Jul 1, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-848
"મોક્ષ જેવું કંઈ નથી,મારે માટે તો સારા-નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક છે" એમ નિશ્ચય કરી,જે "નિત્ય-નૈમિતિક-કામ્ય" કર્મો કરે છે,તેને "પ્રવૃત્ત" કહેવામાં આવે છે.
(નોંધ-જેને કરવાથી ફળ ના મળે,પણ ના કરવાથી પાપ લાગે,તેવાં દરરોજનાં થયેલાં "નિત્ય" કર્મ.અમુક કાળે આવી પડતાં-અને તે કરવાં પડતાં -તે "નૈમિતિક" કર્મ,જે ફળને મેળવવાની ઈચ્છા કરી અને ફળ મેળવવા માટે શાસ્ત્રને અનુસરીને કરેલાં તે "કામ્ય" કર્મ,
જે રાગ(આસક્તિ) થી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરેલાં કર્મ તે "ત્યાજ્ય" કર્મ)
જે રાગ(આસક્તિ) થી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરેલાં કર્મ તે "ત્યાજ્ય" કર્મ)
Jun 30, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-847
અજ્ઞાન દુર થતાં,જે શાંત પરબ્રહ્મ આપોઆપ પ્રકાશે છે,તેને શાસ્ત્રો બતાવી શકતાં નથી,કારણકે ત્યાં,માયા કે અવિદ્યા એ કંઈ પણ રહેતું નથી.
માયામાં ચેતનનો આભાસ પડતાં,જુદા જણાતા,સર્વત્ર સમાન-રૂપે રહેલ,
વિકાર રહિત,સર્વ-શક્તિમાન જે (માયા-વિશિષ્ઠ) બ્રહ્મ છે,તેને કેટલાક "શૂન્ય-ધર્મ-વાળો",કેટલાક વિજ્ઞાન (બુદ્ધિ) તરીકે તો કેટલાક તેને ઈશ્વર (પરમાત્મા) કહીને - પરસ્પર વાદ-વિવાદ કરે છે.
Jun 29, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-846
વસિષ્ઠ કહે છે કે-બાણ વાગતાં,ભયભીત થઈને દોડતા મૃગની પાછળ, તે મૃગને ખોળવા તેની પાછળ પડેલ પારધીએ,કોઈ એક જંગલમાં મહામૌન (જ્ઞાન થવાથી વાણી-આદિ ચેષ્ટાઓ બંધ કરી નિઃસંકલ્પ રહેલા) નો આશ્રય કરીને રહેલા કોઈ અદ્ભુત મુનિને જોયા,એટલે તેમને પારધીએ પૂછ્યું કે-હે મુનિ,મારા બાણથી વિંધાયેલો મૃગ અહી આવ્યો છે? કે એ મૃગને આપે ક્યાંય જતો જોયો છે?
Jun 27, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-844
વસિષ્ઠ કહે છે કે-જેમ કોઈ બ્રાહ્મણ,શુદ્ર સ્ત્રીની કામના થતાં,પોતાના બ્રાહ્મણ ધર્મને ભૂલી જઈ શુદ્રતાનો અંગીકાર કરી લે છે,તેમ,જીવ,પોતે ઈશ્વર-રૂપ છતાં,બુદ્ધિ-આદિની સંગતિને લીધે,બુદ્ધિએ બતાવેલ ભોગોની આશાથી,પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈ,"જીવભાવ"નો અંગીકાર કરી લે છે.
Jun 26, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-843
તે (જીવનમુક્ત) સર્વ આચારો,નીતિના ક્રમથી કરીને પોતાનો લોકાચાર વ્યવહાર નિભાવે છે,
પરંતુ અંદરથી તે બંધાતો નથી.જીવનમુક્ત પુરુષથી લોકોને ખેદ થતો નથી
અને તે પોતે લોકોથી ખેદ પામતો નથી.
પરંતુ અંદરથી તે બંધાતો નથી.જીવનમુક્ત પુરુષથી લોકોને ખેદ થતો નથી
અને તે પોતે લોકોથી ખેદ પામતો નથી.
રાગ,દ્વેષ,ભય અને આનંદના નિમિત્ત-રૂપ વિષયો વડે તે કોઈ વખત પ્રારબ્ધના બળથી,
તેમાં જોડાય છે,કે તેનો ત્યાગ પણ કરી દે છે.
એટલે એવો પુરુષ ખરેખર કોઈની સમજમાં આવી શકતો નથી.
તેમાં જોડાય છે,કે તેનો ત્યાગ પણ કરી દે છે.
એટલે એવો પુરુષ ખરેખર કોઈની સમજમાં આવી શકતો નથી.
Jun 25, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-842
હે રાજા ઈક્ષ્વાકુ,તમે કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય,પોતાનો આત્મા કે જે સ્વયં-પ્રકાશ છે,તેના આધારે રહો.અને જગતને ચારે બાજુએ થી ચિદાકાશ-રૂપે ભરપૂર થયેલું જુઓ.
જે વખતે,આ પ્રમાણે,ચૈતન્ય-રૂપ-આત્માને,અનુભવ વડે,પરિપૂર્ણ અને અખંડિત સમજવામાં આવે,તે વખતે જ આ સંસારમાંથી તરી જવાય છે અને આમ,મુક્ત થતાં જીવ પરમાત્મા-ભાવને પ્રાપ્ત થાય છે.
Jun 24, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-841
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ક્ષીણ વાસનાવાળી બુદ્ધિ વડે,જે કર્મ કરવામાં આવે,તે,શેકાવાથી બળી ગયેલ બીજની જેમ ફરીવાર અંકુર પેદા કરી શકતાં નથી (ફળ આપતાં નથી) દેહ-ઇન્દ્રિય-આદિ કર્મ (ક્રિયા) કરવાનાં સાધનો વડે કર્મ કરાય છે,પણ તે દેહ-ઇન્દ્રિય-આદિ ભિન્ન-ભિન્ન હોવાથી,તેનો એક જ કર્તા કે એક જ ભોક્તા કેવી રીતે ઘટી શકે?
Jun 23, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-840
("વ્યવહારિક સતા"થી જાગ્રત-અવસ્થાની જેમ જગતનું ભાન હોવાથી-તે જાગ્રત કહેવાય છે)
ચોથી ભૂમિકામાં,જગત સ્વપ્ન જેવું પ્રતીતિમાં આવવાથી તે "સ્વપ્ન" એવા નામથી કહેવામાં આવે છે.
પાંચમી ભૂમિકામાં,એક આનંદમાં સર્વનો લય થતાં,સુષુપ્તિ જેવી દશા થઇ જવાને લીધે તે "સુષુપ્તિ" કહેવાય છે.
છઠ્ઠી ભૂમિકામાં,અખંડ-બ્રહ્માકાર-વૃત્તિ રહેવાને લીધે,બીજા કોઈ પદાર્થના સંવેદન (સંકલ્પ) નહિ સ્ફૂરવાથી,તે "અસંવેદન-રૂપ" કહેવાય છે,અને તેને "તૂર્ય" નામથી કહેવામાં આવે છે.
સર્વથી ઉત્તમ એવી "સાતમી ભૂમિકા- તુર્યાતીત" કહેવાય છે.
જે અવસ્થા મન કે વાણી વડે વર્ણવી શકાય તેવી નથી.તથા સ્વયંપ્રકાશ-પરમ-પદ-રૂપ છે.
Jun 22, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-839
એ બીજ જો સમાન-દ્રષ્ટિ-રૂપી-અગ્નિ વડે બળી ગયું હોય તો પછી દુઃખનો અવસર જ ક્યાંથી રહે?
સમાન-દ્રષ્ટિ દૃઢ બનાવી,પ્રબળ પુરુષાર્થથી સંકલ્પ-માત્ર છોડી દો અને
સમાન-દ્રષ્ટિ દૃઢ બનાવી,પ્રબળ પુરુષાર્થથી સંકલ્પ-માત્ર છોડી દો અને
તેના અભાવ-રૂપી શસ્ત્રથી તમે સારા-નરસા પદાર્થમાં પ્રિય-અપ્રિય-પણાની "કલ્પના" ને છેદી નાખો.
હે રાજા,સમાધિ-રૂપી-નિર્વિકલ્પ-દશાથી થતા આત્મ-જ્ઞાનને લીધે તમે,આકાશથી પણ અતિ-સુક્ષ્મ ભાવને
પ્રાપ્ત થઈને શોક-રહિત થઈને રહો.
હે રાજા,સમાધિ-રૂપી-નિર્વિકલ્પ-દશાથી થતા આત્મ-જ્ઞાનને લીધે તમે,આકાશથી પણ અતિ-સુક્ષ્મ ભાવને
પ્રાપ્ત થઈને શોક-રહિત થઈને રહો.
Jun 21, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-838
હે રાજા ઈક્ષ્વાકુ,પ્રાણીઓ-રૂપી-તરંગો-વાળી,જગતના સમૂહ-રૂપી-અનેક નદીઓ,મહાભયંકર-કાળ-રૂપી સમુદ્રમાં છેવટે જઈને મળે છે,તો પણ જે આજ સુધી અધૂરો અને અધૂરો જ રહ્યો છે,તેવા કાળ-રૂપી-સમુદ્રનું પણ જે પાન કરી જાય છે,એવા "આત્મા-રૂપી" અગસ્ત્ય-મુનિની તમે સદાકાળ ભાવના રાખો.
આ દેહાદિ દ્રશ્ય-સમુદાય કે જે અનાત્મા છે,તેમનો આત્મ-બુદ્ધિથી ત્યાગ કરી,છુપી રીતે જેમાં વાસનાને દૂર કરવામાં આવી છે તેવી સ્થિતિ મેળવી,જેમ તમને સુખ આવે તેમ તમે રહો.
Jun 20, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-837
મિથ્યા ઉપાધિ (માયા) ને લીધે જ આ જગતની સ્થિતિ ખરી થઇ રહેલી છે,બાકી ખરી રીતે વિચાર કરતાં,બંધન પણ નથી કે મોક્ષ પણ નથી,માત્ર નિર્વિકાર બ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે,એમાં ઉપાધિને લીધે થનારું દ્વિત્વ કે એકત્વ પણ નથી,માત્ર સર્વના સાર-રૂપ,એક ચૈતન્ય જ પ્રકાશી રહ્યું છે.જેમ એક જ જળ તરંગોના ભેદને લીધે અનેક-રૂપે દેખાય છે,પરંતુ ખરી રીતે તો તે અનેક-રૂપો જળ જ છે,તેમ એ ચિદાત્મા પણ જગતના ભેદો-વડે અનેક-રૂપે દેખાય છે.પરંતુ ખરી રીતે એ બધું,માયાના જ દેખાવો હોવાથી એ કશુયે નથી.
પણ કેવળ પરમ-તત્વ જ છે.માટે તમે બંધન-મોક્ષની કલ્પના દુર કરી દઈ,સંસારના ભયથી રહિત થઇ જઈ અને સર્વના સાર-રૂપ નિર્ભય પરમપદનો જ આધાર રાખી સ્વસ્થ થઈને રહો.
Jun 18, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-835
હે રામચંદ્રજી,આ સંસારમાં જે કંઈ ભાસે છે,તે બધું સૃષ્ટિના આરંભથી માંડી છેક પ્રલય સુધી થનારાં સર્વ કાર્યોના બીજ-રૂપ,જન્મ-આદિ વિકાર-રહિત પરમાત્મા-રૂપી-બ્રહ્મ જ છે,અને તે અનંત બ્રહ્મ અનેક સૃષ્ટિ-ભેદને લીધે વિવિધ પ્રકારના વિકલ્પો વડે બહુ મોટું દેખાય છે,પરંતુ તે સર્વ વિકલ્પોથી રહિત કેવળ આકાશ (ચિદાકાશ)રૂપ જ છે,કોઈ પણ ઠેકાણે અને કોઈ પણ કાળે સત કે અસત-એ કંઈ પણ બ્રહ્મથી જુદું સંભવતું જ નથી-એવો દૃઢ નિશ્ચય રાખી તમે શંકા દુર કરી ત્યાં જ સ્થિર થઈને રહો.જો તમે અંતર્મુખ થઇ,બ્રહ્માકાર વૃત્તિ રાખી,અહંકાર-રહિત થઇ જશો,તો નિરંતર બહારનું સર્વ કામકાજ કરવા છતાં,પણ ખેદને પ્રાપ્ત થશો નહિ.
Jun 17, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-834
ખારા-ગળ્યા પદાર્થોમાં તેમ જ બીજા શુભ-અશુભ પદાર્થોમાં જેની બુદ્ધિ સમાનતાથી સ્થિર રહે છે,તે "મહા-ભોક્તા" કહેવાય છે.
"આ ભોજ્ય (ખાવા-લાયક) અને આ અભોજ્ય (ખાવા-લાયક નથી)" એવા વિકલ્પોને છોડી દઈને,ઉત્કટ ઈચ્છા વિના જ જે ભોજન કરે છે તે "મહા-ભોક્તા" કહેવાય છે.આપત્તિ-સંપત્તિ,મોહ-આનંદ,અધમ કે ઉત્તમ,અન્ન-વસ્ત્ર -આદિ સર્વને જે સમાન-બુદ્ધિથી ભોગવે છે-તે "મહા-ભોક્તા" કહેવાય છે.
Jun 16, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-833
જે,શાસ્ત્રમાં કહેલાં અને નહિ કહેલાં એ બંને કર્મોનું આચરણ કરી,પોતે એ કર્મોના કર્તા-પણાને પ્રાપ્ત થતો હોય,તો પણ અંદર (આત્મા તો અકર્તા છે-એવા દૃઢ નિશ્ચયને લીધે) અત્યંત ઉદાસીન હોવાથી એ બંને જાતના કર્મોમાં જે "સમાન-ભાવ" ને પ્રાપ્ત થાય તે "મહા-કર્તા" કહેવાય છે.
જે,શુભાશુભ કર્મ કરતો હોય,તો પણ સ્વભાવે,પોતે શાંત હોવાથી પોતાની સ્વભાવિક "સમાનતા"ને છોડતો નથી,તે "મહા-કર્તા" કહેવાય છે.જેનું ચિત્ત,જન્મ-સ્થિતિ-નાશ-ઉદય અને અસ્ત-એ બધામાં "સમાન" રહે છે તે "મહા-કર્તા" કહેવાય છે.
Subscribe to:
Posts (Atom)