Showing posts with label સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ. Show all posts
Showing posts with label સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ. Show all posts

Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

પોતાના આત્મ-તત્વ નો આશ્રય કરીને પ્રકૃતિ નો નાશ કરવો, કેમ કે તેથી જ મનુષ્ય મુક્ત થઇ શકે છે,
બીજી કોઈ રીતે કે કરોડો કર્મો કરવાથી પણ મનુષ્ય મુક્ત થતો નથી. (૮૪૬)

“આત્મા-રૂપ ‘દેવ’ ને જાણ્યા પછી,સર્વ બંધન-રૂપ પાશો છૂટી જાય છે,અને ‘ક્લેશો ના નાશ’ થયા પછી,
જનમ-મરણ થી પણ સંપૂર્ણ છુટકારો થાય છે.” આમ વેદવાણી કહે છે. (૮૪૭)

જન્મ-આદિ નો ફરી પ્રસંગ જ ના થવો-એ જ સંપૂર્ણ મુક્તિ છે.
ક્લેશો નો નાશ થતાં –ફરી જન્મ-આદિ થતાં જ નથી.અને ક્લેશો નો નાશ થવાનું કારણ એક આત્મ-નિષ્ઠા જ છે.માટે મુમુક્ષુએ આત્મ-નિષ્ઠા જ કરવી જોઈએ.  (૮૪૮)

વાસનાઓ એ જ ક્લેશો છે.અને તેઓ જ પ્રાણી ને જન્મ નુ કારણ બને છે.
પણ જ્ઞાન-નિષ્ઠા-રૂપ અગ્નિથી એ વાસનાઓ બળી જાય છે,ત્યારે જન્મ નુ કોઈ કારણ રહેતું જ નથી,
જેમ,અગ્નિ થી શેકાઈ ગયેલાં બીજ ઉગતાં નથી,તેમ,જ્ઞાન વડે ક્લેશો બળી (શેકાઈ) જાય છે,
ત્યારે આત્મા ને ફરી જન્મ લેવો પડતો નથી.  (૮૪૯-૮૫૦)

માટે મુમુક્ષુએ,વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય તે માટે,અને દેહાદિ ઉપરની વિપરીત- આત્મ-ભાવના,
દૂર કરવા સારું,પ્રયત્ન થી જ્ઞાન-નિષ્ઠા કરવી જોઈએ. (૮૫૧)

જ્ઞાન-નિષ્ઠા માં તત્પર થયેલા ને કર્મ ઉપયોગી જ નથી,અને
કર્મ નું તથા જ્ઞાનનું સાથે રહેવું બની શકતું જ નથી.    (૮૫૨)

કેમ કે જ્ઞાન અને કર્મ –એ બંને પરસ્પર વિરુદ્ધ છે,એ બંને નો સ્વભાવ જુદો છે.
કર્મ,કર્તાપણા ની ભાવના પૂર્વક જ થાય છે,ત્યારે જ્ઞાન તેથી વિલક્ષણ છે.
(જ્ઞાન માં કર્તાપણા ની ભાવના ને ત્યજવાની હોય છે)    (૮૫૩)

વળી,જ્ઞાન એ દેહ ઉપરની આત્મ-બુદ્ધિ નો નાશ કરવાને ઉપયોગી છે,
ત્યારે કર્મ તેનો (દેહ પરની આત્મ-બુદ્ધિનો) વધારો કરવાને માટે ઉપયોગી છે.કર્મ નું મૂળ અજ્ઞાન છે,
જયારે જ્ઞાન તો અજ્ઞાન નો અને કર્મ નો-એ બંને નો નાશ કરનાર છે. (૮૫૪)

જ્ઞાન અને કર્મ એક-બીજાનાં શત્રુ છે,તેથી જ્ઞાન સાથે કર્મ નો યોગ સિદ્ધ કેવી રીતે થાય?(ન જ થાય)
જેમ,અંધકાર અને પ્રકાશ નું સાથે રહેવું ઘટે નહિ,અથવા આંખ નું મીંચાવું ને ઉઘડવું –એ બંને સાથે હોઈ શકે નહિ, તે જ પ્રમાણે જ્ઞાન સાથે કર્મ નું હોવું સંભવે જ નહિ.
જે લોકો પશ્ચિમ દિશા તરફ જોઈ રહ્યા હોય તેઓ ને પૂર્વ દિશા કેવી રીતે દેખાય? (ન જ દેખાય)
તેવી રીતે જેનું ચિત્ત પ્રત્યગાત્મા તત્પર બન્યું હોય,તેની કર્મ માં યોગ્યતા થાય જ નહિ. (૮૫૫-૮૫૬)

  
PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આત્મા માં –દૃશ્ય-નો –લય કરવાની રીત
“હું દેહ નથી,પ્રાણ નથી,ઇન્દ્રિયો નો સમુદાય નથી,અહંકાર નથી,મન નથી કે બુદ્ધિ પણ નથી,
પણ,તેઓની તથા,તેમના વિકારોની –અંદર –સાક્ષી તરીકે રહેનારો પ્રત્યગાત્મા (આત્મા) જ છું” (૮૩૫)

“હું વાણી નો સાક્ષી,પ્રાણ ની વૃત્તિઓનો સાક્ષી,બુદ્ધિ નો સાક્ષી,બુદ્ધિની વૃત્તિઓ નો સાક્ષી,
ચક્ષુ-વગેરે ઇન્દ્રિયો નો સાક્ષી છું,નિત્ય છું,પ્રત્યગાત્મા (આત્મા) જ છું” (૮૩૬)

હું સ્થૂળ નથી સૂક્ષ્મ નથી,લાંબો-ટૂંકો,બાળક-યુવાન-વૃદ્ધ,કાણો-મૂંગો કે નપુંસક નથી,
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું.  (૮૩૭)

હું આવનારો કે જનારો નથી,હણનારો કે કરનારો નથી,પ્રયોગ કરનાર જે જોડનાર  નથી,
બોલનાર કે ભોગવનાર નથી,સુખી કે દુઃખી નથી.
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું. (૮૩૮)

હું યોગી કે વિયોગી નથી,રાગી,ક્રોધી,કામી કે લોભી નથી,બંધાયેલો નથી,કોઈની સાથે જોડાયેલો નથી કે
કોઈથી છુટો થયેલો નથી-- હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું. (૮૩૯)

હું અંદરના જ્ઞાનવાળો  કે બહારના જ્ઞાનવાળો નથી,ઘણો જ્ઞાની કે ઘણો અજ્ઞાની પણ નથી,
હું સાંભળનારો,મનન કરનારો કે બોધ પામનારો પણ નથી,
હું તો સાક્ષી-નિત્ય અને પ્રત્યગાત્મા જ છું.   (૮૪૦)

મને દેહ,ઇન્દ્રિયો કે બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી,મારામાં પુણ્ય નો કે પાપનો લેશ-પણ અંશ નથી,
ક્ષુધા-તૃષા-વગેરે છ ઉર્મિઓથી હું દૂર છું,સદા અતિશય મુક્ત છું,અને કેવળ ચૈતન્ય સ્વરૂપ છું.(૮૪૧)

