ત્યારે કાકભુશુંડીએ કહ્યું કે-હે ગરુડજી,કળિયુગ કળિયુગમાં પાપ ને અવગુણોનું સ્થાન
હોવા છતાં,તેમાં એક મોટો ગુણ પણ છે.વિષના વેલાઓમાં એક અમૃતની વેલ પણ છે.
જેવી રીતે,સત્ય-યુગ માં લોકો યોગી ને વિજ્ઞાની હોય છે ને હરિનું ધ્યાન કરી સંસાર તરે છે,
ત્રેતાયુગમાં યજ્ઞ-યાગ કરી,સર્વ કર્મો પ્રભુને સમર્પણ કરીને તરે છે.અને દ્વાપર યુગમાં પૂજા-પ્રાર્થના કરીને તરે છે,તેમ,કળિયુગમાં યજ્ઞયાગ,યોગ કે જ્ઞાન વગર કેવળ શ્રીહરિના ગુણનું ગાન કરીને,સંસાર તરી જાય છે.