Jan 31, 2013

હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું?





પરદેશ ની સ્કુલ માં ભણતો આઠ વર્ષ નો નાનો પુત્ર સ્કુલ માં થી ઘેર
આવી પિતા ને પુછે છે કે -
જેમ ક્રિશ્ચિયનો નું બાઈબલ અને મુસલમાનો નું કુરાન  મૂળ પુસ્તક છે
તેમ હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું ?

પિતા ઘડીવાર વિચારમાં પડી જાય છે ....શું કહેવું?
થોડુક વિચારી તરત કહી દે છે કે---"ગીતા "

પણ પાછા તરત વિચાર માં સરી  જાય છે.

આમ સાચે જોવા જાઓ તો વેદો એ મૂળ પુસ્તક છે.

અને વેદો પરથી ઉપનિષદો અને પુરાણો રચાયેલા છે.



મુખ્ય પુરાણ માં નું  એક તે ભાગવત છે.

આ ભાગવત માં રામાયણ અને મહાભારત નો ઉલ્લેખ છે.

પાછળથી આ બંને રામાયણ અને મહાભારત અલગ પુરાણ તરીકે લખાણા.

અને મહાભારત પુરાણમાં ગીતા નો ઉલ્લેખ છે.

આમ ગીતા રૂપી રત્ન મહાભારત માં થી પ્રાપ્ત થયેલું છે.

અને વેદો ,ઉપનિષદો અને પુરાણો ના સારાંશ રૂપે છે.

ભગવદ ગીતા ની સરળતા અને સુંદર રજૂઆત ને લીધે તે

વિદ્વાનો અને સામાન્ય માનવીઓમાં તેનો વધારે પ્રચાર થયેલો છે.

વેદો અને ઉપનિષદો સામાન્ય માણસો  પાસે ઉપલબ્ધ હોતા નથી.

એટલે સરળતાથી ઉપલબ્ધ ગીતાને  હિંદુ ધર્મ ના મૂળ પુસ્તક તરીકે

ગણી શકાય ખરી.....અને હાલ ના સંજોગો અનુસાર તે વ્યાજબી પણ લાગે છે.

કારણ કે તેમાં સર્વ બ્રહ્મવિદ્યા  ના પુસ્તકો વેદો ,ઉપનિષદો અને પુરાણો નો સાર છે.