મને હાથ નથી,પગ નથી,વાણી નથી,ચક્ષુ નથી,પ્રાણ-મન-બુદ્ધિ નથી,હું તો આકાશ જેવો પૂર્ણ છું,
અતિશય નિર્મળ છું,સદા એક-રૂપ છું,અને કેવળ ચૈતન્ય સ્વરૂપ જ છું.(૮૪૨)

એમ પોતાના આત્મા ના દર્શન કરતો અને જણાતા સર્વ પદાર્થો નો લય પમાડતો જ્ઞાની,
શરીર –આદિ ને આત્મા-માની લેવા-રૂપ-વિપરીત (વિરુદ્ધ) ભાવનાનો ત્યાગ કરે છે,
કે જે ભાવના સ્વાભાવિક ભ્રાંતિ થી જ જણાયેલી હોય છે.  (૮૪૩)

દેહાદિ-થી વિપરીત –આત્માના સ્વ-રૂપ નો જે પ્રકાશ થવો-એ જ-“મુક્તિ” કહેવાય છે.
આ મુક્તિ સદા સમાધિમાં જ રહેનારા મનુષ્ય ને જ સિદ્ધ થાય છે,બીજી કોઈ રીતે નહિ (૮૪૪)

કેવળ અખંડ ચિદાત્મા-રૂપે જે સ્થિતિ છે-એ જ મુક્તિ છે.
આત્મા ની એ મુક્તિ જુદા-જુદા વેશ અથવા ભાષાઓથી થતી નથી.પણ-
એ મુક્તિને માટે તો પોતાના આત્મ-સ્વરૂપ માં જ સદા સ્થિતિ કરવી જોઈએ.
અને અહંતા-મમતા (અહંકાર અને આસક્તિ) નો ત્યાગ કરવો જોઈએ. (૮૪૫)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૩

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જેમ પાણીમાં નાખેલું મીઠું,તે પાણીમાં ઓગળી જઈ ને (તે મીઠું) માત્ર પાણી-રૂપે જ જણાય છે,
જુદું જણાતું નથી,
તે જ પ્રમાણે,અંતઃકરણ ની વૃત્તિ માત્ર “બ્રહ્મ-સ્વ-રૂપે” જ રહે છે,જુદીજુદી જણાતી નથી.
અને છેવટે કેવળ (એક-માત્ર) અદ્વૈત બ્રહ્મ જ પ્રકાશે છે.
આ (નિર્વિકલ્પ) સમાધિમાં જ્ઞાતા-જ્ઞાન ની કલ્પના હોતી નથી,તેથી તેને નિર્વિકલ્પ માની છે.

આ,રીતે-જેમાં અંતઃકરણ ની વૃત્તિ-જ્ઞાન ના જ્ઞાતા-સ્વરૂપે હોય છે-તે સવિકલ્પ-સમાધિ.
અને જેમાં રહેતી જ નથી હોતી તે નિર્વિકલ્પ સમાધિ.આવો ભેદ માન્યો છે. (૮૨૪-૮૨૫-૮૨૬)

સમાધિ-અને સુષુપ્તિ –એ બંને માં એવો તફાવત છે કે-
સમાધિમાં “જ્ઞાન હોય છે”—અને-- સુષુપ્તિમાં “જ્ઞાન-હોતું નથી” (અજ્ઞાન જ હોય છે)
માટે સુષુપ્તિને સમાધિ કહિ શકાય નહિ.

આ –સવિકલ્પ અને નિર્વિકલ્પ –બંને સમાધિ, હૃદયમાં રહેલી વિપરીત (વિરુદ્ધ) ભાવના દૂર કરવા માટે,
મુમુક્ષુએ યત્ન-પૂર્વક કરવી જોઈએ.
આ સમાધિ કરવાથી,દેહાદિ-વગેરે પર ની વિપરીત (વિરુદ્ધ) આત્મા-ભાવના દૂર થાય છે,
જ્ઞાન અસ્ખલિત થાય છે અને નિત્ય નો આનંદ સિદ્ધ થાય છે. 

દૃશ્ય પદાર્થો ના સંબંધવાળી (દ્રશ્યાનુવિદ્ધ) અને શબ્દ ના સંબંધવાળી (શબ્દાનુવિદ્ધ)
એમ બે પ્રકારની –સવિકલ્પ સમાધિ-માની છે, એ બંને નાં લક્ષણ હું કહું છું તે તું સાંભળ

જેમાં કામ-આદિ (હું-મારું-આ-વગેરે કામ-ક્રોધ ની વૃત્તિઓ) “દૃશ્ય” પદાર્થો ના “જ્ઞાન” નો સંબંધ-
દ્રષ્ટા (જ્ઞાતા) ને દેખાય છે,તે --દ્રશ્યાનુવિદ્ધ-સવિકલ્પ સમાધિ—છે.(શ્લોક ૮૨૭ થી ૮૬૫ સુધી-વર્ણન)
(ખરેખર તો અવિકારી “આત્મા” એ સર્વ-વૃત્તિઓનો દ્રષ્ટા છે,)

આમ જે –પોતાને—સાક્ષીરૂપે—જાણે છે,તે નિષ્ક્રિય જ રહી ને (આત્મા ની માફક) એ વૃત્તિઓને  જુએ છે,
જેમ કે-હું તો કામાદિ-વૃત્તિઓનો સાક્ષી છું,(એટલે કે સાક્ષાત જોનારો દ્રષ્ટા છું),
તેથી –મારા દ્વારા—કામાદિ-વૃત્તિઓ દેખાય છે (એટલેકે દૃશ્ય-રૂપે પ્રગટે છે)
એમ એ –પોતાને—સાક્ષી-રૂપે ગણે છે.

પણ પછી એ જ્ઞાની-પુરુષ, ‘પોતાના એ સાક્ષી-રૂપને” તથા “કામાદિ-વૃત્તિઓના –દ્રશ્યને”
પોતાના શુદ્ધ આત્મા માં જ લય પમાડી દે છે.  (૮૨૭-૮૩૪)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ કારણથી જ સત્પુરુષો નો આવો મત છે કે-દરેક વસ્તુ અંતઃકરણ ની વૃત્તિ થી વ્યાપ્ય છે.
પણ તે વસ્તુઓ ફળ-વ્યાપ્ય (ફળ-રૂપે વ્યાપ્ય) નથી,તેથી શ્રુતિમાં પરસ્પર વિરોધ જણાતો નથી.
માટે ‘બ્રહ્મ’ સૂક્ષ્મ બુદ્ધિ થી જ જાણવા યોગ્ય છે.

