્ધા વૃદ્ધિ પામે –તેવા મનુષ્ય નો જ સંગ કરવો.અને
જે અન્ન ના સેવન થી સાત્વિક બુદ્ધિ ઉત્પન્ન થાય તેવો જ આહાર કરવો.
કારણ કે જેવું અન્ન ભક્ષણ કરવામાં આવે તેવી ધાતુ (શરીરમાં) ઉત્પન્ન થાય છે,અને
તે ધાતુ પ્રમાણે અંતર્ભાવ (સાત્વિકભાવ-વગેરે) ઉત્પન્ન થઇ ચિત્તવૃત્તિ (સાત્વિકબુદ્ધિ-વગેરે) બંધાય છે.
એટલા માટે જ સાત્વિક અન્ન નું સેવન કરવું કે જેનાથી સાત્વિક ભાવ (સાત્વિક બુદ્ધિ) ઉત્પન્ન થાય છે.

શ્રીકૃષ્ણ કહે છે-કે-આહાર (ભોજન) ના ત્રણ પ્રકારો છે. અને તેવી જ રીતે –યજ્ઞ,તપ અને દાન –એના પણ
ત્રણ પ્રકારો (સત્વ,રજસ,તમસ) છે.(૭)

દૈવયોગે –જો જીવ સત્વગુણ નો બનેલો હોય –તો તેવા સાત્વિક જીવોને-
રસ થી ભરેલા,સ્નિગ્ધ,પૌષ્ટિક આહારો કે જે મન ને આનંદ આપે છે, તેવા સાત્વિક આહારો પ્રિય હોય છે.
આવા આહારો થી આરોગ્ય સારું રહે છે,આયુષ્ય ની વૃદ્ધિ થાય છે,શરીર ને જોઈતું બળ (શક્તિ) મળે છે,
શરીર ઉત્સાહી રહે છે,અને શરીર તથા મન ને સુખ અને પ્રીતિ (આનંદ) મળે છે.શરીર રોગ વગરનું બને છે.
શરીર એ ધર્મ ને (સત્યને) પ્રાપ્ત કરવાનું “સાધન” છે,સાત્વિક ભોજન “સત્વ” નું રક્ષણ કરે છે. (૮)

અતિશય તીખા,ખારા,ગરમ,દાહક(દઝાડે તેવા),રુક્ષ  (કોરા),કડવા –ખોરાક
જેની–આંખને અને જીભ ને સારા લાગે છે-તે રાજસિક લોકો હોય છે.
આવા રાજસિક આહાર –પરિણામે-રોગ ને ઉત્પન્ન કરે છે –અને પરિણામે દુઃખ અને શોક આપે છે. (૯)

વાસી (સવારનું રાંધેલું સાંજે કે બીજે દિવસે ખાય તે),અડધું કાચું, અતિગંધ (લસણ-વગેરે), દુર્ગંધ વાળું,
કોઈનું એંઠું ,અપવિત્ર,બળી ગયેલું,ઉતરી ગયેલું, તામસિક ભોજન તામસિક લોકો ને પ્રિય હોય છે. (૧૦)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE