Sep 6, 2019

ભાગવત રહસ્ય-૫૫

વ્યાસજી –એ –સમાજ સુધારક સંત છે. જે સંતને સમાજ સુધરે તેવી ભાવના છે-તેને સમાજનું થોડું ચિંતન કરવું પડે છે.ભક્તિમાં –આ-વિઘ્ન કરે છે.વ્યાસજી –બધાં પરમાત્માને શરણે જાય-બધાં સુખી થાય એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને મધ્યમ વક્તા કહ્યા છે.
શુકદેવજીની કથાથી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજીને કથા કરતી વખતે ખબરે ય નથી કે સામે કથામાં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યથી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મદૃષ્ટિવાળા શુકદેવજીને ઉત્તમ વક્તા કહ્યા છે.

Sep 5, 2019

ભાગવત રહસ્ય-૫૪

પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો.પરીક્ષિતને મૃત્યુની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.મરણનું દુઃખ ભયંકર છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-જીવ જ્યાર શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી 
વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે.

Sep 4, 2019

ભાગવત રહસ્ય-૫૩

પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારીને મળે તો –તે અભિમાની થાય છે.અયોગ્ય વ્યક્તિને ધન મળે તો –તે –તેનો દુરુપયોગ કરે છે. જ્ઞાન-ધન-માન-એ-ત્રણ એવી વસ્તુ છે કે –તે સુપાત્રને મળે તો –એ 
સુખી થાય છે.અને જો અનધિકારી ને મળે તો દુઃખી થાય છે.