આ બાજુ પતિનાં મસ્તકો અને ભુજાઓ જોઈને મંદોદરી વિલાપ કરે છે.
“હે,નાથ,તમારી જે ભુજાઓએ કાળ અને યમરાજને પણ જીત્યા હતા,તે આજે અનાથની જેમ અહીં પડી છે! વિધાતાની આખી સૃષ્ટિ જે તમારા મસ્તકોને મસ્તક નમાવતી હતી,તે મસ્તકો અહીં ધૂળમાં રગદોળાય છે! અહંકારમાં તમે કોઈનું યે માન્યું નહિ,અને શ્રીરામ સાથે વેર બાંધ્યું,તો આજે તમારા કુળમાં કોઈ રડનારું યે ના રહ્યું,કે ના તમને અગ્નિસંસ્કાર કરનાર પુત્ર પણ રહ્યો.શિવ અને બ્રહ્મા-આદિ દેવો જેમને ભજે છે,તે કરુણાળુ ભગવાનને તમે ભજ્યા નહિ,છતાં તેમણે તમારા પર કૃપા કરી,તમને નિજ-ધામ આપ્યું.ખરેખર,શ્રીરામ કૃપાના સાગર છે.