પરંતુ જેઓમાં બુદ્ધિની મંદતા હોય છે,તેમને મનન-વગેરે વિના માત્ર શ્રુતિના આશ્રયથી જ –
અખંડાકાર વૃત્તિ થતી  નથી.
એટલે તેઓએ નિરંતર તત્પર થઇ,પ્રથમ તો શ્રવણ,મનન.અને ધ્યાન (નિદિધ્યાસન) કરવું જોઈએ.
જેથી બુદ્ધિમાં સૂક્ષ્મ-પણું પ્રાપ્ત થાય છે.અને પછી તે બુદ્ધિમાં વસ્તુ (આત્મા) જણાય છે. (૮૦૭-૮૧૦)

“વેદાંત નાં સર્વ વાક્યોનું --છ હેતુઓ દ્વારા—“સત્ય-અદ્વૈત-પરબ્રહ્મ” -ને કહેવામાં  જ તાત્પર્ય છે”
અને આવો નિશ્ચય સાંભળવો,તેને ‘શ્રવણ’ કહે છે.
પછી સાંભળેલી તે વસ્તુ “અદ્વૈત-પ્રત્યગાત્મા-આત્મા”નું વેદાંત ના વાક્યો ને અનુસરતી,
યુક્તિઓ દ્વારા ચિંતન કરવું-તેને “મનન” કહે છે.
આવું “મનન” તે સાંભળેલા (શ્રવણ કરેલા) અર્થ નો સાક્ષાત્કાર (અનુભવ) કરવામાં કારણ પણ છે.

પછી,વિજાતીય-જ્ઞાન (અનેક પ્રકારનું વિવિધ અને વિરુદ્ધ જ્ઞાન- શરીર –આદિ વિવિધ પદાર્થો નું જે જ્ઞાન)
નો ત્યાગ કરી ને સજાતીય (એકતા) “આત્મ”-વૃત્તિ નો તેલની ધાર જેવો,
અવિચ્છિન્ન (અખંડ) પ્રવાહ કરવો—તેને “ધ્યાન” (નિદિધ્યાસન) કહે છે.  (૮૧૧-૮૧૪)

પોતાની બુદ્ધિમાં “પ્રમાણો”(આત્મ-પ્રમાણો) સંબંધે જે સંશય હોય,તે જ્યાં સુધી દૂર ના થાય –ત્યાં સુધી,
સદા પ્રયત્ન-પૂર્વક “શ્રવણ” કરવું જોઈએ.
તે જ પ્રમાણે,
પ્રમાણો થી જાણવા યોગ્ય “પ્રમેય” (બ્રહ્મ-પરમાત્મા-આત્મા)-સંબંધે જ્યાં સુધી સંશય હોય,
ત્યાં સુધી “આત્મ-વસ્તુ”નો નિશ્ચય કરવા,શ્રુતિઓની યુક્તિઓ ના સાધનથી વારંવાર “મનન” કરવું જોઈએ.
અને તે જ પ્રમાણે,
મનમાં રહેલી વિપરીત આત્મ-બુદ્ધિ (વિજાતીય- શરીર આદિ પદાર્થો નું વિવિધ-વિરુદ્ધ જ્ઞાન) નાશ ના પામે,ત્યાં સુધી મોક્ષને ઇચ્છતા મનુષ્યે નિરંતર “ધ્યાન” કરવું જોઈએ.

આ દૃશ્ય-પ્રપંચ (માયા-સંસાર),તર્ક ના દ્વારા જો દૂર થઇ ગયો હોય,તો પણ,
“અપરોક્ષ-બ્રહ્મ-જ્ઞાન” દ્વારા તેનો (દૃશ્ય-પ્રપંચ-માયા-સંસાર) વિલય ન થાય ત્યાં સુધી,
મુમુક્ષુ એ આ ધ્યાન -વગેરે અવશ્ય કરવાં જ જોઈએ. (૮૧૫-૮૧૮)

સમાધિ ના બે પ્રકાર છે.સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ.
તેમાં સવિકલ્પ સમાધિ નું લક્ષણ હું કહું છું તે સાંભળ.

“જ્ઞાન” –વગેરે નો--નાશ થયા વિના જ-- “જ્ઞેય” (અદ્વૈત-બ્રહ્મ) માં ચિત્ત-વૃત્તિ તદાકાર સ્વ-રૂપે –જે-રહે,
તેને જ સત્પુરુષો “સવિકલ્પ” સમાધિ કહે છે.

જેમ,’માટી નો હાથી,માટી જ છે’ તેવું ‘જ્ઞાન’ હોવાં છતાં,માટી નો હાથી પણ જણાય (દેખાય) તો છે જ,
તેમ,’જગતના દરેક પદાર્થો બ્રહ્મ છે’ તેવું જ્ઞાન થયા છતાં,જ્ઞાન-જ્ઞાતા અને જ્ઞેય-એ ત્રિપુટી જણાય,
(એટલે કે-આ ત્રિપુટી –જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય-નો બ્રહ્મ-સ્વ-રૂપે (બ્રહ્મમાં) વિલય થયો હોતો નથી)
તો તેવી સમાધિ ને ‘સવિકલ્પ સમાધિ” કહેવાય છે.  (૮૧૯-૮૨૨)

પરંતુ,જેમાં જ્ઞાન ના જ્ઞાતા તરીકે નો ભાવ પણ બિલકુલ છૂટી  જાય,અને માત્ર “જ્ઞેય” (બ્રહ્મ)
સ્વ-રૂપે જ મન ની દૃઢ સ્થિતિ થઇ જાય,તે “નિર્વિકલ્પ-સમાધિ” કહેવાય છે.
આને “યોગ” (બ્રહ્મ સાથે યુગ્મતા) પણ કહે છે.  (૮૨૩)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

ગુરૂ નો ઉત્તર
આ તત્વજ્ઞાન ના વિષયમાં –મુખ્ય અને ગૌણ એવા બે અધિકારી હોય છે.
તેઓને પોતપોતાની બુદ્ધિ અનુસાર –અખંડ બ્રહ્માકાર વૃત્તિ જન્મે છે. (૭૯૫)

જે પુરુષે , જન્માંતરમાં જ,શ્રદ્ધા અને ભક્તિપુર –રસ,નિત્ય-નૈમિતિક કર્મો કરીને ઈશ્વર ને સંતોષ્યા હોય,
- તેને તે (કર્મો) દ્વારા તેમની (પ્રભુની) કૃપા નો મહિમા પ્રાપ્ત થયો હોય છે,અને
-તેથી તેમને આ જન્મમાં નિત્ય-અનિત્ય વસ્તુનો વિવેક,તીવ્ર વૈરાગ્ય,તથા સંન્યાસ આદિ સાધનો નો
યોગ થાય છે,
-આવા સાધનસંપન્ન,દ્વિજ વર્ણના પુરુષ ને વેદાંત શ્રવણ માં
મુખ્ય અધિકારી તરીકે સજ્જનોએ માન્યો છે. (૭૯૬)

એવા સજ્જન શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યને,આ લોકમાં કોઈ જ્ઞાની ગુરૂ,અધ્યારોપ,તથા અપવાદના ક્રમને
અનુસરી,તત્વમસિ –આદિ વાક્યોનો અર્થ સમજાવા માંડે,
-કે તરત જ તે નિત્ય,આનંદ-સ્વ-રૂપ,અદ્વિતીય,ઉપમા-રહિત,નિર્મળ અને સર્વ-શ્રેષ્ઠ –
જે-એક જ તત્વ છે, ‘તે જ બ્રહ્મ હું છું’ તેવી પરમ ‘અખંડાકાર વૃત્તિ’ તે મનુષ્યમાં પ્રગટે છે. (૭૯૭)

