સવારમાં જ રાવણને યુદ્ધ કરવા આવેલો જોઈને શ્રીરામ જરા ચિંતાતુર થયા,હજુ ગઈકાલનો થાક પણ ઉતર્યો નહોતો.એ વખતે અગસ્ત્યમુનિ પણ ત્યાં યુદ્ધ જોવા આવેલા હતા તેમણે રામજીને ચિંતાતુર થયેલા જોઈને કહ્યું કે-હે રામ,તમે “આદિત્ય હૃદય” સ્તોત્ર (સૂર્યનું સ્તોત્ર)નો ત્રણ વાર પાઠ કરો તો સર્વ શત્રુઓને જીતી શકશો.સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને રાવણ કાળનું સ્વરૂપ છે.સૂર્યદેવની સ્તુતિ વગર કાળ મરતો નથી.
યજુર્વેદમાં કહ્યું છે કે-સૂર્ય,એ સ્થાવર-જંગમ-તમામ પદાર્થોનો આત્મા છે.ને જગતને પ્રકાશિત કરે છે.