Nov 18, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૦

ગોદાવરીમાં સ્નાન કરીને એકવાર રામજી પર્ણકુટીમાં પાછા ફરતા હતા,
ત્યારે એક રાક્ષસીની નજર તેમના પર પડી,તે રાક્ષસીનું નામ હતું શૂર્પણખા.
શૂર્પણખા એ વાસનાનું સ્વરૂપ છે.લંકાના રાજા રાવણની એ બહેન હતી.
દંડકારણ્યમાં રાવણના લશ્કરની એક છાવણી હતી અને ખર-દૂષણ નામના બે રાક્ષસો તેના મુખ્ય અધિપતિ હતા,અને રાવણની બહેન તરીકે શૂર્પણખા આખા પ્રદેશ પર હકૂમત ભોગવતી હતી.ખર-દૂષણ પણ તેનાથી ડરીને ચાલતા.

Nov 17, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૯

માયા ક્યાં છે? તો કહે છે કે-ભોજન,ધન,ઘર,પત્ની,પુત્ર,કપડાં,ફર્નીચર-જ્યાં નજર કરો ત્યાં માયા જ માયા છે.કેટલાકને રોજ ભોજનમાં દહીં જોઈએ,તો કેટલાકને પાપડ-અથાણું જોઈએ.લૂલી (જીભ)ને રોજ આ જોઈએ ને તે જોઈએ.વાતો પરબ્રહ્મની કરે પણ નાનકડી વાત પરથી મન હટતું નથી.લૂલીનાં લાડ લડાયે જાય પણ એ લાડમાં સુખ નથી,પણ લૂલીને વધારે બગાડવાનો તરીકો છે.કેટલાક તો આખો વખત ભોજનમાં જ ફસાયેલા હોય છે-સવાર પડે કે-આજે દાળ બનાવશું કે કઢી? આજે ટીંડોળાનું શાક કે કંકોડાંનું શાક બનાવશું? કે પછી વિચારે કે- હમણાં હમણાં ઘણા સમયથી ભજીયાં કે પાતરાં ખાધાં નથી.તો સાંજે તે બનાવજો.(સાંજનો યે વિચાર સવારથી કરી નાખે)

Nov 16, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૮

ભગવાનનો ભક્ત કદી ભગવાનની આશા છોડતો નથી.ભગવાન પરની અપાર શ્રદ્ધાને લીધે,તેને નિરાશ થવું પડતું નથી.પણ જો પ્રભુ પરની શ્રદ્ધા જો ઓછી થાય તો તે ઓછી થયેલી જગા પુરવા નિરાશા દોડી આવે છે.એટલે જો શ્રદ્ધાથી હૃદય ભરાયેલું હોય તો નિરાશાને કદી સ્થાન જ નથી.

Nov 15, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૭

પંચવટી એટલે પાંચ-પ્રાણ.અને આ પાંચ પ્રાણમાં પરમાત્મા વિરાજે છે.
લોકો કહે છે કે- પ્રભુ દર્શન આપતા નથી,પણ પ્રભુ જો દર્શન આપે તો પ્રભુનું તેજ સહન કરવાની શક્તિ,આપણા “ચર્મ-ચક્ષુ” (આંખો) માં નથી,એટલે માટે,તો ભગવાને અર્જુનને પોતાનું અસલી સ્વ-રૂપનું દર્શન કરાવતાં પહેલાં “દિવ્ય ચક્ષુ”નું પ્રદાન કર્યું હતું.
(અને તેમ છતાં અર્જુન વ્યાકુળ થયો હતો!!)માટે જ મહાત્માઓ કહે છે કે-
પ્રભુનું સ્વ-રૂપ ભલે હૃદયમાં ના આવે પણ રામ-નામ છોડશો નહી.

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Book-Part-1(Skandh 1 to 7)-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-બુક-ભાગ-1 (સ્કંધ-1 થી 7)