--એ ‘અખંડાકાર વૃત્તિ’ પ્રથમ તો ‘ચિદાભાસ થી યુક્ત’ હોય છે,અને
  આત્મા થી અભિન્ન કેવળ ‘પરબ્રહ્મને વિષય-રૂપ’ કરીને જન્મેલી હોય છે.
--પછી ધીમે ધીમે એ વૃત્તિ ‘આવરણ-રૂપ લક્ષણવાળા’ અને તેમાં રહેલા ‘અજ્ઞાન’ને દૂર કરે છે,
--પછી એ અખંડાકાર વૃત્તિ થી અજ્ઞાન જયારે દૂર થાય છે,ત્યારે તેની સાથે તે ‘અજ્ઞાન નું કાર્ય’
  પણ દૂર થઇ જાય છે.
--પછી જેમ તાંતણા બળી જતાં તેનું “કાર્ય” કપડું પણ બળી જાય છે, તેમ
  એ અજ્ઞાન નો નાશ થતાં,તેના કાર્ય-રૂપે રહેલી જીવ-વૃત્તિ પણ નાશ પામે છે.
--જેમ સૂર્ય નું પ્રતિબિંબ સૂર્ય ને પોતાને પ્રકાશિત કરવા સમર્થ થતું નથી.
  તેમ,ચૈતન્ય ના આભાસરૂપ –જીવ ચૈતન્ય –જ્યાં સુધી વૃત્તિરૂપે રહેલું હોય,
--ત્યાં સુધી તે સ્વયં-પ્રકાશ પરબ્રહ્મ ને પ્રકાશિત કરવા સમર્થિત થતું નથી. (૭૯૮-૮૦૨)

જેમ,પ્રચંડ સૂર્ય ના તાપ ની વચ્ચે,રહેલો દીવો તેના પોતાના તેજથી ઝાંખો થઇ નાશ પામેલી કાંતિ વાળો થાય છે,
તેમ,ચિદાભાસ –જીવ,ચૈતન્ય પરબ્રહ્મ (બિંબ) ના તેજથી,નિસ્તેજ બની,એ સત્ (પરબ્રહ્મરૂપ બિંબ)માં
લીન થઇ જાય છે.
અને એ રીતે ઉપાધિરહિત થવાથી (તે જીવ) કેવળ-માત્ર બિંબરૂપ પરબ્રહ્મ –જ બની રહે છે.

જેમ,દર્પણ ને ખસેડી લેતાં તેમાં પ્રતિબિંબ રૂપે દેખાતું મોઢું ,દર્પણ રૂપી ઉપાધિ નો નાશ થવાથી,
દૂર થાય છે અને માત્ર (પોતાનું ) મોઢું (બિંબ) જ બાકી રહે છે.
તેમ,પ્રતિબિંબ-જીવ ચૈતન્ય પણ ઉપાધિ નો નાશ થવાથી,બિંબ-પરબ્રહ્મ રૂપે જ થઇ રહે છે.
જેવી રીતે,ઘડાનું અજ્ઞાન,તેમાં વ્યાપેલી અંતઃકરણ ની વૃત્તિ થી જયારે દૂર થાય છે,ત્યારે,
ચિદાભાસ -જીવચૈતન્ય પોતાના તેજથી (આ ઘડો છે-તે જ્ઞાનથી) ઘડાને પ્રકાશિત કરે છે,પણ,
તેવી રીતે,તે (ચિદાભાસ) સ્વયંપ્રકાશ બ્રહ્મ ને પ્રકાશિત કરવામાં ઉપયોગી થતો નથી, (૮૦૩-૮૦૬)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

‘આ બધું હું જ છું’ એમ સર્વ ને જે આત્મારૂપે જુએ અને જાણે,તેણે કોનાથી ભય થાય?
પોતાથી પોતાને કદી ભય હોય નહિ. (૭૮૩)

માટે તું નિર્ભય,નિત્ય,કેવળ આનંદ-રૂપ લક્ષણ-વાળો,અવયવરહિત,ક્રિયારહિત,શાંત  અને
અદ્વય (બીજા પદાર્થ થી રહિત) બ્રહ્મ જ છે. (૭૮૪)

જે જ્ઞાતા,જ્ઞાન અને જ્ઞેય-એ ભેદો થી રહિત છે,જે જ્ઞાતા થી જુદું નથી,અખંડ જ્ઞાન-રૂપ છે,અને
જ્ઞેય-અજ્ઞેય પણું –વગેરે ધર્મો થી રહિત છે,શુદ્ધ અને બુદ્ધ છે –તે જ તું તત્વ છે, (૭૮૫)

જે અંતઃપ્રજ્ઞ -આદિ ભેદો થી રહિત છે,માત્ર દર્શન-રૂપ અને સત્તા-સ્વરૂપ છે,સમાન-એક જ રસવાળું,
અને એક જ છે-તે શુદ્ધ અને બુદ્ધ તત્વ તું છે.   (૭૮૬)

જે સર્વ આકાર-રૂપ,સર્વ સ્વ-રૂપ,સર્વથી રહિત,સર્વ નિષેધો ના અવધિરૂપ,સત્ય,સનાતન,એક,
અનંત,શુદ્ધ અને બુદ્ધ તત્વ છે તે તું છે. (૭૮૭)

નિત્ય આનંદરૂપ,અખંડ,એકરસવાળું,અવયવરહિત,ક્રિયાશૂન્ય,નિર્વિકાર,પ્રત્યકરૂપે જુદું નહિ,સર્વશ્રેષ્ઠ,
અવ્યક્ત,શુદ્ધ,અને બુદ્ધ એવું જે તત્વ છે,તે તું છે. (૭૮૮)

સમગ્ર વિશેષો અથવા વિભાગો જેમાં દૂર થયા છે,અને જે આકાશની પેઠે અંદર ને બહાર પણ પૂર્ણ છે,
તે અદ્વૈત પરમબ્રહ્મ તું છે,તું જ એ શુદ્ધ બુદ્ધ તત્વ છે. (૭૮૯)

‘હું જ બ્રહ્મ છું,હું જ નિર્વિકલ્પ (ભેદ રહિત)તથા સતવાદી ગુણો થી રહિત બ્રહ્મ છું.’
આવી અખંડ વૃત્તિ –થી એ નિષ્ક્રિય બ્રહ્મ માં તું  સ્થિતિ કર. (૭૯૦)

આ જ અખંડ વૃત્તિ –પરમાનંદ ની લહેરો સાથે જોડનારી,દ્વિત જ્ઞાનનો વિનાશ કરનારી,અને નિર્મળ છે.
તેને છોડ્યા વિના અનુપમ સુખ-સ્વરૂપ અને પરબ્રહ્મ એવા પોતાના આત્મામાં તું રમણ કર.
અને આ સુખમય વૃત્તિમાં રહી,પ્રારબ્ધ કર્મ ને ખપાવી નાખ. (૭૯૧)

હે,મુનિ,હે,વિદ્વાન,બ્રહ્માનંદ ના રસ નો સ્વાદ લેવામાં જ તત્પર-
એવા ચિત્ત થી તું સદાકાળ સમાધિનિષ્ઠ રહે. (૭૯૨)

