Oct 21, 2021

Gujarati-Ramayan-Rahasya-108-ગુજરાતી-રામાયણ-રહસ્ય-108

શ્રાદ્ધમાં વસ્તુની નહિ પણ ભાવનાની જરૂર હોય છે.શ્રીરામે ચૌદ વર્ષ દરમ્યાન માત્ર કંદમૂળ અને ફળનું જ સેવન કર્યું હતું,અનાજ અને ધાન્યના દાણાને સ્પર્શ પણ કર્યો નહોતો,તેથી અત્યારે ફળથી જ પિંડદાન કર્યું.વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે-શ્રાદ્ધ માટે ધન-સંપત્તિ કે બીજી કોઈ પણ ચીજ નહિ હોય તો ચાલશે,માત્ર શ્રદ્ધા ભાવે હાથ ઉંચા કરી પિતૃઓનું સ્મરણ કરી કહેવાનું કે-હે પિતૃઓ,હું ભક્તિ પૂર્ણ હૃદયે તમને પ્રણામ કરું છું.મારી ભક્તિથી તમે તૃપ્ત થાઓ.

Oct 20, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-6


Gujarati-Ramayan-Rahasya-107-ગુજરાતી-રામાયણ-રહસ્ય-107

પર્ણકુટીમાં રામજી ઉભા છે ને લક્ષ્મણ જોડે વાત કરે છે,તેમની પીઠ રસ્તા તરફ છે,
જયારે લક્ષ્મણજીની નજર પર્ણકુટીની બહારના રસ્તા પર છે.આ બાજુ, ભરતજીએ
 રામજીને દુરથી જોયા ને રસ્તા પર જ દંડવત પ્રણામ કરતાં કહે છે કે-હે પ્રભુ રક્ષા કરો-
હે પ્રભુ રક્ષા કરો.લક્ષ્મણજીની નજર ભરત પર પડી અને તે બોલી ઉઠયા કે-અરે,અરે 
આ દંડવત પ્રણામ કરતો કરતો,આવતો દેખાય તે તો ભરત.છે,
એટલે તેમણે રામજીને કહ્યું કે-ભરત તમને પ્રણામ કરતો કરતો આવે છે.

Oct 19, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-5


Gujarati-Ramayan-Rahasya-106-ગુજરાતી-રામાયણ-રહસ્ય-106

રામજીને વિચારમાં પડેલા જોઈને લક્ષ્મણના મનમાં કુભાવ આવ્યો,તે બોલી ઉઠયાકે-
હું સમજુ છું કે ભરત લશ્કર લઈને કેમ આવે છે !!તમે ભલા-ભોળા ને સરળ છો,એટલે 
તમે બધાને પણ તમારા જેવા ભલા,ભોળા ને સરળ સમજો છો.પણ ભરત એ તમારા
 જેવો નથી,ગાદી મળી એટલે તે ધર્મની મર્યાદા ભૂલી ગયો છે,તેણે સત્તાનો મદ ચડ્યો છે,
એ તમને શત્રુ સમજે છે ને શત્રુનો સમૂળગો નાશ કરવા અહીં લશ્કર લઈને આવે છે.
પણ,આજ લાગી તેની (ભરતની) છેડછાડ સહન કરી પણ હવે તે હું સહેવાનો નથી.
હું રામજીનો સેવક છું ને ધનુષ્ય મારા હાથમાં છે.હાથી ઝાડને તોડી નાખે તેમ હું એનો
 નાશ કરીશ.કૈકેયી પરનો ક્રોધ આજ લગી મેં દબાવી રાખ્યો છે,પણ આજે એ ક્રોધાગ્નિને છૂટો મુકીશ,
ભલેને આજે વન લોહીથી રંગાઈ જાય.