गौणी त्रिधा गुणभेदादार्तादिभेदाद्वा ॥ ५६ ॥
ગૌણી ભક્તિ -એ ગુણ-ભેદથી કે આર્તાદિ-ભેદથી ત્રણ પ્રકારની હોય છે. (૫૬)
મૂળ રૂપે (હકીકતમાં) તો ઉપર કહ્યા મુજબ ભક્તિ,ગુણાતીત અને એક જ છે.
છતાં,સહેલી રીતે સમજવા માટે સહુ પ્રથમ તો બે વિભાજન કરેલ છે-પરા ભક્તિ અને ગૌણી ભક્તિ.
પરા ભક્તિ (જેને મુખ્યા ભક્તિ પણ કહે છે) સ્વરૂપે (એટલે કે એક જ) છે.