શિષ્ય નો પ્રશ્ન
આ અખંડ વૃત્તિ ‘તત્વમસિ’ આદિ વાક્યોનો માત્ર અર્થ સાંભળવાથી જ થાય છે,
તે સાંભળ્યા પછી,સાંભળનારને બીજી ક્રિયા કરવાની જરૂર રહે છે?
સમાધિ એ શું છે?તે કેટલા પ્રકારની છે?તેને સિદ્ધ કરવાનું સાધન કયું? અને એ સમાધિ સિદ્ધ કરતાં
કયાં વિઘ્નો આવે છે? આ બધું મને સમજાવો. (૭૯૩-૭૯૪)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૯

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જે આ સત્-ચિત્-સુખ સ્વરૂપ છે, તે જ પરમ સત્ય તું છે,
એ જરા-જન્મ-મરણ થી રહિત હોઈ નિત્ય છે,આ મારું વચન સત્ય છે.  (૭૭૨)

તું કોઈ કાળે આ દેહ નથી,પ્રાણ નથી,ઇન્દ્રિયો નથી,મન,બુદ્ધિ કે અહંકાર નથી કે -
એ બધાં નો સમુદાય પણ તું નથી, હે, વિદ્વાન શિષ્ય,તું મારું શ્રેષ્ઠ વચન સાંભળ,
એ દેહ વગેરેનો સાક્ષી,અને નિર્મળ સ્ફૂર્તિ-રૂપ ‘તત્વમસિ’ તે તું જ છે.  (૭૭૩)

જે વસ્તુ જન્મે છે,તે જ વધે છે,અને તે જ સમય થતા મૃત્યુ ને પામે છે,પણ,
તું તો નિત્ય,વ્યાપક અને અજન્મા (આત્મા) છે,તેથી તારો જન્મ નથી કે મૃત્યુ પણ નથી. (૭૭૪)

આ દેહ કર્મ ના યોગ થી જન્મ્યો છે,તેથી જ તે વધે છે અને નાશ (મૃત્યુ) પામે છે,
તું તો એ બધી અવસ્થાઓમાં સાક્ષી-રૂપે અને માત્ર જ્ઞાન-રૂપે રહેલો છે. (૭૭૫)

જે સ્વયં પ્રકાશ,સર્વ ના આત્મા-રૂપ (અથવા સર્વસ્વ-રૂપ) અને
સુષુપ્તિ અવસ્થા સુધી,”હું-હું” એમ એક જ આત્મા રૂપે નિત્ય પ્રકાશે છે,
વળી પોતે વિકારી નથી પણ બુદ્ધિ ના સમગ્ર વિકારોને જાણે છે,ને જ્ઞાન સ્વરૂપ છે-તે તું છે. (૭૭૬)

જેનું જ્ઞાન કદી અસ્ત પામતું નથી,જેના પોતાના સ્વરૂપમાં આકાશ-વગેરે સર્વ જગત કલ્પાયેલું છે,
અને તે સર્વ ને  જે પોતાના પ્રકાશથી સતા આપે છે,તેમાં સ્ફૂર્તિ વધારે છે,
પણ પોતે માત્ર બોધ-રૂપ છે-તે તત્વમસિ સાક્ષાત બ્રહ્મ તું છે. (૭૭૭)

ઉત્તમ પ્રકારની સમાધિમાં તત્પર રહેનારા અને નિર્મળ અંતઃકરણ વાળા પરમહંસોના સમુહો,
અપાર સુખમય જે આત્મતત્વ ને સાક્ષાત જોઈને નિરંતર સંતોષ પામે છે,
અને જે કેવળ જ્ઞાન-સ્વરૂપ છે, તે ‘તત્વમસિ બ્રહ્મ’ તું છે.  (૭૭૮)

જે પોતે અંદર અને બહાર-અખંડિત-એક-રૂપ  જ છે,
છતાં મૂઢ-બુદ્ધિ-અજ્ઞાની ને, તે  આરોપિત પદાર્થ જેવું જણાય છે,પણ,
ખરી રીતે જે માટી વગેરે પદાર્થો ની જેમ વિક્રિયા રહિત છે,અને માત્ર સ્વાનુભવથી જ જાણવા યોગ્ય છે,
એ જ્ઞાન-સ્વરૂપ  ‘તત્વમસિ બ્રહ્મ’ તું છે. (૭૭૯)

વેદમાં જેને નિર્વિકાર,અનંત,અવિનાશી,આદિ-મધ્ય-અંત-રહિત,અવ્યક્ત,અક્ષર,આશ્રય રહિત,અપ્રમેય,
આનદ તથા સત્યથી વ્યાપ્ત,રોગ કે દોષ રહિત,અને અદ્વિતીય કહેલ છે,
એ જ્ઞાન-સ્વરૂપ  ‘તત્વમસિ બ્રહ્મ’ તું છે.  (૭૮૦)

તારામાં આ શરીર,તેનો સંબંધ અને તેના ધર્મો-વગેરેનો જે આરોપ થયો છે-
તે ભ્રાંતિ ને લીધે જ થયો છે.ખરી રીતે એ કંઈ છે જ નહિ,
આથી તું અજ્ન્મા છે,તને મૃત્યુ નો ભય ક્યાં છે?તું તો પૂર્ણ છે.  (૭૮૧)

તેં પોતાની ભ્રમિત દ્રષ્ટિથી જે જે જોયું છે,તે તે –સારી રીતે વસ્તુ-દ્રષ્ટિથી જોતાં તું જ છે.
આ લોકમાં તારાથી જુદી કોઈ વસ્તુ જ નથી,તું બીજા પદાર્થ થી રહિત જ છે.
તેથી તને કોનો ભય હોય?  (૭૮૨)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૮

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

બ્રહ્મ અને જીવમાં –જે વિરોધ જણાય છે –તે ઉપાધિ (માયા) ની વિશેષતા ના લીધે જ કરાયેલો છે.
પરંતુ એ બંનેની એકતાનું ‘જ્ઞાન’ થતાં,ઉપાધિ ની વિશેષતા દૂર થાય છે.
અને પછી એ બંને માં કોઈ વિરોધ રહેતો જ નથી.

જીવ અને બ્રહ્મ ની ઉપાધિ,એ ઉપાધિથી યુક્ત-પણું,એ ઉપાધિના ધર્મો અને પરસ્પર વિલક્ષણતા-
એ બધું ‘ભ્રાંતિ’ ને લીધે કરાયું છે.
ખરી રીતે સ્વપના માં જોયેલા પદાર્થો,જેમ જાગ્રત અવસ્થામાં સાચા નથી,
તે જ પ્રમાણે,જીવ-બ્રહ્મ ને તે ઉપાધિ વગેરે નો સંબંધ જુઠો જ છે.(અને તે બંને જુદા નથી)

જેમ નિંદ્રામાં સ્વપ્ન આવતાં તે સ્વપ્ન માં ઉત્પન્ન થયેલું શરીર-તેના ધર્મ,સુખ-દુઃખ,વગેરે પ્રપંચ -જુઠું છે,
તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ તે બધું- અને- જીવ-ઈશ્વર ભેદ- વગેરે જુઠો જ છે.
તેને કોઈ કાળે સત્ય કરી શકાતો નથી.

