Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 26, 2021
Nov 25, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૭
કાન પ્રભુ માટે,આખું શરીર પ્રભુ માટે.આંખથી પ્રભુને બધે જોવાના,કાનથી પ્રભુને બધે સાંભળવાના,હાથ-પગથી બધે પ્રભુની સેવા કરવાની.આમ બધે જ પ્રભુનું દર્શન થાય તે જ પ્રભુનું સાચું ધ્યાન.યોગીઓ આંખો મીંચીને બેસે છે,તો યે ઘણી વખત પ્રભુને નથી પામતા,પણ ગોપીઓ ઉઘાડી આંખે પ્રભુનાં સર્વ જગ્યાએ દર્શન કરતી હતી.
બધે પ્રભુનાં દર્શન થાય તે જ જ્ઞાન.તે જ ધ્યાન.,તે જ સમાધિ.
Nov 24, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૬
જગતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં રામજી ના વિરાજતા હોય.
સર્વ-વ્યાપક પરમાત્મા બધે જ છે.એટલે જ બધાં સ્થળ રામનું ધ્યાન કરવા માટે યોગ્ય છે.
ધ્યાન કરનારો ધીરે ધીરે જગતને ભૂલે છે.અને પછી પોતાને પણ ભૂલી જાય છે,ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર).ધ્યાન,અને ધ્યેય (પરમાત્મા)એક થઇ જાય છે.દ્રષ્ટા (જોનાર) દૃશ્ય અને દર્શન ત્રણે એક થઇ જાય છે.અને હવે જે સાધક છે એ જ સાધ્ય બની જાય છે અને તેથી તે જ સાધના છે.
જીવ,શિવ અને સૃષ્ટિ એક થઇ જાય છે.
Nov 23, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૫
સીતાજીને મૃગનો લોભ તો થયો હતો જ અને લોભથી વિવેકનો નાશ થાય છે,
લોભથી બુદ્ધિ અશુદ્ધ થયેલી હતી,એમાં ચીસના સાંભળવાથી “ભય” નો ઉમેરો થયો,
લોભથી બુદ્ધિ અશુદ્ધ થયેલી હતી,એમાં ચીસના સાંભળવાથી “ભય” નો ઉમેરો થયો,
આજ સુધીના રામનાં પરાક્રમોને તે વિસરી ગયા,તેમની ધીરજ રહી નહિ, અને એકનિષ્ઠાથી સેવા કરનાર લક્ષ્મણને અનાર્યોની પેઠે કઠોર અને અનુચિત વેણ સંભળાવ્યાં.અને લક્ષ્મણને કહે છે કે -તારી દાનત સારી નથી!
Nov 22, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૪
બીજી બાજુ શ્રીરામે લીલા કરી.લક્ષ્મણજી વનમાં કંદમૂળ લેવા ગયા હતા,ત્યારે શ્રીરામે સીતાજીને કહ્યું કે-હવે તમે અગ્નિમાં પ્રવેશ કરો,ને પર્ણકુટીમાં તમારી છાયાને રાખો.
આનંદ રામાયણમાં લખ્યું છે કે-શ્રીરામની આજ્ઞા થતા,સીતાજી એ ત્રણ રૂપ ધારણ કર્યા,એક-રૂપે તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો,બીજા-રૂપે તે રામ-સ્વરૂપમાં લીન થયાં અને ત્રીજા છાયા રૂપે તેઓ પર્ણકુટીમાં રહ્યા.
Subscribe to:
Comments (Atom)



