Nov 3, 2022

Pasaydan-with Gujarati translation-By Sant Gnaneshvar-પસાયદાન-ગુજરાતી અનુવાદ સાથે

 સંત જ્ઞાનેશ્વરજી રચિત 

પસાયદાન 

(મરાઠી ભાષાનો શબ્દ છે-કે જેનો સીધો અર્થ કૃપા પ્રસાદ (ભિક્ષા)  કે પ્રસાદ પણ કરી શકાય)

('પસા' એટલે બે હાથ પાસે પાસે રાખીને કરેલ ખોબો,અને દાન એટલે ભિક્ષા કે પ્રસાદ)


સંત જ્ઞાનેશ્વરજી કે જેમને વારકરી સંપ્રદાયવાળા 'મૌલી' (મા) પણ કહે છે,

તેમણે જે જ્ઞાનેશ્વરી ગીતા (કે ભાવાર્થ દીપિકા) કહેલી છે,

તેના છેલ્લા અઢારમા અધ્યાયની 1794 થી 1802 ઓવીઓને પસાયદાન કહે છે.

કે જે મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-004

 દુર્યોધન,એક 'ક્રોધ-રૂપી-મહાવૃક્ષ' છે,કર્ણ-શકુનિ તેનો શાખા-વિસ્તાર છે,દુઃશાસન તેનાં ફળ-ફૂલ છે,
અજ્ઞાનથી આંધળો તથા બુદ્ધિ-રહિત ધૃતરાષ્ટ્ર તેની જડ (મૂળ) છે.તો-

યુધિષ્ટિર,એક 'ધર્મ-મય-મહાવૃક્ષ' છે,અર્જુન-ભીમ તેનો શાખા-વિસ્તાર છે,નકુલ-સહદેવ તેનાં ફળ-ફૂલ છે,

અને શ્રીકૃષ્ણદેવ તથા બ્રાહ્મણ,તેની જડ છે (110-111)

Nov 2, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-003

     

 (સત્યવતી અને પરાશરના પુત્ર-દ્વૈપાયન) વ્યાસજીએ સનાતન વેદના વિભાગ કરી આ પવિત્ર ઇતિહાસ રચ્યો છે.

આ ઇતિહાસ (મહાભારત)ની રચના વખતે તેઓએ વિચાર્યું કે-આ ઇતિહાસ-ગ્રંથ રચ્યા પછી હું મારા શિષ્યોને કેવી રીતે ભણાવીશ? તેમની આ ચિંતા જાણીને બ્રહ્માજી (હિરણ્યગર્ભ) ત્યાં પધાર્યા.(54-59)

Nov 1, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-002

 પૃથ્વી પર,કોઈ કોઈ કવિઓએ પહેલાં આ ઇતિહાસ કહ્યો છે,આજે પણ કહે છે અને ભવિષ્યમાં પણ કહેશે.

અનંત જ્ઞાન આપવાવાળો આ ઇતિહાસ,ત્રણે લોકમાં પ્રશંસા પામ્યો છે.

આ (ઇતિહાસ-રૂપ) મહાભારત ગ્રંથ,અનેક પ્રકારના છંદો,સુંદર શબ્દો 

અને શ્રેષ્ઠ મનુષ્યોના સદાચારોથી સુશોભિત છે,તેથી વિદ્વાનો તેનો ઘણો આદર કરે છે.(26-28)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-001(1-આદિપર્વ)

મહાભારત મુખ્ય એવા અઢાર પર્વોમાં વિભાજીત છે,
(1) આદિપર્વ (2) સભાપર્વ (3) આરણ્યક પર્વ (4) વિરાટ પર્વ (5) ઉદ્યોગ પર્વ (6) ભીષ્મ પર્વ (7) દ્રોણ પર્વ (8) કર્ણ પર્વ (9) શલ્ય પર્વ (10) સૌપ્તિક અને ઐષિક પર્વ (11) સ્ત્રી પર્વ (12) શાંતિ પર્વ (13) અનુશાસન પર્વ (14) આશ્વમેઘીક પર્વ (15) આશ્રમવાસિક પર્વ (16) મૌસલ પર્વ (17) મહા પ્રસ્થાનિક પર્વ (18) સ્વર્ગારોહણ પર્વ) 
આ પછી,પરિશિષ્ટ ભાગમાં હરિવંશ-પર્વ અને ભવિષ્ય-પર્વ (12000-શ્લોકોમાં)કહ્યા છે.

(અધ્યાય-1-51-52-53 માં કહ્યા મુજબ) ઘણા,જુદાજુદા સ્થાન(પર્વ)થી આ સંહિતા (મહાભારત)નો આરંભ કરે છે.કોઈ પંડિતો,नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् એ મંત્રથી (અધ્યાય-1 થી)આરંભ કરે છે,કોઈ પંડિતો (આ આદિપર્વમાં આવતા) આસ્તીક-પર્વ (અધ્યાય-13)થી આરંભ કરે છે,તો કોઈ રાજા ઉપરિચરની કથાથી (અધ્યાય -63)પ્રારંભ કરે છે.

સંક્ષિપ્ત મહાભારત અધ્યાય-61 માં કહ્યું છે.


(નોંધ-વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકનું (કાવ્ય-રૂપે) આખ્યાન લખ્યું તે 'જય' નામે પ્રસિદ્ધ થયું હતું.પછી વૈશંપાયને તેને 'ભારત' નામે અને છેવટે સૂતજી(સૌતી)એ તેનું નામ 'મહાભારત' કર્યું હતું.હાલમાં જેની જુદીજુદી આવૃત્તિઓમાં ચોર્યાસી હજાર થી એક લાખ શ્લોકોનું મહાભારત જોવા મળે છે. પ્રથમ અધ્યાયમાં મહાભારતની અનુક્રમણિકાનું વર્ણન છે તો બીજા અધ્યાયમાં પર્વોની અનુક્રમણિકા છે.મહાભારતના મુખ્ય પાત્રો (કૌરવો અને પાંડવોના (ચંદ્ર) વંશની કથા અધ્યાય-96 થી શરુ થાય છે)

મહાભારતની કથા પહેલીવાર વાંચવાની ઈચ્છા ધરાવનાર,અધ્યાય-100 થી શરુ કરી શકે?!!-અનિલ)