વળી માયાથી કલ્પાયેલા,દેશ,કાળ,જગત,ઈશ્વર-વગેરે નો ભ્રમ પણ તેવી જ રીતે મિથ્યા છે.
અને આમ ઈશ્વર અને જીવ-એ બંને માં કોઈ ભેદ નથી અને તે એકબીજાથી જુદા નથી.(૭૬૨-૭૬૪)

દ્રષ્ટા-દૃશ્ય-દર્શન –વગેરે ભેદો કેવળ ભ્રમથી જ ઉત્પન્ન થયેલા છે, અને તેને લીધે,
સ્વપ્ન કે જાગ્રત-એ બંને અવસ્થાઓમાં કોઈ કાળે વિશેષતા દેખાતી નથી,
આથી જેમ સ્વપ્ન મિથ્યા છે તેમ જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે. (૭૬૫)

સ્વપ્ન તથા જાગ્રત એ બંને અવિદ્યાનાં કાર્ય છે,અને તેથી બંને સમાન જ છે,
કેમકે,દ્રષ્ટા-દૃશ્ય-દર્શન –ની કલ્પના બંને માં સરખી જ છે. (૭૬૬)

સુષુપ્તિમાં એ બંને (સ્વપ્ન-જાગ્રત) અવસ્થાઓ હોતી નથી,એમ બધા લોકો અનુભવે છે,
માટે એ બંને (સ્વપ્ન-જાગ્રત) માં તફાવત નથી,અને તેથી જ તે બંને ખોટી છે. (૭૬૭)

હે,વિદ્વાન શિષ્ય,સજાતીય આદિ લક્ષણવાળો ભેદ-બ્રહ્મ વિષે ભ્રાંતિ થી જ કરાય છે,
ખરી રીતે ત્રણે કાળે પણ બ્રહ્મ વિષે કોઈ ભેદ નથી. (૭૬૮)
શ્રુતિ પણ ‘જ્ઞાની પુરુષ બ્રહ્મ વિષે બીજું કંઈ જોતો નથી’ એમ કહી દ્વૈત વસ્તુ નો નિષેધ કરે છે,
અને તે ‘પરબ્રહ્મ માં ભ્રમ થી કલ્પેલું બધું મિથ્યા જ છે,’ તે સમજાવવા માટે જ કહે છે. (૭૬૯)

બ્રહ્મ સદા અદ્વિતીય છે,તેથી જ વિકલ્પ કે ભેદ થી રહિત,ઉપાધિ રહિત,નિર્મળ,નિરંતર,આનંદ થી વ્યાપ્ત,
નિસ્પૃહ,ચેષ્ટા રહિત,કોઈ પણ સ્થાનથી રહિત અને –એક- જ છે. (૭૭૦)

તે બ્રહ્મ માં કોઈ જાતનો ભેદ નથી,ગુણો જણાતા નથી,વાણી ની પ્રવૃત્તિ નથી,મન ની પ્રવૃત્તિ નથી.
જે કેવળ,પરમ શાંત,અનંત-આદિથી જ રહેલ છે,અને માત્ર તે આનંદ-સ્વરૂપ,અદ્વિતીય હોઈ
સત્ (હયાતી) રૂપે જ પ્રકાશે છે.(૭૭૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જહલ્લક્ષણા ની પેઠે આ “તત્વમસિ” વાક્યમાં “શોણો ધાવતિ=લાલ દોડે છે” એ વાક્ય ની જેમ,
“અજહલ્લક્ષણા” પણ ઘટતી નથી.
--કેમ કે –આ અજહલ્લક્ષણા તો વળી વાચ્યાર્થ નો ત્યાગ કર્યા વિના બીજો જ અર્થ “લાલ ઘોડો દોડે છે”
   એવો લક્ષ્યાર્થ જણાવે છે.
--પરંતુ અહીં “તત્વમસિ” વાક્ય તો બ્રહ્મ અને જીવાત્મા ની એકતા –જણાવનારું હોઈ,
  પરોક્ષ અને અપરોક્ષ પણું-આદિ ગુણોવાળાં બે ચૈતન્ય ની એકતા-રૂપ અર્થ ને જ જણાવે છે.
  અને તે વાચ્યાર્થના “વિરુદ્ધ ભાગનો ત્યાગ” કર્યા વિના ઘટે તેમ નથી.
--માટે એ અજહલ્લક્ષણા ને અહીં માની નથી.  (૭૪૩-૭૪૭)

‘તત્’ પદ અને ‘ત્વમ’ પદ –પોતાના વાચ્યાર્થ નો વિરોધી ભાગ ત્યજી દઈ,
અવિરોધી ભાગ સાથે જ ‘તત્’ ના અર્થ ને અને ‘ત્વમ’ ના અર્થ ને અહીં જણાવે છે,
--અને એ ‘ભાગત્યાગલક્ષણા’ થી જ બની શકે.
--આ ભાગત્યાગલક્ષણા થી કયું સાધ્ય સિદ્ધ થાય છે તેવી શંકા ના કરવી,કેમ કે-
  ‘અવિરુદ્ધ બીજા પદાર્થ નો અંશ’ અને ‘પોતાનો અંશ’- એ બંને -ઉપર દર્શાવેલી બંને (જહ અને અજહ)
  લક્ષણાથી  કેવી રીતે જણાવી શકે?
--માટે જ આ ‘તત્વમસિ’ વાક્યમાં આખા વાક્યાર્થ નું ‘સત્-પણું’ અને ‘અખંડ-એકરસ-પણું’
  જાણવા સારું ‘ભાગત્યાગલક્ષણા’ ને માનવામાં આવી છે. (૭૪૮-૭૫૨)

જેને લીધે વિરુદ્ધ ભાગનો ત્યાગ કરીને, વાક્યમાં અવિરોધ જણાય,
તેને લક્ષણ-વેતા પંડિતો ‘ભાગત્યાગલક્ષણા’ કહે છે. (૭૫૩)

----જેમ ‘સોડયં દેવદત્ત=તે આ દેવદત્ત’ વાક્ય  નો જે વાચ્યાર્થ છે,
    તે તેના વાક્યાર્થ ‘દેવદત્ત નામે એક વ્યક્તિ’ ને બરાબર સમજાવી શકતું નથી.
    માટે દેશ-કાળ –આદિની વિશેષતા-રૂપ ‘વિરુદ્ધ અંશ’ નો ત્યાગ કરીને,માત્ર,
    ‘દેવદત્ત ના શરીર-રૂપ’ –‘’અવિરુદ્ધ અંશ’ ને આ ‘ભાગત્યાગ લક્ષણા’ જ બરાબર સમજાવી  શકે છે.
----તેમ,’તત્વમસિ’ એ વાક્ય અથવા એ વાક્ય નો અર્થ
    ‘પરોક્ષ-અપરોક્ષ-પણું’ ગુણવાળા –બે –ચૈતન્યની એકતા-રૂપ વાક્યાર્થ ને પણ
     આ ‘ભાગત્યાગ લક્ષણા’ જ બરાબર સમજાવી  શકે છે.

કેમકે,વાક્યના મૂળ અર્થમાં રહેલું,પરોક્ષપણું,અપરોક્ષપણું,સર્વજ્ઞપણું –આદિ ‘વિરુદ્ધ અંશ’ નો ત્યાગ કરી,
‘શુદ્ધ ચૈતન્ય’ રૂપ (અવિરુદ્ધ અંશ) વસ્તુને જણાવે છે.
અને તે વસ્તુ –કેવળ સત્યમાત્ર,નિર્વિકલ્પ અને નિરંજન છે.એમ,
આ ‘ભાગત્યાગ લક્ષણા’ જ બરાબર સમજાવી  શકે છે.

