અધ્યાય-૨૬૮-જયદ્રથે કરેલું દ્રૌપદીનું હરણ
II वैशंपायन उवाच II सरोपरागोपहयेत वल्गुना सरागनेत्रेण नतोन्नतभ्रुवा I
मुखेन विस्फ़ुर्य सुवीरराष्ट्रयं ततोब्रवितं द्रुपदात्मजा पुनः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,રોષથી લાલ થયેલી આંખોથી દ્રૌપદી ફૂંફાડો કરીને બોલી કે-'મહારથી પાંડુપુત્રો વિશે આવા અપમાનજનક શબ્દો બોલતાં તને લાજ કેમ આવતી નથી? તું ધર્મરાજને જીતવાના કોડ રાખે છે,પણ એ તો હિમાલયની તળેટીમાં વિચરતા માતંગને હાથમાં લાઠી લઈને તેના ટોળામાંથી છૂટો પાડવા જેવું છે.તું ક્રોધમાં આવેલા ભીમને જોઇશ તો તું નાસવા માંડશે.અર્જુનને છંછેડવો તે સુતેલા સિંહને લાત મારવા સમાન છે.
પાંડવોથી સારી રીતે રક્ષાયેલી એવી મને તું તારા વિનાશ માટે જ પકડવાની ચેષ્ટા કરે છે'









