Apr 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-481

 

અધ્યાય-૧૯૭-શિબિરાજાની પરીક્ષા 


II मार्कण्डेय उवाच II देवानां कथा संजाता महीतलं गत्वा महिपतिं शिविमौशिनरं साध्वेनं शिवि जिज्ञास्याम उति I 

एवं भो इत्युक्त्वा अग्निंद्रावुपतिष्ठेताम II १ II

માર્કંડેય બોલ્યા-એકવાર દેવોમાં વાત નીકળી કે-આપણે પૃથ્વી પર ઉશીનરપુત્ર શિબિરાજની પાસે જઈને તેની સારી

રીતે પરીક્ષા લઈએ.તે પરીક્ષા લેવા અગ્નિ ને ઇન્દ્ર તૈયાર થયા.અગ્નિએ હોલાનું રૂપ લીધું ને ઇન્દ્રે બાજનું રૂપ લઈને

માંસની ઈચ્છાથી વેગથી તેની પાછળ પડ્યો.હોલો પણ ગતિથી દોડીને દિવ્ય આસન પર વિરાજેલા

શિબિરાજાના ખોળામાં જઈને પડ્યો.ને રાજાને કહેવા લાગ્યો કે-

'મારી પાછળ બાજ પડ્યો છે ને જીવવાની ઇચ્છાવાળો હું તમારે શરણે આવ્યો છું.હું હોલો નહિ પણ મુનિ છું ને આ હોલાનું રૂપ પામ્યો છું,મેં વેદોનું અધ્યયન કર્યું છે ને તપોયુક્ત બ્રહ્મચારી છું મને બાજથી બચાવો'

ત્યારે જ બાજ આવ્યો ને રાજાને કહ્યું કે-'તું આ હોલો મને આપી દે,તે મારો શિકાર છે'

રાજા બોલ્યો-'આ બાજ સંસ્કારયુક્ત વાણી બોલે છે ને મારે શરણે આવ્યો છે,જે મનુષ્ય ભયભીત થયેલા શરણાગતને,શત્રુને સોંપી દે તેની ગતિ સારી થતી નથી,હે બાજ,આના બદલામાં તારા ભોજન માટે 

હું ઉત્તમ માંસ અને ચોખા આદિ આપું,પણ આ હોલો તને નહિ આપું'


બાજ બોલ્યો-'હે રાજન,હું બીજું કોઈ માંસ માગતો નથી,ને આ હોલા સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી.

બીજા પક્ષીઓના અભાવથી દેવોએ આ હોલને જ મારા ભક્ષ્યરૂપે આપ્યો છે,તો તે મને આપી દે'

રાજા બોલ્યો-હે બાજ,જે કરવાથી હું તારું પ્રિય જ કરું તે તું મને કહે તું જે કહે તે હું કરીશ,પણ આ હોલો ન માગ'

બાજ બોલ્યો-'તારી જમણી જાંઘમાંથી આ હોલાના વજન જેટલું તું તારું માંસ મને કાપીને આપ.આમ કરવાથી હોલાનું રક્ષણ થશે,શિબિવંશીઓ તારી સ્તુતિ કરશે અને મારુ પ્રિય પણ થશે' (20)


ત્યારે તે શિબિરાજાએ પોતાની જમણી જાંઘમાંથી માંસપેશી કાપીને ત્રાજવામાં મૂકી,પણ હોલો તેના કરતાં ભારે થયો,એટલે રાજાએ વધુ માંસપેશી કાપીને મૂકી,તો પણ હોલો વધુ વજનનો જ થયો.ધીરેધીરે રાજાએ પોતાના સમગ્ર શરીરનું માંસ ઉતારી ત્રાજવામાં મૂક્યું છતાં ત્રાજવું નમ્યું નહિ,છેવટે તો રાજા જરા પણ દુઃખ કર્યા વિના પોતે જ ત્રાજવામાં બેઠો.રાજાએ હોલાનું,પોતાની જાત મૂકીને રક્ષણ કર્યું,તે જોઈ બાજ ત્યાંથી અદ્રશ્ય થયો.

રાજાએ હોલાને પૂછ્યું કે-તું કોણ છે?આ બાજ કોણ છે?ઈશ્વર જ આવું કરી શકે,તમે જવાબ આપો' (24)


હોલો બોલ્યો-હું અગ્નિ છું ને આ બાજ એ ઇન્દ્ર હતો,અમે તારી પરીક્ષા કરવા આવ્યા હતા,હે રાજન,મારા બદલામાં તેં આ શરીરનું માંસ કાપ્યું છે તે શરીરને હું કાંચનવરણું ને કલ્યાણમય ચિહ્ન બનાવું છું,આ સ્થાનના પડખેથી એક પુરુષ પાકશે તે આ પ્રજાઓનો પાલનહાર થશે,દેવો ને ઋષિઓમાં તે માન પામશે ને તેનું નામ 'કપોતરોમા' રહેશે,તમે તમારી જાંઘમાંથી બહાર આવેલો પુત્ર (ઔદભિદ)પામશો,જે શૂરવીર યશથી ઝગઝગશે,(28)

અધ્યાય-૧૬૭-સમાપ્ત