તે પછી-સર્વ-ઉપાધિ રહિત,સચ્ચિદાનંદ સ્વરૂપ,અદ્વૈત,વિશેષ રહિત,આભાસ વિનાનું,આવું કે તેવું નહિ,
અમુક સ્વરૂપે બતાવવું અશક્ય,આદિ-અંત રહિત,અનંત,શાંત,મરણ-ધર્મ રહિત,તર્કમાં આવવું અશક્ય,
અને જાણવું મુશ્કેલ---એવું નિર્ગુણ બ્રહ્મ જ બાકી રહે છે.  (૭૫૪-૭૬૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૬


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

“તત્” અને “ત્વમ” પદનો “લક્ષ્યાર્થ”

“તત્” અને “ત્વમ”  પદ ના વાચ્યાર્થ માં જે વિરુદ્ધ અંશ છે તેનો ત્યાગ કરવાથી,
“પ્રત્યક્ષ” આદિ પ્રમાણમાં વિરોધ આવે નહિ,અને
આમ આવો -અવિરુદ્ધ અંશ ગ્રહણ કરવાથી શ્રુતિ સાથે પણ વિરોધ થાય નહિ,
તે માટે “તત્વમસિ” એ વાક્ય ના અર્થની સિદ્ધિ માટે “લક્ષણા” સ્વીકારવી જોઈએ.(લક્ષ્યાર્થ?)

જયારે કોઈ પદનો કે વાક્યનો વાચ્યાર્થ ઘટતો ના હોય,ત્યારે “લક્ષણા” નો સ્વીકાર થાય છે.
અને આમ “લક્ષણા” સ્વીકારવી તેવું પંડિતો કહે છે. (૭૩૨-૭૩૩)

(નોંધ-હવે તે લક્ષણા ના પ્રકારોમાં (૧) જહલ્લક્ષણા અને (૨) અજહલ્લક્ષણા નો પણ સ્વીકાર
ના કરતાં, (૩) ભાગત્યાગલક્ષણાનો સ્વીકાર કરવામાં આવે છે તે સિદ્ધ કરવામાં આવ્યું છે)

--જેમ “ગંગાયાં ઘોષ: = ગંગામાં ઘોષ” (ગંગામાં રબારી નો નેસ)
  એ વાકયમાં જહલ્લક્ષણા માની છે તેમ આ “તત્વમસિ” વાક્યમાં જહલ્લક્ષણા ઘટતી નથી.
--ઉપરના દૃષ્ટાંત માં ગંગા એ ઘોષ (નેસ) નો આધાર છે,અને ઘોષ (નેસ) આધેય (આધાર પર રહેનાર)
  છે, એટલે આ બંને પદનો “આધાર-આધેય”  નો સંબંધ છે.
--વાચ્યાર્થ પ્રમાણે –ગંગાના જળના પ્રવાહમાં નેસડો કદી હોઈ શકે નહિ (પ્રત્યક્ષ પ્રમાણ થી વિરુદ્ધ છે)
  પણ –ગંગાના કાંઠા પર રબારી નો નેસ-એવા અર્થ વાળી જહલ્લક્ષણા મુજબ વાક્યાર્થ બંધબેસતો છે.
--આ ઉદાહરણમાં રહેલું “ગંગા” પદ એ પોતાના સંપૂર્ણ વાચ્યાર્થ (જળ-પ્રવાહ) નો ત્યાગ કરી ને
  જહલ્લક્ષણા થી જે “કાંઠો=કિનારો” –એવો અર્થ જણાવે છે,તેમ,
--તેમ,તત્ અને ત્વમ –પણ પોતાના મૂળ વાચ્યાર્થ નો સંપૂર્ણ ત્યાગ કરીને-જો- બીજા લક્ષ્યાર્થ ને જણાવે,
  તો જ એ જહલ્લક્ષણા ની પ્રવૃત્તિ થઇ –એમ કહેવાય.
--પણ સંપૂર્ણ વાચ્યાર્થ ત્યજી દેવામાં અહીં કંઈ ફળ નથી,કારણકે –
  તત્ અને ત્વમ-પદના વાચ્યાર્થમાં પરોક્ષ અને અપરોક્ષ પણું –વગેરે અમુક જ ભાગ વિરુદ્ધ જણાય છે.
  સંપૂર્ણ વાચ્યાર્થ વિરુદ્ધ નથી.
  જેમ,નારિયેળનું ફળ કઠણ હોય છે છતાં લોકો તેનો સંપૂર્ણ ત્યાગ કરતા નથી,તેના કઠણ ભાગને જ
  ત્યજી દે છે.
  તેમ જહલ્લક્ષણા સ્વીકારીને તત્-ત્વમ નો સંપૂર્ણ વાચ્યાર્થ ત્યાગ કરવો ઘટતો નથી.
  એટલે જહલ્લક્ષણા ને અહીં  સ્વીકારી નથી.  (૭૩૪-૭૪૧)

અહીં સજ્જનોએ એવી શંકા ન કરવી કે “જાણીતા અર્થ માં લક્ષણા હોતી જ નથી,તત્ અને ત્વમ પદ તો શ્રુતિમાં સંભળાય છે અને જણાય પણ છે,તો તેના અર્થ માટે તેમાં લક્ષણા કેવી રીતે પ્રવર્તે?” (૭૪૨) 




PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

--“તત્” પદનો વાચ્યાર્થ છે-કે-
  -સર્વેશ્વરપણું,સ્વતંત્રપણું,સર્વજ્ઞપણું-આદિ ગુણો થી સર્વ કરતાં ઉત્તમ,
  -સત્ય કામનાવાળા અને સત્ય સંકલ્પવાળા –જે “ઈશ્વર” છે તે-
--”ત્વમ” પદનો વાચ્યાર્થ છે કે-
  -અલ્પ જ્ઞાનવાળો,દુઃખી જીવનવાળો,પ્રાકૃત લક્ષણોવાળો,તથા
  -સંસારમાં જે ગતિ કરવાવાળો-જે- છે તે-“સંસારી જીવ”
--આમ હવે આ બંને (તત્=ઈશ્વર  અને ત્વમ=જીવ ) એ વિપરીત ગુણવાળા છે,
  તો પછી તેમની એકતા કેવી રીતે ઘટી શકે? કેમ કે-બંને માં “વિરોધ” એ “પ્રત્યક્ષ” જણાય જ છે.
--જેમ,અગ્નિ અને હિમ (બરફ) એ એકબીજાથી વિરુદ્ધ ધર્મવાળા અને વિરુદ્ધ લક્ષણવાળા હોઈ.
  શબ્દ અને અર્થ થી પણ જુદાજુદા છે,
--તેમ,જીવ અને ઈશ્વર પણ એક-બીજાથી વિરુદ્ધ ધર્મવાળા,હોઈ,
  શબ્દ અને અર્થ થી પણ પરસ્પર જુદાજુદા (વિલક્ષણ) છે.
--તેથી જો એ બંનેને (ઈશ્વર-જીવ ને) એક માનવામાં આવે તો-
  “પ્રત્યક્ષ” આદિ પ્રમાણો નો વિરોધ જ આવે છે.
અને-
--જો તે બન્ને (ઈશ્વર-જીવ) ની એકતા ને જો ત્યજી દેવામાં આવે તો-
  શ્રુતિ અને સ્મૃતિઓ નાં વચન સાથે પણ “વિરોધ” આવે છે.  (૭૨૧-૭૨૫)

