Feb 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૭

તુલસીદાસજી કહે છે કે-અહંકાર –એ કુંભકર્ણ છે.તે ઊંઘતો પડ્યો હતો,અડધી સેના 
ખલાસ થઇ ગઈ,ત્યારે રાવણ તેને જગાડે છે.એનો અર્થ એ કે-અડધું જોર ખલાસ થઇ 
જાય ત્યારે,અહંકારી જાગે છે.કુંભકર્ણ એટલે ઘડા જેવા કાન-વાળો.
અહંકારી મનુષ્યના કાન ઘડા જેવા,એટલે કે,ઘડા જેવા મોટા કાન સદા ખડા,
રાખીને પોતાની પ્રશંસા સાંભળવા માટે ફરે છે.

Feb 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૬

રાવણને ખબર પડી કે-કાલનેમિને મારી હનુમાન ઔષધિ લઇ આવ્યા કે જેનાથી લક્ષ્મણ મૂર્છામાંથી ઉઠયા છે એટલે તેને પોતાને મૂર્છા આવી ગયા જેવું જ થયું.
રાક્ષસોની મોટાભાગની સેના ખતમ થઇ ગઈ હતી,હવે શું કરવું?વિચાર કરતાં તેને પોતાનો ભાઈ કુંભકર્ણ યાદ આવ્યો.કુંભકર્ણને બે વાનાં પ્રિય હતાં-ખાવું અને ઊંઘવું.ખાઈને ઊંઘવા માંડે ને ઊંઘમાંથી ઉઠે ત્યારે ખાવા લાગે.રાવણે વિચાર કર્યો કે કુંભકર્ણને ઉઠાડું.પણ તેને ઉઠાડવાનું એટલું સહેલું નહોતું.

Feb 10, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૫

હનુમાનજી સરોવરમાં પાણી પીવા ગયા,ત્યાં જેવો પાણીમાં પગ મૂક્યો કે એક મગરીએ તેમનો પગ પકડ્યો,હનુમાનજી એ તેને બહાર ખેંચીને મારી નાખી.ત્યારે મગરી દિવ્ય-અપ્સરા રૂપે પ્રગટ થઈને બોલી-દુર્વાસાના શાપે હું મગરી બની હતી પણ આજે તમારા હાથે મારો ઉદ્ધાર થયો.પછી પ્રણામ કરી તે બોલી કે-તમે જેને ઋષિ સમજો છો તે ઋષિ નથી પણ કાલનેમિ નામે રાક્ષસ છે ને તમને દ્રોણાચલ પર જતાં રોકવાનો પ્રયાસ કરવા રાવણના કહેવાથી આવ્યો છે.માટે તેમાં ફસાતા નહિ.

Feb 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૪

હવે લક્ષ્મણજી મેઘનાદની સામે યુદ્ધ કરવા આવી ગયા.લક્ષ્મણજીએ બાણોનો મારો કરીને મેઘનાદને અધમૂઓ કરી નાખ્યો.મેઘનાદને બીક લાગી કે- હવે હું મરવાનો...એટલે,એણે સર્પના જેવી ઝેરી-શક્તિનો લક્ષ્મણજીની છાતીમાં પ્રહાર કર્યો,અને લક્ષ્મણજી મૂર્છા ખાઈને પડ્યા.મેઘનાદે વિચાર કર્યો કે -આને ઉપાડી જઈને કેદ કરું.તે લક્ષ્મણજીને ઉપાડવા આવ્યો,પણ તેનાથી તે ઉપડાયા નહિ,બીજા અનેક રાક્ષસો ભેગા થઈને ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સર્વે નિષ્ફળ રહ્યા.

Feb 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૩

હનુમાનજીએ તરત જ લક્ષ્મણજીને ફુલની જેમ ઉપાડ્યા,ને રામજીની પાસે લઇ ગયા.
રામજીની પાસે જતાં જ લક્ષ્મણજીના દેહમાંથી રાવણે મારેલી શક્તિની અસર નીકળી ગઈ.
અને લક્ષ્મણજી ભાનમાં આવી ગયા.રાવણની સામે હવે રામજી યુદ્ધે ચડ્યા.
શ્રીરામ પાસે તો કોઈ વાહન નહોતું,તેઓ પગે ચાલીને ઉઘાડા પગે રાવણની સામે જતા હતા,
તે જોઈ હનુમાનજીએ કહ્યું કે-રથમાં બેઠેલા રાવણની સામે તમે પગે ચાલીને જાઓ તે ઠીક નથી,વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસીને જાય તેમ આપ મારા ખભે બિરાજો.