Jan 28, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૬
લંકા સુધીનો સેતુ (પુલ) બંધાઈ ગયા પછી,શ્રીરામની વિશાળ વાનર-સેના પુલ પર થઈને ચાલવા લાગી.વાનરોના હર્ષનો પાર નથી,બધા રામ-રામ કરતા જાય છે ને નાચતા-કૂદતા પુલ પર ચાલે છે.શ્રીરામ-લક્ષ્મણ, જ્યાં જ્યાં પુલ પર થઈને પસાર થાય છે-ત્યારે સમુદ્રના જળચળ પ્રાણીઓ-માછલાં,પાણીમાંથી બહાર મોં બહાર કાઢે છે,અને એકવાર જુએ છે,એટલે જોઈ જ રહે છે.વાનરો પણ આ જોઈ રહેલા પ્રાણીઓને જોઈને ખુશ થાય છે.
Jan 27, 2022
Jan 26, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૪
રામજીએ સમુદ્રને સુકવી નાખ્યો હોત તો તેમનું ઐશ્વર્ય દેખાઈ જાત,પણ “મનુષ્ય દેહ ધારણ કરીને મનુષ્યની જેમ જ વર્તવું છે”-એમ સમજીને તેમણે મધ્યમ-માર્ગ લીધો,ને આગેવાનોને બોલાવી કહ્યું કે –ઝટપટ પુલ બાંધવાની તૈયારી કરો.
નલ અને નીલને આ કામ સોંપવામાં આવ્યું.જાંબવાને બધા વાનરોને અને રીંછોને હુકમ કર્યો કે-જાઓ વૃક્ષોને શિલાઓ ઉપાડી લાવો.
નલ અને નીલને આ કામ સોંપવામાં આવ્યું.જાંબવાને બધા વાનરોને અને રીંછોને હુકમ કર્યો કે-જાઓ વૃક્ષોને શિલાઓ ઉપાડી લાવો.
Jan 25, 2022
Jan 24, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૨
વિભીષણ ધર્માત્મા હતો.સંત પુરુષોનું એક લક્ષણ એ પણ છે કે-તે બુરું કરનારનું પણ ભલું કરે છે.રાવણે લાત મારી છે છતાં વિભીષણે રાવણના ચરણમાં પ્રણામ કરીને કહ્યું કે-મોટાભાઈ,આપ મારા પિતા સમાન છો.આપની આજ્ઞા હું માથે ચડાવું છું,ને રઘુવીરને શરણે જાઉં છું.આપને અણગમતી સલાહ આપવા માટે આપની ક્ષમા માગું છું.આપ સર્વેનું કલ્યાણ થાઓ.
Jan 22, 2022
Jan 21, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-લંકાકાંડ-૧૮૧
લંકાકાંડ
તુલસીદાસજી કહે છે કે-રામની કૃપાથી શું નથી થતું? તુચ્છ ગણાતો વાનર,જે “રાક્ષસ” એવા નામનો ઉચ્ચાર થતાં બી ને ભાગે,અને જે રાક્ષસનો ખોરાક ગણાય,તે આજે રાક્ષસોના રાજા રાવણની સામે લડવા નીકળે છે.વાનરોના ઉત્સાહનો પાર નથી,તેમની બધી ચંચળતા રણ-મેદાનમાં જવા અધીરી બની ગઈ છે.કોઈ કોઈ તો એવા કુદકા ને છલાંગો મારતા ચાલે છે કે-જાણે આકાશ-માર્ગે ઉડતા જતા હોય.વૃક્ષો અને પથ્થરો તેમનાં શસ્ત્રો બની ગયા છે ને બધા એક સાથે પોકાર પાડતા જાય છે કે-સિયાવર રામચંદ્રકી જય.અને કૂચકદમ કરતી રામજીની વિરાટ વાનર સેના સમુદ્ર કિનારે પહોંચી.

Subscribe to:
Posts (Atom)