આમ છતાં પણ, એ બંને (ઈશ્વર-જીવ) ની એકતા છે,
એવા  “તાત્પર્ય” થી (અર્થથી) “તત્વમસિ”  -એ વાક્ય ને શ્રુતિ વારંવાર ઉચ્ચારે છે,
તેથી એ શ્રુતિ-વચન ને સ્વીકારવું જ જોઈએ.(માનવું જ જોઈએ)  (૭૨૬)

કારણકે –આખા વાક્ય (તત્વમસિ) ના અર્થ માં (ઉપર જણાવ્યું તેમ)
--(૧) વિશેષણ-વિશેષ્ય –અથવા- (૨) અભેદ સંબંધ
  બરાબર બંધ-બેસતો થતો નથી.
--માટે આ વાક્યાર્થ “શ્રુતિ” ને માન્ય નથી  (૭૨૭)

પરંતુ, “અખંડ-એકરસપણે” વાળો -આખો ય વાક્યાર્થ શ્રુતિ ને માન્ય છે.અને તે માટે જ,
--શ્રુતિ,સ્થૂળ પ્રપંચ અને સૂક્ષ્મ-પ્રપંચ ને વારંવાર,માત્ર, સત્ (બ્રહ્મ) સ્વરૂપે દર્શાવે છે.
--સુષુપ્તિ માં જીવ તથા બ્રહ્મ ની એકતા સિદ્ધ કરી બતાવે છે, અને
--કેવળ “એક જ સત્-વસ્તુ” છે,એમ બતાવવાની ઇચ્છાથી “આ સર્વ જગત એક આત્મા-રૂપ જ છે”
  એમ કહીને
--“બ્રહ્મ”ની “અદ્વૈત” સિદ્ધિ માટે (બ્રહ્મનું અદ્વૈત સિદ્ધ કરવા માટે)
  “જીવાત્મા” અને “પરમાત્મા” ની “એકતા” કહે છે.  (૭૨૮-૭૩૦)

પ્રપંચ-સંસાર અથવા જીવ --જો હોય તો –બ્રહ્મ નું અદ્વૈત-પણું ક્યાંથી સિદ્ધ થાય?
માટે જીવ અને બ્રહ્મ નું એકપણું જ શ્રુતિ ને માન્ય છે. (૭૩૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

--જયારે,સમષ્ટિ-રૂપ “અજ્ઞાન” –એ આભાસ-સહિત અને સત્વગુણ ની અધિકતા વાળું હોય છે,
  ત્યારે, આકાશ થી માંડી વિરાટ સુધી,પોતાના “કાર્ય” થી યુક્ત બને છે.
--એ “સમષ્ટિ-અજ્ઞાન”  થી યુક્ત જે ચૈતન્ય છે,તે-સત્ય,જ્ઞાન આદિ “લક્ષણ-વાળું” છે.
--અને, સર્વજ્ઞ-પણું,ઈશ્વર-પણું,અંતર્યામી-પણું—વગેરે “ગુણો” થી યુક્ત છે.
--જગતનું સ્ત્રષ્ટા-પણું (સર્જન),રક્ષક-પણું,તથા સંહારક-પણું –વગેરે તેના “ધર્મો” છે.
--તે ચૈતન્ય સ્વ-રૂપે ભાસે છે,તે ગુણો થી અમાપ (માપી ના શકાય તેવું) છે,અવ્યક્ત (અપ્રગટ) છે,
--અને તે “પર-બ્રહ્મ” કહેવાય છે-
--તેવું આ “ચૈતન્ય” (ઈશ્વર) તે “તત્” પદ નો વાચ્યાર્થ કહેવાય છે.  (૭૧૦-૭૧૨)

પરંતુ (જો તત્વમસિ-એ આખા શબ્દ નો વાક્યાર્થ જોવા માં આવે તો)
--જેવો, “નીલમ ઉત્પલમ-કાળું કમળ” એ વાક્ય માં –આખા વાક્યનો અર્થ બંધબેસતો થાય છે,
--તેવો, “તત્વમસિ” એ વાકયમાં –આખા વાક્ય નો અર્થ (વાક્યાર્થ) બંધબેસતો થતો નથી.
કેમકે,
--“કાળા” શબ્દ ને “કમળ” શબ્દ સાથે –“વિશેષણ” રૂપે જોડવાથી કમળ,બીજા (સફેદ) કમળ થી જુદું પડે છે.
--અને “કમળ” શબ્દ ને “કાળા” શબ્દ સાથે “વિશેષ્ય” રૂપે જોડવાથી,
  કમળ એ “કાળું ધોળું” નહિ-પણ કાળા કમળ-રૂપે (સફેદ) કમળથી જુદું પડે છે.
--એમ,એ બંને વિશેષણ અને વિશેષ્ય –એકબીજાથી જુદા પદાર્થ ને જુદા પાડીને,
   (૧) વિશેષણ-વિશેષ્ય સંબંધથી અથવા (૨) બીજા અભેદ સંબંધથી –
   પરસ્પર જોડાઈને વાક્ય નો અર્થ બંધબેસતો કરે છે.
--અને તેમાં બીજા કોઈ  “પ્રમાણ” નો  “વિરોધ” નથી-
   આથી આખા વાકય નો અર્થ કોઈ જાતની હરકત વિના સારી રીતે (બંધબેસતો) ઘટાવી શકાય છે.

પણ એ રીતે-
--“તત્વમસિ” એ વાક્ય માં આખા વાક્ય નો અર્થ (વાક્યાર્થ) બરોબર (બંધબેસતો) ઘટતો નથી,
--કેમ કે-
--“તત્” પદનો મુખ્ય “વાચ્યાર્થ” –“પરોક્ષ-પણું –આદિ ધર્મો વાળું” –“ચૈતન્ય” (ઈશ્વર) એવો થાય છે,અને,
--“ત્વમ” પદનો “વાચ્યાર્થ” –“અપરોક્ષ-પણું-આદિ ધર્મો વાળું-“ચૈતન્ય” (જીવ)—એવો થાય છે.
એટલે,
--આ બંને નો (૧) વિશેષણ-વિશેષ્ય સંબંધ અથવા (૨) બીજો અભેદ સંબંધ –
  લઇ ને –જો આખા વાક્ય નો અર્થ (વાક્યાર્થ) કરવામાં આવે –તો-
--“પ્રત્યક્ષ”-આદિ પ્રમાણો નો “વિરોધ” આવે છે અને વાક્ય નો અર્થ બરાબર (બંધબેસતો) ઘટતો નથી,

આ વિરોધ કેવી રીતે આવે છે? તે હું તને કહુ છું.  (૭૧૩-૭૨૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE